બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત સહિત 8 રાજ્યોમાં વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, જાણો હવામાનની લેટેસ્ટ આગાહી
7 ફોટો ગેલેરી
Last Updated: 08:27 AM, 20 June 2026
1/7
દેશના વિવિધ વિસ્તારોમાં પ્રી-મોન્સૂન ગતિવિધિઓ સક્રિય બનતા હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી અનેક રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ, ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવનની સ્થિતિ સર્જાઈ રહી છે. ભારતીય હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો માટે ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતના અનેક રાજ્યોમાં વરસાદ અને આંધી-તોફાન અંગે ચેતવણી જાહેર કરી છે. આ બદલાયેલા હવામાનને કારણે લોકોને ઉનાળાની કડકડતી ગરમીમાંથી રાહત મળવાની આશા છે.
2/7
ગુજરાતમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ અને છૂટોછવાયો વરસાદ લોકોને ગરમીથી રાહત આપી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જોકે સૌરાષ્ટ્ર-કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. તેમ છતાં, સ્થાનિક સ્તરે હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળી શકે છે.
3/7
ઉત્તર ભારતમાં પણ વરસાદી પ્રવૃત્તિઓ તેજ બનવાની સંભાવના છે. દિલ્હી, હરિયાણા, પંજાબ અને ચંદીગઢમાં આગામી દિવસોમાં વરસાદ અને તેજ પવન સાથેનું વાતાવરણ રહેવાની શક્યતા છે. આ વિસ્તારોમાં દિવસના તાપમાનમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે, જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળશે.
4/7
ઉત્તર પ્રદેશમાં પણ આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે પૂર્વી વિસ્તારોમાં વરસાદ સાથે આંધી-તોફાનની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતો માટે આ વરસાદ ફાયદાકારક સાબિત થઈ શકે છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં પવનના કારણે નુકસાન થવાની શક્યતા પણ નકારી શકાય નહીં.
5/7
રાજસ્થાનમાં લાંબા સમયથી ચાલી રહેલી ગરમી વચ્ચે હવે વરસાદની આશા જાગી છે. રાજ્યના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ ધૂળભરી આંધી અને તેજ પવન ફૂંકાવાની શક્યતા હોવાથી લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
6/7
મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પણ આગામી દિવસોમાં વરસાદી ગતિવિધિઓ સક્રિય રહેવાની ધારણા છે. ના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને આંધી-તોફાન જોવા મળી શકે છે. છત્તીસગઢ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ વાતાવરણમાં બદલાવ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
7/7
પહાડી રાજ્યો હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી છે. અહીં વીજળીના કડાકા, તેજ પવન અને સતત વરસાદને કારણે સ્થાનિક લોકોને સાવચેતી રાખવાની જરૂર રહેશે. ઉપરાંત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેટલાક વિસ્તારોમાં પણ હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ