બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગરમાં શિષ્યા પર દુષ્કર્મ આચરનારો ગુરુ પકડાયો,નરાધમે વિદ્યાર્થિનીનું અપહરણ કરીને આચર્યું હતું દુષ્કર્મ

કાર્યવાહી / ભાવનગરમાં શિષ્યા પર દુષ્કર્મ આચરનારો ગુરુ પકડાયો,નરાધમે વિદ્યાર્થિનીનું અપહરણ કરીને આચર્યું હતું દુષ્કર્મ

Vishal Khamar

Last Updated: 05:38 PM, 17 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગરમાં ગુરૂની ગરિમા લજવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિદ્યાર્થીનીનું અપહરણ અને દુષ્કર્મ કેસમાં શિક્ષક ઝડપાયો છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ શિક્ષકની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો.

સમાજમાં શિક્ષકને ગુરુનું સ્થાન આપવામાં આવે છે. પરંતુ ભાવનગર જિલ્લામાં એક શિક્ષકે આ પવિત્ર સંબંધને કલંકિત કરતો ગંભીર ગુનો આચર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. સગીરા વિદ્યાર્થીનીના અપહરણ અને તેના પર દુષ્કર્મ આચરવાના આરોપસર પોલીસે શિક્ષકની ધરપકડ કરી છે.

સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

મળતી માહિતી અનુસાર, શિહોરના રહેવાસી કરણભાઈ વિનોદભાઈ પરમાર સામે સગીરાનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવાનો આરોપ નોંધાયો હતો. ઘટનાની ફરિયાદ અલંગ પોલીસ મથકે નોંધાતાં જ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.

આરોપી શિક્ષકને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડ્યો

અલંગ પોલીસની ટીમે ઝડપી કાર્યવાહી કરતાં ગણતરીની કલાકોમાં જ આરોપી શિક્ષકને શોધી કાઢી તેની ધરપકડ કરી હતી. હાલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.

આ સમગ્ર ઓપરેશન ભાવનગર જિલ્લા પોલીસના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. પોલીસની સતર્કતા અને ઝડપી કામગીરીને કારણે આરોપીને ટૂંકા સમયમાં કાયદાના સકંજામાં લાવવામાં સફળતા મળી છે.

આ પણ વાંચોઃ અમદાવાદ RTO કચેરીમાં સર્વરના ધાંધિયાથી કંડક્ટરની ભરતીના ઉમેદવારોને હાલાકી,કર્યો હોબાળો

ઘટનાએ શિક્ષણ જગતમાં ચકચાર મચાવી

ઘટનાએ શિક્ષણ જગતમાં ચકચાર મચાવી છે અને સમાજમાં પણ ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. પોલીસ દ્વારા કેસની તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે જેથી સત્ય હકીકતો બહાર આવી શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhavnagar Bhavnagar news Bhavnagar police
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ