બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટ: મધરાતે વૃદ્ધને બંધક બનાવી કરોડોની રોકડ-સોનાની લૂંટ

Rajkot Robbery / રાજકોટ: મધરાતે વૃદ્ધને બંધક બનાવી કરોડોની રોકડ-સોનાની લૂંટ

Ajitsinh Jadeja

Last Updated: 10:30 AM, 20 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot Shapar Veraval Robbery: રાજકોટના શાપર વેરાવળ વિસ્તારમાં કરોડોની લૂંટની ઘટના બનતા ચકચાર મચી ગઇ છે. વૃદ્ધને બંધક બનાવી લૂંટ કરવામાં આવી છે.

Rajkot Shapar Veraval Robbery: રાજકોટના શાપર વેરાવળ વિસ્તારમાં કરોડોની લૂંટની ઘટના બનતા ચકચાર મચી ગઇ છે. વૃદ્ધને બંધક બનાવી લૂંટ કરવામાં આવી છે. 2.47 કરોડ રોકડા તેમજ 5 થી 7 તોલા સોના સહિતની લૂંટ થતા હડકંપ મચ્યો છે. કરોડોની લૂંટની આ ઘટનાની જાણ થતાં રાજકોટ ગ્રામ્ય પોલીસ એસપી સહિતના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.

રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં કરોડોની લૂંટની ઘટના બની છે. જીતેન્દ્રસિંહ જાડેજા નામના વૃદ્ધ પાસેથી આ લૂટ થઇ છે. બનાવ રાત્રિના 1 વાગ્યા આસપાસ બન્યો છે. એલસીબી, સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો બનાવી 5 થી 7 જેટલા બુકાનીધારી શખ્સોની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ શાપર વેરાવળ વિસ્તારમાં મોડી રાત્રે અંદાજે 1 વાગ્યાની આસપાસ લૂટની ઘટના બની હતી. અહીં રહેતા 77 વર્ષીય જીતેન્દ્રસિંહ જાડેજા ઘરમાં એકલા હતા ત્યારે 5થી 7 જેટલા અજાણ્યા બુકાનીધારી શખસો ઘરમાં ઘૂસી આવ્યા હતા. લૂંટારુઓએ જીતેન્દ્રસિંહને બંધક બનાવી ઘરમાં રાખેલી કરોડો રકમ તથા સોનાના દાગીનાની લૂંટ કરી નાસી છુટ્યા હતા

બનાવ સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ સહિતનાં તપાસવામાં આવી રહ્યા છે. રૂરલ એલસીબી,શાપર પોલીસ સહિતની ટીમો દ્વારા ભેદ ઉકેલવા માટેના પ્રયાસો કરી રહી છે.

VTV ADD

આ પણ વાંચોઃ મનમાની / રાજકોટના પૂર્વ મેયર નયના પેઢડિયાની મનમાની, નોટિસ છતાં પડદા પાછળ થઇ રહ્યું છે બાંધકામ

મૂળ શાપર વેરાવળના ટીનુભા જાડેજા રાજકોટમાં રહે છે. લૂંટનો ભોગ બનેલા જીતેન્દ્રસિંહ ના પુત્ર જયવીરસિંહ જાડેજા ઉર્ફે ટીનુભા જાડેજાને શાપર વેરાવળમાં પેટ્રોલ પંપ છે. જમીન વેચાણના રૂપિયા હોવાની પ્રાથમિક હકીકત સામે આવી છે. શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Police Rajkot Crime News Rajkot Robbery
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ