ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / 'મોદી શાંત, સંયમિત અને જબરદસ્ત... હું એમના જેવો નહીં' ટ્રમ્પે PMના કર્યાં ભરપૂર વખાણ

નેશનલ / 'મોદી શાંત, સંયમિત અને જબરદસ્ત... હું એમના જેવો નહીં' ટ્રમ્પે PMના કર્યાં ભરપૂર વખાણ

Published By: Nirav Kumar

Last Updated: 08:36 PM, 17 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G7 સમિટ દરમિયાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. આ ટૂંકી મુલાકાતમાં ગ્રુપ ફોટો સેશન વખતે ટ્રમ્પે મોદી વિષે પ્રશંસા કરી છે.

ADVERTISEMENT

ફ્રાન્સના એવિયન-લેસ-બેન્સમાં G7 સમિટ દરમિયાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. જેમાં વિશ્વ નેતાઓ સાથેના વર્કિંગ લંચ દરમિયાન ટ્રમ્પે પીએમ મોદીને "શાંત, સંયમિત અને જબરદસ્ત" નેતા તરીકે ગણાવ્યા. હળવાશમા ટ્રમ્પે કહ્યું કે, "હું પ્રધાનમંત્રી મોદી જેટલો શાંત, સંયમિત અને જબરદસ્ત નથી... જરા તેમને જુઓ."

પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ મળ્યા છે. આજે શરૂઆતમાં આ બંને નેતાઓ G7 સમિટમાં હાજરી આપતા તમામ વિશ્વ નેતાઓના ગ્રુપ ફોટો સેશન અને મીટિંગ ટૂંકી મુલાકાત થઇ હતી. જેમાં ટ્રમ્પ અને મોદી 16 મહિનાથી વધુ સમય પછી મળ્યા છે. તેઓએ એકબીજાને હાથ મિલાવીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. દ્વિપક્ષીય મીટિંગના એજન્ડામાં વેપાર, ઉર્જા સહયોગ, H1-B વિઝા, જીઓ પોલીટીકલ ડેવલોપ અને રીઝનલ સુરક્ષા જેવા મુખ્ય મુદ્દાઓનો સમાવેશ થવાની શક્યતા છે.

ભારત-અમેરિકા સંબંધોની દ્રષ્ટિએ, આ મીટિંગ એવા સમયે થઈ રહી છે જ્યારે બંને દેશો ટેરિફ અને ટ્રેડ ડીલ પરના તફાવતો અને હોર્મુઝમાં ભારતીય ખલાસીઓ પર હુમલા જેવા તણાવપૂર્ણ મુદ્દાઓથી ઝઝૂમી રહ્યા છે. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર વાટાઘાટો હાલમાં ચાલી રહી છે અને બંને પક્ષો આગામી અઠવાડિયામાં કામચલાઉ ડીલ અંગે આશાવાદી દેખાય રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે જી-7 સમિટના મુખ્ય સત્રને સંબોધિત કરતી વખતે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધના તણાવ અને દરિયાઈ માર્ગોની અસુરક્ષાનો મુદ્દો અત્યંત મજબૂત રીતે ઉઠાવ્યો હતો. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવાના પ્રયાસોની પ્રગતિનું ભારત સ્વાગત કરે છે. આ સંઘર્ષ અને યુદ્ધના કારણે આ ક્ષેત્રમાં રહેલા આપણા મિત્ર દેશોને ભારે જાન-માલનું નુકસાન વેઠવું પડ્યું છે.

પ્રધાનમંત્રીએ Strait of Hormuz માં ચાલી રહેલી અસ્થિરતા પર ચિંતા વ્યક્ત કરતા વૈશ્વિક નેતાઓને ચેતવ્યા હતા કે, હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા દરિયાઈ વેપારમાં અવરોધ આવવાના કારણે વૈશ્વિક અર્થતંત્ર પર અત્યંત માઠી અને ખરાબ અસર પડી રહી છે. આ સંઘર્ષમાં ભારતના પણ કેટલાક નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. દરિયાઈ માર્ગેથી વિવિધ દેશોને પરસ્પર જોડતા બહાદુર નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી એ આપણા બધાની સંયુક્ત જવાબદારી છે. દરિયાઈ માર્ગો સુરક્ષિત રહે અને તમામ નાવિકો કોઈપણ પ્રકારના ડર વિના પોતાનું કામ કરી શકે તે ખૂબ જ જરૂરી છે.

વધુ વાંચો : PM મોદી-ટ્રમ્પની હાઈપ્રોફાઈલ બેઠક, ભારતીય નાવિકોની સુરક્ષા પર કરી ચર્ચા

ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે જણાવ્યું હતું કે, તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મીડિયા સાથે વાત કરતા ગોરે કહ્યું, "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવું હંમેશા આનંદની વાત રહી છે. અમે આ મુલાકાતની રાહ જોઈ રહ્યા છીએ."

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

G7 Summit US President Narendra Modi

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ