બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / મોરબીમાં ફૂડ વિભાગનું સઘન ચેકિંગ, અખાદ્ય ચટણી, ફૂડ કલર અને ન્યૂઝ પેપરનો જથ્થો નાશ કરાયો

કાર્યવાહી / મોરબીમાં ફૂડ વિભાગનું સઘન ચેકિંગ, અખાદ્ય ચટણી, ફૂડ કલર અને ન્યૂઝ પેપરનો જથ્થો નાશ કરાયો

Vishal Khamar

Last Updated: 11:15 PM, 19 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીમાં ફરસાણની દુકાનો પર ફ્રૂડ વિભાહ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફરસાણની 20 દુકાનો પર તપાસ કરાઈ હતી. ખાદ્યતેલના નમૂનાની ચકાસણી કરાઈ હતી. તેમજ 2 કિલો અખાદ્ય ચટણીનો નાશ કરાયો હતો.

મોરબી શહેરમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા જાળવવા માટે ફૂડ વિભાગ દ્વારા ખાણી-પીણી તથા ફરસાણના એકમો પર વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રવાપર રોડ વિસ્તારમાં આવેલી આશરે 20 ફરસાણની દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન ફરસાણની દુકાનોમાં ઉપયોગમાં લેવાતા ખાદ્ય તેલના નમૂનાઓની TPC (ટોટલ પોલાર કમ્પાઉન્ડ) મશીન દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. ચકાસણી દરમિયાન 25 TPC કાઉન્ટથી વધુ આવેલા તમામ તેલના નમૂનાઓને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યા હતા.

ચટણીનો જથ્થો જપ્ત કરી નાશ કર્યો

ફૂડ વિભાગની ટીમે વિવિધ એકમોમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાની પણ તપાસ કરી હતી. આ દરમિયાન લાઈટ નાસ્તા હાઉસમાંથી અંદાજે બે કિલો અખાદ્ય ચટણીનો જથ્થો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ નેપોપ ચાઈનીસમાંથી પાંચ કિલો અખાદ્ય ચટણી અને ફૂડ કલરનો જથ્થો પણ જપ્ત કરીને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદમાં તમારા વિસ્તારમાં પાણી ભરાય કે ભૂવા પડે તો આ નંબર પર કરી શકાશે ફરિયાદ

ફૂડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગ્રાહકોને ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે આવી તપાસો આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે. વેપારીઓને ખાદ્ય સુરક્ષા નિયમોનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Morbi News Morbi Food Department Morbi
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ