બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટના પૂર્વ મેયર નયના પેઢડિયાની મનમાની, નોટિસ છતાં પડદા પાછળ થઇ રહ્યું છે બાંધકામ

મનમાની / રાજકોટના પૂર્વ મેયર નયના પેઢડિયાની મનમાની, નોટિસ છતાં પડદા પાછળ થઇ રહ્યું છે બાંધકામ

Kalpesh Kandoria

Last Updated: 11:31 AM, 17 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં પૂર્વ મેયર નયના પેઢડિયા અને તેમના પરિવાર સાથે જોડાયેલા બાંધકામને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. તંત્રની નોટિસ બાદ પણ કામકાજ ચાલુ હોવાના આક્ષેપો વચ્ચે હવે સવાલ એ ઊભો થયો છે કે શું નિયમો સામાન્ય લોકો માટે જ છે કે પછી પ્રભાવશાળી લોકો માટે અલગ વ્યવસ્થા છે?

રાજકોટમાં પૂર્વ મેયર નયના પેઢડિયા અને તેમના પરિવાર સાથે સંકળાયેલા બાંધકામને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા બાંધકામની કામગીરી બંધ રાખવા માટે નોટિસ આપવામાં આવી હોવા છતાં સ્થળ પર હજુ પણ કામ ચાલુ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

મળતી માહિતી અનુસાર, તંત્ર દ્વારા નોટિસ અપાઈ ત્યારે સ્થળ પર માત્ર એક માળનું ચણતર કરવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ દુકાનોમાં શટર લગાવવાની કામગીરી હાથ ધરાઈ હતી અને બીજા માળનું બાંધકામ પણ આગળ વધારવામાં આવ્યું હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે.

સ્થળ પરથી મળતા દ્રશ્યોમાં સાઇટને બહારથી પડદાઓ વડે ઢાંકવામાં આવી હોવાનું જોવા મળ્યું છે, જ્યારે અંદર બાંધકામની કામગીરી ચાલુ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સમગ્ર મામલાને લઈને લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે કે તંત્રની સૂચનાઓ છતાં કામ કેવી રીતે આગળ વધ્યું.

આ દરમિયાન બાંધકામ સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરે પણ છેલ્લા ત્રણ મહિનાથી સતત કામગીરી ચાલી રહી હોવાનું જણાવ્યું હોવાનું સામે આવ્યું છે. જેના કારણે મહાનગરપાલિકાની કાર્યવાહી અને દેખરેખ અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.

આ પણ વાંચો- આકાશી આફતો સામે ગુજરાત સરકારનું સુરક્ષા કવચ: 10 વર્ષમાં 1.36 કરોડ ખેડૂતોને ₹22,733 કરોડની રાહત

પૂર્વ મેયર અને તેમના પરિવાર દ્વારા તંત્રની નોટિસને અવગણવામાં આવી રહી છે કે કેમ તે મુદ્દે હવે સત્તાવાર સ્પષ્ટતા અને જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી રહી છે. સમગ્ર મામલે સંબંધિત વિભાગ દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે.

પેટા કોન્ટ્રાક્ટર સાથે અમારા સંવાદદાતાએ વાત કરી તો બાભભાઈ નાનજીભાઈ નામના પેટા કોન્ટ્રાક્ટરે કહ્યું કે, "અમને ખબર છે તંત્ર દ્વારા કામ બંધ કરવાની નોટિસ મળી છે, પરંતુ હું તો પેટાકોન્ટ્રાક્ટર છું, કામ કરવાનું કહે ઉપરથી તો મારે કરવું પડે." આ મામલે મેયરની ઘોર બેદરકારી સામે આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

જોકે, આ મામલે સંબંધિત પક્ષ તરફથી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. વધુ વિગતો અને તંત્રની કાર્યવાહી બાદ જ સમગ્ર ઘટનાક્રમનું સ્પષ્ટ ચિત્ર સામે આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nayana Pedhadiya Construction work Rajkot Municipal Corporation
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ