બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / NEET-UG રી-એક્ઝામ પહેલાં દેશભરમાં કાલે હાઇટેક મોક ડ્રિલ: પેપર લીક રોકવા ખડકાયો અભેદ સુરક્ષા કિલ્લો
Last Updated: 10:11 PM, 19 June 2026
દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા 'NEET-UG 2026' ના રી-એક્ઝામને લઈને નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા તમામ વહીવટી અને સુરક્ષા લક્ષી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પેપર લીકના ગંભીર આક્ષેપો બાદ આગામી 21 June ના રોજ યોજાનારી આ પરીક્ષા પર સમગ્ર દેશની નજર છે. આ પરીક્ષાને સંપૂર્ણપણે સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણમાં પૂર્ણ કરવા માટે પરીક્ષાના એક દિવસ પહેલા એટલે કે 20 June ના રોજ સવારે 9 AM થી રાત્રે 8 PM સુધી દેશવ્યાપી મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મોક ડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય પરીક્ષાના દિવસે સિસ્ટમમાં કોઈ ખામી ન સર્જાય તે સુનિશ્ચિત કરવાનો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
NTA દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, આ મહત્વપૂર્ણ રી-એક્ઝામમાં 22.79 Lakh થી વધુ પરીક્ષાર્થીઓ સામેલ થવાના છે. અત્યાર સુધીમાં 18.5 Lakh થી વધુ ઉમેદવારોએ પોતાના એડમિટ કાર્ડ સફળતાપૂર્વક ડાઉનલોડ કરી લીધા છે. વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને, 3.5 લાખ જેટલા ઉમેદવારોને તેમની વિનંતીના આધારે પરીક્ષાનું શહેર અથવા કેન્દ્ર બદલવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો. આ પરીક્ષા ભારતના 551 શહેરો અને વિદેશના 14 શહેરોમાં એકસાથે આયોજિત કરવામાં આવશે, જેના માટે દેશભરમાં 5,500 થી વધુ અત્યાધુનિક પરીક્ષા કેન્દ્રો તૈયાર કરવામાં આવ્યા છે. આ તમામ સેન્ટર્સને 'હાઇ-સિક્યોરિટી ઝોન' તરીકે જાહેર કરાયા છે.

ADVERTISEMENT
પરીક્ષામાં ડિજિટલ છેતરપિંડી અને નકલખોરી રોકવા માટે NTA એ ટેકનોલોજી અને મેનપાવરનો અત્યાર સુધીનો સૌથી મોટો સંગમ ખડકી દીધો છે..
ADVERTISEMENT
NTA એ શુક્રવારે સોશિયલ મીડિયા પર સત્તાવાર પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે, તે પરીક્ષાર્થીઓને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સતત SMS, ઈમેલ અને વોટ્સએપ મેસેજ મોકલી રહી છે. એજન્સીએ સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે, "NTA ક્યારેય પણ પરીક્ષાના નામે કોઈ વધારાના પેમેન્ટ કે પૈસાની માંગણી કરતું નથી. જો કોઈ વિદ્યાર્થીને આવો કોઈ શંકાસ્પદ મેસેજ કે લિંક મળે, તો તેના પર ક્લિક ન કરવું અને તુરંત સત્તાવાળાઓને જાણ કરવી."
ADVERTISEMENT
આ પણ વાંચો- રાજુલાના કોવાયા ગામમાં યુવકના શિકાર બાદ પગ મળ્યો, કૂતરું મોઢામાં પકડી કંપની તરફ લઈ ગયું
ઉલ્લેખનીય છે કે, મેડિકલ કોર્સમાં એડમિશન માટેની આ NEET-UG પરીક્ષા અગાઉ આ વર્ષે 3 May ના રોજ લેવાઈ હતી. પરંતુ પેપર લીકના ગંભીર આરોપો અને હોબાળા બાદ 12 May ના રોજ તેને રદ કરવામાં આવી હતી, જેની તપાસ હાલમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ચલાવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.