બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવે ટિકિટ વગર મુસાફરી કરી તો..., 13 વર્ષ પછી નિયમો બદલાયા 1 જુલાઈથી લાગુ થશે
Last Updated: 08:19 AM, 20 June 2026
Railway New Rules : ભારતીય રેલવે મુસાફરોની સુરક્ષા, શિસ્ત અને નિયમોના કડક અમલ માટે 1 જુલાઈથી કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો અમલમાં મૂકી રહી છે. નવા નિયમોનો મુખ્ય ઉદ્દેશ ટિકિટ વગરની મુસાફરી, ટિકિટનો દુરુપયોગ અને રેલવે પરિસરમાં થતી ગેરરીતિઓ પર નિયંત્રણ લાવવાનો છે. આ બદલાવ બાદ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને પહેલા કરતાં વધુ કડક દંડનો સામનો કરવો પડી શકે છે.
ADVERTISEMENT
ટિકિટ વગર મુસાફરી કરવી પડશે ભારે
સૌથી મહત્વપૂર્ણ ફેરફાર ટિકિટ વગર મુસાફરી કરનારાઓ માટે કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ટિકિટ વગર પકડાયેલા મુસાફર પાસેથી બાકી રહેલું સંપૂર્ણ ભાડું અને ₹250 દંડ વસૂલવામાં આવતો હતો, પરંતુ હવે આ દંડ વધારીને ₹500 કરવામાં આવ્યો છે. એટલે કે ટિકિટ વગર મુસાફરી કરનારને ટિકિટની રકમ ઉપરાંત વધારાનો ₹500 દંડ ચૂકવવો પડશે. લગભગ 13 વર્ષ બાદ આ દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
રેલવે દ્વારા ટિકિટના દુરુપયોગ સામે પણ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. જો કોઈ મુસાફર અન્ય વ્યક્તિના નામે બુક કરાયેલી ટિકિટ પર મુસાફરી કરતા ઝડપાશે તો તેની ટિકિટ જપ્ત કરવામાં આવશે. સાથે જ તેની પાસેથી સંપૂર્ણ ભાડું અને ₹500 સુધીનો દંડ વસૂલવામાં આવશે. મહિલા મુસાફરોની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે મહિલા કોચમાં અનધિકૃત રીતે પ્રવેશ કરનાર પુરુષો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. આવા કિસ્સાઓમાં ₹2,500 સુધીનો દંડ ફટકારવાની જોગવાઈ રાખવામાં આવી છે.
શું કહ્યું રેલવેએ ?
ADVERTISEMENT
રેલવેના જણાવ્યા અનુસાર જો કોઈ વ્યક્તિ દંડ ભરવામાં નિષ્ફળ જશે તો મામલો કોર્ટ સુધી પહોંચી શકે છે. આવા સંજોગોમાં દંડ ઉપરાંત જેલની સજા પણ થઈ શકે છે. તેથી મુસાફરોને નિયમોનું પાલન કરવાની ખાસ સલાહ આપવામાં આવી છે. નવા નિયમોમાં ટ્રેન અને રેલવે સ્ટેશન પર શિસ્તભંગ કરનારાઓ સામે પણ કડક કાર્યવાહીનો સમાવેશ કરવામાં આવ્યો છે. નશાની હાલતમાં હંગામો મચાવવો, અન્ય મુસાફરોને પરેશાન કરવું અથવા અપશબ્દોનો ઉપયોગ કરવો ગંભીર ગુનો માનવામાં આવશે. આવા લોકો સામે દંડાત્મક કાર્યવાહી ઉપરાંત તેમને ટ્રેનમાંથી ઉતારી દેવામાં પણ આવી શકે છે. આ ઉપરાંત રેલવે પરિસરમાં લાયસન્સ વગર ફરતા લોકો અથવા ભીખ માંગતા લોકો સામે ₹2,000 સુધીનો દંડ લાદી શકાય છે. સ્ટેશન કે ટ્રેનમાં અનધિકૃત પ્રવેશ કરવા બદલ ₹500 દંડની જોગવાઈ કરવામાં આવી છે.
આ પણ વાંચો : મમતા બેનર્જીને મોટો ઝટકો, 440 કરોડ રૂપિયાવાળા TMC ના ત્રણ બેન્ક એકાઉન્ટ ફ્રીઝ
ADVERTISEMENT
પ્રતિબંધિત વસ્તુઓ સાથે મુસાફરી કરનારાઓ સામે પણ હવે વધુ કડક પગલાં લેવામાં આવશે. આવા કિસ્સાઓમાં ₹10,000 સુધીનો દંડ અથવા નુકસાનની ભરપાઈ કરાવવાની કાર્યવાહી થઈ શકે છે. અશ્લીલ વર્તન, મુસાફરોને હેરાન કરવું અથવા જાહેર શાંતિ ભંગ કરવાના કિસ્સાઓમાં દંડ સાથે જેલની સજાની પણ જોગવાઈ રાખવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.