બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / રાજ્યમાં વરસાદમાં વિલંબ વચ્ચે ખેડૂતોને રાહત: હવે મળશે 10 કલાક વીજ પુરવઠો
Last Updated: 10:59 AM, 20 June 2026
Gujarat Farmers Electricity Supply : રાજ્યમાં ચોમાસાની ગતિ ધીમી પડતા અને અનેક વિસ્તારોમાં અપેક્ષિત વરસાદ ન થતા ખેડૂતોની ચિંતા વધી રહી છે. આવી સ્થિતિમાં ખેતી અને સિંચાઈ કામગીરીને સરળ બનાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વાસ્તવમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા હવે ખેડૂતોને ખેતી માટે મળતો વીજ પુરવઠો વધારીને 10 કલાક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી ખેતરોમાં સિંચાઈનું કામ વધુ અસરકારક રીતે થઈ શકશે.
ADVERTISEMENT
મહત્વનું છે કે, અત્યાર સુધી ખેડૂતોને દરરોજ આશરે 8 કલાક વીજ પુરવઠો આપવામાં આવતો હતો, પરંતુ વરસાદ ખેંચાતા પાકને જરૂરી પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા વધારાના 2 કલાક વીજ પુરવઠો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય ખાસ કરીને તે વિસ્તારોના ખેડૂતો માટે રાહતરૂપ સાબિત થશે જ્યાં હજુ સુધી પૂરતો વરસાદ નોંધાયો નથી.
વરસાદ ખેંચાતા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 20, 2026
ખેડૂતોને 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજ પુરવઠો મળશે
ઉર્જા વિભાગે 10 કલાક વીજ પુરવઠો આપવા કર્યા આદેશ
વીજ પુરવઠાને લઈને અગાઉ કિસાન સંઘે કરી હતી રજૂઆત#Farmers #Electricity #GujaratGovernment #Agriculture #PowerSupply #RainUpdate #VTVDigital pic.twitter.com/EnP8lmBjo2
ADVERTISEMENT
ઊર્જા વિભાગે રાજ્યભરની વીજ વિતરણ કંપનીઓને જરૂરી સૂચનાઓ આપી દીધી છે, જેથી ખેડૂતોને નિયમિત અને વધારાનો વીજ પુરવઠો ઉપલબ્ધ થઈ શકે. ખેતી આધારિત અર્થતંત્રમાં પાણી અને વીજળી બંનેનું મહત્વ ખૂબ વધારે હોવાથી આ નિર્ણયને કૃષિ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : રાજકોટ: મધરાતે વૃદ્ધને બંધક બનાવી કરોડોની રોકડ-સોનાની લૂંટ
ADVERTISEMENT
નોંધનિય છે કે, ખેડૂતોના સંગઠનો અને કિસાન સંઘ દ્વારા છેલ્લા કેટલાક સમયથી વધારાના વીજ પુરવઠાની માંગ કરવામાં આવી રહી હતી. વરસાદમાં વિલંબને કારણે ખેડૂતોને બોરવેલ અને અન્ય સિંચાઈ સાધનોનો વધુ ઉપયોગ કરવો પડી રહ્યો છે, જેના કારણે વધુ વીજળીની જરૂરિયાત ઉભી થઈ હતી. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને પાક બચાવવા અને સમયસર ખેતી કામગીરી પૂર્ણ કરવામાં મદદ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.