બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / વૈશ્વિક મહામારી કોરોના પાછળ અમેરિકી સાયન્ટિસ્ટ ? સનસનાટીપૂર્ણ દસ્તાવેજોથી મચ્યો ખળભળાટ

વિશ્વ / વૈશ્વિક મહામારી કોરોના પાછળ અમેરિકી સાયન્ટિસ્ટ ? સનસનાટીપૂર્ણ દસ્તાવેજોથી મચ્યો ખળભળાટ

Pravin Joshi

Last Updated: 10:31 PM, 19 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર તુલસી ગબાર્ડ દ્વારા પોતાના કાર્યકાળના અંતિમ દિવસે કોરોના મહામારીને લઈને અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે.

સમગ્ર વિશ્વને બરબાદ કરનારો અને કરોડો લોકોનો ભોગ લેનારો કોરોના વાયરસ ક્યાંથી આવ્યો અને તે કેવી રીતે ફેલાયો, તેને લઈને અત્યાર સુધીનો સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો અમેરિકાથી સામે આવ્યો છે. અમેરિકાના પ્રખ્યાત ડૉક્ટર અને વૈજ્ઞાનિક એન્થની ફાઉચી પર કોરોના વાયરસના પ્રસારને લઈને અત્યંત ગંભીર આરોપો લાગ્યા છે. આ આરોપો અમેરિકાની નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર તુલસી ગબાર્ડ દ્વારા લગાવવામાં આવ્યા છે. વિશેષ વાત એ છે કે, શુક્રવારે તેમનો ખુફિયા વડા તરીકેનો છેલ્લો કાર્યદિવસ છે અને આ જ દિવસે તેમણે આ ગુપ્ત દસ્તાવેજો જાહેર કરીને વિશ્વરાજકારણમાં ભૂકંપ લાવી દીધો છે. નવા દસ્તાવેજો સાબિત કરે છે કે ડૉ. ફાઉચીએ જ ચીનની વુહાન લેબને તે ખતરનાક સંશોધન માટે કરોડો રૂપિયા આપ્યા હતા, જે વૈશ્વિક મહામારીનું કારણ બન્યું.

corona-virus-4

જનતાના ટેક્સના પૈસાથી ચીનની લેબમાં ઘાતક પ્રયોગો

મળતી માહિતી મુજબ, ડૉ. એન્થની ફાઉચી અમેરિકાના એક મોટા સ્વાસ્થ્ય વિભાગના વડા તરીકે કાર્યરત હતા. કોરોના મહામારી ફાટી નીકળી તે પહેલાં, તેમણે અમેરિકાની જનતાના ટેક્સના નાણાં ચીનની 'વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી'ને ટ્રાન્સફર કર્યા હતા. આ નાણાં વટવાગોળોમાં જોવા મળતા કોરોના વાયરસ પર અત્યંત જોખમી અને સંવેદનશીલ રિસર્ચ કરવા માટે આપવામાં આવ્યા હતા. હવે વૈશ્વિક સ્તરે એવું માનવામાં આવી રહ્યું છે કે આ વુહાન લેબમાંથી જ ભૂલથી વાયરસ લીક થયો અને સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો. આ સત્ય સામે આવ્યા બાદ પોતાની ભૂલ છુપાવવા ફાઉચીએ ખુફિયા એજન્સીઓ સાથે મળીને મોટું ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ છે.

corona-virus-2

તુલસી ગબાર્ડના સીક્રેટ ડોક્યુમેન્ટ્સ શું કહે છે?

અમેરિકી ખુફિયા વિભાગના ડાયરેક્ટર તુલસી ગબાર્ડે એવા કેટલાક ઈમેલ, મેસેજ અને ઓફિશિયલ દસ્તાવેજો દુનિયા સામે રાખ્યા છે, જે અત્યાર સુધી ક્યારેય સામે આવ્યા નહોતા. તેમણે કહ્યું કે, કોરોના મહામારીએ દુનિયાભરના કરોડો લોકોને અસહ્ય દર્દ આપ્યું છે અને અસંખ્ય લોકોએ જીવ ગુમાવ્યા છે. વર્ષો સુધી લોકોથી સચ્ચાઈ છુપાવવામાં આવી. હવે જનતાને સત્ય જાણવાનો પૂરો હક છે. ગબાર્ડે ખુલાસો કર્યો કે ડૉ. ફાઉચીએ પોતાના સ્વાર્થ અને ભૂલોને છુપાવવા પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો, ખુફિયા માહિતી સાથે છેડછાડ કરી, સંસદ સમક્ષ ખોટું બોલ્યા અને દેશના રાષ્ટ્રપતિને પણ અંધારામાં રાખ્યા હતા.

corona-virus-3

મહામરી દરમિયાન ફાઉચીની 3 મોટી ચાલ

આ સમગ્ર કાવતરાને અંજામ આપવા અને પોતાના પરથી શંકા હટાવવા માટે ડૉ. ફાઉચીએ મુખ્યત્વે 3 સ્તરે કામ કર્યું હતું..

બિઝનેસ કનેક્શન: તેમણે ખતરનાક કોરોના વાયરસના સંશોધન માટે ફંડિંગ પૂરું પાડ્યું, જેનો સીધો ફાયદો મોટી ફાર્મા કંપનીઓ અને અબજો ડોલરના વેક્સિન (રસી) ના વ્યાપારને થવાનો હતો.

ખુફિયા એજન્સીઓનો દુરુપયોગ: તેમણે પોતાના કેટલાક ખાસ વૈજ્ઞાનિકોને ખુફિયા એજન્સીઓ પાસે મોકલ્યા અને એવું સાબિત કરાવ્યું કે આ વાયરસ કોઈ જાનવર દ્વારા કુદરતી રીતે (Naturally) ફેલાયો છે, જેથી લેબ લીકની વાત હંમેશા માટે દબાઈ જાય.

મીડિયા મેનિપ્યુલેશન: તેઓ ટીવી અને મીડિયા ચેનલો પર મહામારીના સૌથી મોટા નિષ્ણાત બનીને આવતા રહ્યા અને સતત ખોટી માહિતી ફેલાવતા રહ્યા.

સંસદમાં ખોટી કસમ ખાધી અને સત્ય બોલનારાઓને સજા આપી

સામે આવેલા અહેવાલ મુજબ, વર્ષ 2024 માં ડૉ. ફાઉચીએ અમેરિકી સંસદમાં કસમ ખાઈને જૂઠું બોલ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમણે વાયરસ રિસર્ચ અંગે FBI કે CIA જેવી એજન્સીઓ સાથે વાત કરી હતી, ત્યારે તેઓ પહેલા સવાલો ટાળતા રહ્યા અને પછી સાફ ના પાડી દીધી હતી.

આ પણ વાંચો- રાજુલાના કોવાયા ગામમાં યુવકના શિકાર બાદ પગ મળ્યો, કૂતરું મોઢામાં પકડી કંપની તરફ લઈ ગયું

આ તપાસમાં એવો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે કે ખુફિયા એજન્સીના જે કર્મચારીઓ કે અધિકારીઓએ ફાઉચીના દાવા પર સવાલ ઉઠાવ્યા, તેમને ડરાવવામાં આવ્યા અને તેમની કારકિર્દી બરબાદ કરી દેવામાં આવી. એક વ્હિસલબ્લોઅર કર્મચારીને ફરિયાદ કર્યાના ગણતરીના દિવસોમાં જ નોકરીમાંથી હાંકી કઢાયો હતો. વાયરસ લેબ લીક હોવાનું કહેનારા અધિકારીઓને પ્રમોશન અટકાવવાની ધમકી અપાઈ હતી. આ સમગ્ર સનસનાટીપૂર્ણ વિગતો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ના આદેશ પર કરવામાં આવેલી 1 વર્ષ લાંબી સઘન તપાસ બાદ દુનિયા સામે આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CoronaMastermind TulsiGabbard DrAnthonyFauci
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ