ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / PM મોદી-ટ્રમ્પની હાઈપ્રોફાઈલ બેઠક, ભારતીય નાવિકોની સુરક્ષા પર કરી ચર્ચા

G7 Summit / PM મોદી-ટ્રમ્પની હાઈપ્રોફાઈલ બેઠક, ભારતીય નાવિકોની સુરક્ષા પર કરી ચર્ચા

Published By: Pravin Joshi

Last Updated: 08:20 PM, 17 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્રાન્સના એવિયન શહેરમાં આયોજિત G7 સમિટ દરમિયાન આશરે 16 મહિનાના લાંબા અંતરાલ બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે હાઈપ્રોફાઈલ દ્વિપક્ષીય બેઠક યોજાવા જઈ રહી છે.

ADVERTISEMENT

આંતરરાષ્ટ્રીય રાજનીતિ અને વૈશ્વિક ડિપ્લોમસીના મેદાન પરથી આ સમયના સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ફ્રાન્સના એવિયન શહેરમાં યોજાઈ રહેલી G7 સમિટ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે એક નવો કૂટનીતિક અધ્યાય લખાવા જઈ રહ્યો છે. લાંબા સમય એટલે કે આશરે 16 મહિનાના અંતરાલ બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે એક હાઈપ્રોફાઈલ દ્વિપક્ષીય મુલાકાત થવા જઈ રહી છે. આ વૈશ્વિક મહાબેઠક પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે અંદાજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે, તેણે વૈશ્વિક મંચ પર ભારતનો દબદબો ફરી એકવાર સાબિત કરી દીધો છે.

પીએમ મોદીના નેતૃત્વ પર આફરીન થયા ડોનાલ્ડ ટ્રમ્પ

જી-૭ સમિટના નેતાઓ માટે આયોજિત ખાસ લંચ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીની શાનદાર પ્રશંસા કરતા વૈશ્વિક નેતાઓ સામે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યંત શાંત, મજબૂત અને પ્રભાવશાળી નેતા છે. પરંતુ હું પીએમ મોદીની જેમ શાંત નથી. તમે વડાપ્રધાન મોદીને જુઓ, હું તેમનાથી બિલકુલ ઉલટો સ્વભાવ ધરાવું છું.

ડોનાલ્ડ ટ્રમ્પે આ પહેલા પણ પીએમ મોદીના લાંબા કાર્યકાળ, મોટા અને કડક નિર્ણયો લેવાની અદભુત ક્ષમતા અને તેમના પાવરફુલ નેતૃત્વના અનેક વખત વખાણ કર્યા છે. ચાલુ મહિનાની શરૂઆતમાં જ ટ્રમ્પે મોદીને ભારતમાં સૌથી લાંબો સમય વડાપ્રધાન રહેવા બદલ વિશેષ અભિનંદન પાઠવ્યા હતા. ટ્રમ્પ અવારનવાર આંતરરાષ્ટ્રીય મંચો પર પીએમ મોદી સાથેના પોતાના ગાઢ અંગત સંબંધોનો ઉલ્લેખ કરે છે અને અમેરિકાના હ્યુસ્ટનમાં યોજાયેલા ઐતિહાસિક 'હાઉડી મોદી' કાર્યક્રમને યાદ કરવાનું ચૂકતા નથી.

પીએમ મોદીની વૈશ્વિક મંચ પર આક્રમક 'બેટિંગ': નાવિકોની સુરક્ષા સર્વોપરી

આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જી-૭ સમિટના મુખ્ય સત્રને સંબોધિત કરતી વખતે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના તણાવ અને દરિયાઈ માર્ગોની અસુરક્ષાનો મુદ્દો અત્યંત મજબૂત રીતે ઉઠાવ્યો હતો. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવાના પ્રયાસોની પ્રગતિનું ભારત સ્વાગત કરે છે. આ સંઘર્ષ અને યુદ્ધના કારણે આ ક્ષેત્રમાં રહેલા આપણા મિત્ર દેશોને ભારે જાન-માલનું નુકસાન વેઠવું પડ્યું છે.

વડાપ્રધાને Strait of Hormuz માં ચાલી રહેલી અસ્થિરતા પર ચિંતા વ્યક્ત કરતા વૈશ્વિક નેતાઓને ચેતવ્યા હતા કે, હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા દરિયાઈ વેપારમાં અવરોધ આવવાના કારણે વૈશ્વિક અર્થતંત્ર પર અત્યંત માઠી અને ખરાબ અસર પડી રહી છે. આ સંઘર્ષમાં ભારતના પણ કેટલાક નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. દરિયાઈ માર્ગેથી વિવિધ દેશોને પરસ્પર જોડતા બહાદુર નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ આપણા બધાની સંયુક્ત જવાબદારી છે. દરિયાઈ માર્ગો સુરક્ષિત રહે અને તમામ નાવિકો કોઈપણ પ્રકારના ડર વિના પોતાનું કામ કરી શકે તે ખૂબ જ જરૂરી છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્રની રાજનીતિમાં ફરી ઉથલપાથલ? ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) સામે ‘ઓપરેશન ટાઇગર’ની ચર્ચા તેજ

હવે જ્યારે પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ આમને-સામને બેસવાના છે, ત્યારે બંને દેશોના ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાંથી મોટા અને નક્કર પરિણામોની આશા રાખી રહ્યા છે. સત્તાવાર માહિતી અનુસાર, આ દ્વિપક્ષીય બેઠકમાં ભારત અને અમેરિકા વચ્ચેના મોટા વેપાર કરારો, ઊર્જા ક્ષેત્રમાં વ્યૂહાત્મક ભાગીદારી, વિઝા સંબંધિત જટિલ મુદ્દાઓ અને વર્તમાન ભૂ-રાજકીય પડકારો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. વેપારને લઈને બંને દેશો વચ્ચે લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે અને અધિકારીઓ એક વચગાળાના કરારને લઈને ભારે આશાવાદી છે. G7 ના આ આંતરરાષ્ટ્રીય મંચ પર મોદી અને ટ્રમ્પ વચ્ચેની આ મુલાકાત માત્ર ભારત-અમેરિકાના મજબૂત સંબંધો જ નહીં, પરંતુ બંને વૈશ્વિક નેતાઓ વચ્ચેની ખાસ પર્સનલ કેમિસ્ટ્રી અને કૂટનીતિને પણ ઉજાગર કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ModiTrumpMeet PMModi G7Summit2026

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ