બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 02:27 PM, 17 June 2026
1/6
કર્મ સિદ્ધાંત અનુસાર આત્મા અનેક જન્મોની યાત્રા કરે છે. દરેક જન્મમાં કરવામાં આવેલા કર્મો, ભાવનાઓ અને સંબંધોનું એક સૂક્ષ્મ હિસાબ રહે છે. જ્યારે કોઈ સંબંધ, વચન, લાગણી અથવા જવાબદારી પૂર્ણ થયા વગર રહી જાય છે, ત્યારે તે કર્મબંધન તરીકે સંગ્રહિત થાય છે. આ કારણસર કેટલીક આત્માઓ ફરીથી એકબીજાના જીવનમાં પ્રવેશ કરે છે, જેથી અધૂરા પાઠ, ભાવનાત્મક દેવું અથવા જીવનના મહત્વપૂર્ણ અનુભવો પૂર્ણ કરી શકાય.
2/6
અધૂરા કર્મબંધન ધરાવતા સંબંધોમાં સામાન્ય રીતે કેટલાક વિશિષ્ટ સંકેતો જોવા મળે છેઃ 1- પ્રથમ મુલાકાતમાં જ અજીબ પ્રકારની ઓળખાણનો અનુભવ થવો. 2-ખૂબ ઓછા સમયમાં ગાઢ લાગણી વિકસવી. 3-સંબંધમાં આકર્ષણ અને અંતર બંનેનું ચક્ર સતત ચાલતું રહેવું. 4- વારંવાર વિખૂટા પડ્યા પછી પણ ફરીથી સંપર્ક થવો. 5- વ્યક્તિને ભૂલવાનો પ્રયાસ કરવા છતાં તેની યાદ સતત આવતી રહેવી. સંબંધ જીવનમાં મોટું પરિવર્તન લાવી જાય.
3/6
જ્યોતિષશાસ્ત્રમાં માનવામાં આવે છે કે કેટલીક આત્માઓ આપણા જીવનમાં પ્રેમ માટે નહીં, પરંતુ શીખવાડવા માટે આવે છે. તેઓ આપણને આત્મસન્માન, ક્ષમા, ધીરજ, ત્યાગ અથવા સ્વ-જાગૃતિ જેવા પાઠ શીખવે છે. ઘણી વખત આપણે વ્યક્તિને નહીં, પરંતુ તેના દ્વારા મળેલા અધૂરા અનુભવને પકડી રાખીએ છીએ. જ્યાં સુધી તે પાઠ સંપૂર્ણ રીતે સમજાતો નથી, ત્યાં સુધી મન તે સંબંધ તરફ ખેંચાતું રહે છે.
4/6
ના. અધૂરા કર્મબંધન માત્ર પ્રેમી-પ્રેમિકા વચ્ચે જ હોય એવું જરૂરી નથી. ક્યારેક માતા0પિતા અને સંતાન, ભાઈ-બહેન, મિત્રતા, ગુરુ અને શિષ્ય, વ્યવસાયિક ભાગીદાર, પતિ-પત્નીનો પણ કર્મિક સંબંધ હોય છે. ક્યારેક કોઈ વ્યક્તિ માત્ર થોડા મહિના માટે જીવનમાં આવે છે, પરંતુ તેની અસર વર્ષો સુધી રહે છે.
5/6
જ્યારે કર્મિક પાઠ પૂર્ણ થાય છે, ત્યારે કેટલાક સ્પષ્ટ ફેરફારો જોવા મળે છે: વ્યક્તિ પ્રત્યેનો ભાવનાત્મક ભાર ઓછો થઈ જાય છે. ગુસ્સો, અફસોસ અથવા અતિશય લગાવ સમાપ્ત થવા લાગે છે. મનમાં શાંતિનો અનુભવ થાય છે. જીવન નવી દિશામાં આગળ વધવા લાગે છે. સંબંધ જાળવી રાખવાની જબરદસ્ત જરૂરિયાત અનુભવાતી નથી. આ સ્થિતિ દર્શાવે છે કે આત્માએ તે સંબંધમાંથી જરૂરી અનુભવ મેળવી લીધો છે.
6/6
આધ્યાત્મિક દૃષ્ટિકોણથી જવાબ "ના" છે. કેટલાક લોકો આપણા જીવનમાં કાયમ માટે રહેવા આવે છે, જ્યારે કેટલાક માત્ર એક અધૂરો અધ્યાય પૂર્ણ કરવા માટે આવે છે. સંબંધનો સમયગાળો તેની મહત્વતા નક્કી કરતો નથી. ઘણી વખત ટૂંકા ગાળાનો સંબંધ પણ જીવનનો સૌથી મોટો પાઠ બની જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ