બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં તમારા વિસ્તારમાં પાણી ભરાય કે ભૂવા પડે તો આ નંબર પર કરી શકાશે ફરિયાદ

મોન્સૂન / અમદાવાદમાં તમારા વિસ્તારમાં પાણી ભરાય કે ભૂવા પડે તો આ નંબર પર કરી શકાશે ફરિયાદ

Vishal Khamar

Last Updated: 10:19 PM, 19 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં ચોમાસા દરમ્યાન શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જવા સહિતની સમસ્યાઓ સર્જાય છે. આ સમસ્યાઓનું ઝડપી નિરાકરણ આવી શકે તે માટે પાલડી ખાતે મોન્સૂન મુખ્ય કંટ્રોલ રૂમ તેમજ સાત ઝોન શરૂ કરવામાં આવ્યા છે. શહેરીજનો સોશિયલ મીડિયા મારફતે મોન્સૂન સબંધિત ફરિયાદો નોંધાવી શકશે.

રાજ્યમાં આગામી ચારથી પાંચ દિવસમાં ચોમાસાના આગમનની સંભાવનાઓ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વરસાદી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે વ્યાપક તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. પાલડી ખાતે મુખ્ય મોન્સૂન કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, જ્યારે શહેરના તમામ સાત ઝોનમાં પણ અલગ-અલગ મોન્સૂન કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા છે.

મનપા દ્વારા જણાવાયું છે કે ભારે વરસાદ, પાણી ભરાવા, રસ્તા બેસી જવા, ઝાડ પડવા, ભયજનક મકાનો કે હોર્ડિંગ્સને લગતી ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. નાગરિકો ફોન તેમજ વોટ્સએપ મારફતે ફરિયાદ નોંધાવી શકશે.

પાલડી સ્થિત મુખ્ય કંટ્રોલ રૂમમાં ઓટોમેટિક રેઈનગેજથી વરસાદના રિયલ-ટાઈમ ડેટા મેળવવામાં આવશે. ઉપરાંત વાસણા બેરેજ અને ધરોઈ ડેમના જળસ્તરની પણ સતત માહિતી મેળવી સ્થિતિ પર નજર રાખવામાં આવશે.

મોન્સૂન કંટ્રોલ રૂમના સંપર્ક નંબર

  • મુખ્ય કંટ્રોલ રૂમ (પાલડી): 079-26582520 / 9978355303 (વોટ્સએપ)
  • મધ્ય ઝોન: 9099064167
  • પશ્ચિમ ઝોન: 6359980916
  • પૂર્વ ઝોન: 9099063856
  • ઉત્તર પશ્ચિમ ઝોન: 9726416112
  • દક્ષિણ પશ્ચિમ ઝોન: 6359980913
  • ઉત્તર ઝોન: 9726415552
  • દક્ષિણ ઝોન: 9099063239

25 કંટ્રોલ રૂમ અને 42 ઓટોમેટિક રેઈનગેજથી સતત દેખરેખ

મનપાએ શહેરના 25 કંટ્રોલ રૂમો અને વિવિધ અન્ડરપાસોને વાયરલેસ સિસ્ટમ તથા સીસીટીવી કેમેરા સાથે જોડ્યા છે. વરસાદના સચોટ આંકડા મેળવવા માટે 42 ઓટોમેટિક રેઈનગેજ અને 13 એનાલોગ ડેટા લોગર કાર્યરત કરવામાં આવ્યા છે. અધિકારીઓ દ્વારા 24 કલાક સતત મોનિટરિંગ કરવામાં આવશે.

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોની સીધી દેખરેખ હેઠળ ઇજનેર, હેલ્થ અને એસ્ટેટ વિભાગ સહિત તમામ વિભાગોના કર્મચારીઓને અને જરૂરી મશીનરીને આકસ્મિક પરિસ્થિતિ માટે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે.

પાણી ભરાવાની ફરિયાદોનો ત્વરિત નિકાલ

ભારે વરસાદ દરમિયાન રસ્તા બેસી જવા અથવા રોડ સેટલમેન્ટની ફરિયાદો મળતા જ સ્થળે બેરીકેડિંગ અને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. પોટહોલ્સની સમસ્યા માટે ટ્રેક્ટર, જેટ પેચર મશીન, વાઈબ્રેટર મશીન અને અન્ય સાધનો સાથે વિશેષ ટીમો તૈનાત રહેશે. કોલ્ડ મિક્સ અને વેટ મિક્સ સામગ્રી દ્વારા તાત્કાલિક સમારકામ કરવામાં આવશે.

72 હજારથી વધુ કેચપીટોની સફાઈ પૂર્ણ

શહેરમાં વરસાદી પાણીના ઝડપી નિકાલ માટે કુલ 72,586 કેચપીટોની સફાઈનો પ્રથમ તબક્કો પૂર્ણ કરવામાં આવ્યો છે. હાલમાં બીજા તબક્કાની કામગીરી ચાલુ છે અને ત્યારબાદ ત્રીજા તબક્કાનું કામ હાથ ધરાશે.

26 અન્ડરપાસમાં હેવી કેપેસિટી પંપો

શહેરના 26 અન્ડરપાસોમાં ભારે ક્ષમતાવાળા પંપો સ્થાપિત કરવામાં આવ્યા છે જેથી વરસાદી પાણીનો ઝડપી નિકાલ થઈ શકે. અનુભવી સ્ટાફને વોકી-ટોકી સાથે તૈનાત કરવામાં આવ્યો છે. સાબરમતી નદીમાં વરસાદી પાણી છોડવા માટે પશ્ચિમ વિસ્તારમાં 25 અને પૂર્વ વિસ્તારમાં 18 ડિસ્ચાર્જ પોઈન્ટ કાર્યરત રહેશે.

નીચાણવાળા વિસ્તારો માટે 40 ‘વરૂણ પંપ’ નો ઉપયોગ કરાશે

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ત્યારે તાત્કાલિક નિકાલ માટે 40 વાહન માઉન્ટેડ હેવી ડી-વોટરિંગ ‘વરૂણ પંપ’ તૈયાર રાખવામાં આવ્યા છે. ઉપરાંત ટ્રોલી પંપ અને અન્ય ડી-વોટરિંગ સાધનો પણ ઉપલબ્ધ રહેશે.

ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ અને વીજ પુરવઠા સંબંધિત ફરિયાદોના ઝડપી નિરાકરણ માટે ટોરેન્ટ પાવરના નિષ્ણાત કર્મચારીઓને પણ મુખ્ય કંટ્રોલ રૂમમાં હાજર રાખવામાં આવશે.

બચાવ કામગીરી માટે ફાયર વિભાગ સ્ટેન્ડ-ટુ

ભારે વરસાદની સ્થિતિમાં ટ્રાફિક ડાયવર્ઝન અને ટ્રાફિક જામની સમસ્યાઓને નિયંત્રિત કરવા માટે ટ્રાફિક પોલીસનો સ્ટાફ પણ મુખ્ય કંટ્રોલ રૂમ સાથે સંકલન કરશે.

આ પણ વાંચોઃ છોટાઉદેપુર-રાજપીપળા-ભાવનગરમાં વરસાદ, ખેડૂતોએ ડાંગર,મકાઈ,તુવાર સહિતના પાકનું વાવેતર કર્યું

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તો નાગરિકોને શાળાઓ, કોમ્યુનિટી હોલ, રેન બસેરા અને અન્ય સલામત સ્થળોએ સ્થળાંતરિત કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ બોટ, હેવી ડી-વોટરિંગ પંપ, હાઈડ્રોલિક કટર અને અન્ય બચાવ સાધનો વિવિધ ફાયર સ્ટેશનોમાં તૈયાર રાખવામાં આવ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad monsoon 2026 AMC Monsoon Control Room monsoon 2026
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ