બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં પરિણીતાએ દીકરી સામે આપઘાત કર્યો, પતિના અવસાન બાદ વિરહ સહન ન થતાં પગલું ભર્યું

દુખદ / સુરતમાં પરિણીતાએ દીકરી સામે આપઘાત કર્યો, પતિના અવસાન બાદ વિરહ સહન ન થતાં પગલું ભર્યું

Priykant Shrimali

Last Updated: 02:56 PM, 17 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News : રીનાબેનના પ્રેમલગ્ન થયા હતા અને થોડા સમય પહેલા તેમના પતિનું અવસાન થયું અને હવે... જાણો શું છે સમગ્ર ઘટના ?

Surat News : સુરતના વરાછા વિસ્તારમાં એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પરિણીત મહિલાએ પોતાની નાની દીકરીની હાજરીમાં જ ઝેરી દવા પી જીવનનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં મહિલાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને લઈ પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.

ભાવનગરથી સુરત આવી હતી મહિલા

પ્રાથમિક વિગતો મુજબ રીના બારૈયા નામની મહિલા મૂળ ભાવનગરની રહેવાસી હતી. તે કોઈ કારણસર સુરત આવી હતી અને વરાછા સ્થિત ઉમિયાધામના અતિથિ ભવનમાં રૂમ રાખીને રોકાઈ હતી. તેની સાથે તેની દીકરી પણ હાજર હતી. વિગતો અનુસાર રીનાબેનના પ્રેમલગ્ન થયા હતા અને થોડા સમય પહેલા તેમના પતિનું અવસાન થયું હતું. પતિના નિધન બાદ તેઓ માનસિક રીતે ખૂબ જ વ્યથિત હોવાનું કહેવાય છે. નજીકના લોકોના જણાવ્યા મુજબ પતિના વિયોગનું દુઃખ તેઓ સહન કરી શકતા નહોતા.

ઝેરી દવા પી સંબંધીને કર્યો ફોન

ઘટનાના દિવસે દીકરી રૂમમાં રમતી હતી ત્યારે મહિલાએ ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ તેમણે પોતાના એક સંબંધીને ફોન કરીને આ અંગે જાણ કરી હતી. સંબંધી દ્વારા તરત જ ઉમિયાધામ અતિથિ ભવનના સંચાલકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. માહિતી મળતાં જ મહિલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તબીબોએ તેમને બચાવવા પ્રયત્નો કર્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઘટનાએ પરિવારજનો સહિત સ્થાનિકોમાં શોકનું વાતાવરણ સર્જ્યું છે.

આ પણ વાંચો : કિંજલ રબારીના પતિ અશોક ચૌધરીએ છૂટાછેડાના કાગળ પર સહીનો કર્યો ઈન્કાર, કિંજલે કરી હતી અરજી

પોલીસે શરૂ કરી તપાસ

મહિલાના મૃત્યુ બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે. સમગ્ર મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં પરિવારજનો ભાવનગરથી સુરત આવવા માટે રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના માત્ર એક પરિવારની કરુણ કહાની નથી, પરંતુ માનસિક સ્વાસ્થ્ય અને ભાવનાત્મક સહારાના મહત્વ તરફ પણ ધ્યાન દોરે છે. જીવનમાં આવતી અચાનક દુર્ઘટનાઓ અને વ્યક્તિગત આઘાત બાદ સમયસર માર્ગદર્શન અને સહયોગ મળવો કેટલો જરૂરી છે, તે આ ઘટના ફરી યાદ અપાવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rina Baraiya Varachha News Surat News
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ