બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ RTO કચેરીમાં સર્વરના ધાંધિયાથી કંડક્ટરની ભરતીના ઉમેદવારોને હાલાકી,કર્યો હોબાળો
Last Updated: 05:33 PM, 17 June 2026
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા ચાલી રહેલી કંડક્ટર ભરતી પ્રક્રિયા દરમિયાન અમદાવાદ RTO કચેરીમાં સર્જાયેલી ટેક્નિકલ ખામીના કારણે ઉમેદવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી RTOના પરિવહન સોફ્ટવેરનો સર્વર ઠપ થઈ જતાં લાયસન્સ વેરિફિકેશનની કામગીરી સંપૂર્ણપણે અટવાઈ ગઈ છે.
ADVERTISEMENT

ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળ્યો
ADVERTISEMENT
કંડક્ટર ભરતી માટે અરજી કરનાર ઉમેદવારો માટે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સનું વેરિફિકેશન અને RTO દ્વારા લાયસન્સ ઇશ્યૂ કરાવવું ફરજિયાત છે. જોકે સર્વરમાં આવેલી ટેક્નિકલ સમસ્યાને કારણે આ પ્રક્રિયા સમયસર પૂર્ણ થઈ રહી નથી, જેના કારણે ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ADVERTISEMENT
ઉમેદવારોએ કચેરી પરિસરમાં હોબાળો મચાવ્યો
મંગળવારે મોટી સંખ્યામાં ઉમેદવારો અમદાવાદ RTO કચેરીએ પહોંચ્યા હતા, પરંતુ સર્વર કાર્યરત ન હોવાથી તેમની કામગીરી થઈ શકી નહોતી. આથી અનેક ઉમેદવારોએ કચેરી પરિસરમાં હોબાળો મચાવ્યો અને તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી.
ADVERTISEMENT

સોફ્ટવેરમાં ટેક્નિકલ ખામી સર્જાતા કામગીરીને અસર
ADVERTISEMENT
બીજી તરફ, RTOના અધિકારીઓએ જણાવ્યું કે પરિવહન સોફ્ટવેરમાં ટેક્નિકલ ખામી સર્જાતા કામગીરી પ્રભાવિત થઈ છે. સર્વર સમસ્યા દૂર કરવા માટે તકનિકી ટીમ કાર્યરત છે અને શક્ય તેટલી વહેલી તકે સેવા પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચોઃ હજુ ગુજરાતવાસીઓને ચોમાસા માટે જોવી પડશે રાહ, અંબાલાલ બાદ હવામાન વિભાગની આગાહી
ADVERTISEMENT
તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માંગ
ઉમેદવારો હવે માંગ કરી રહ્યા છે કે ભરતી પ્રક્રિયાની અંતિમ તારીખમાં જરૂરી વધારો કરવામાં આવે અને લાયસન્સ વેરિફિકેશનની પ્રક્રિયા સરળ બનાવવા માટે તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.