બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / કોલકાતા એરપોર્ટ પર હાઈવોલ્ટેજ ડ્રામા: અભિષેક બેનર્જીના આગમન પહેલાં TMC-BJP કાર્યકરો વચ્ચે હંગામો
Last Updated: 10:55 PM, 19 June 2026
પશ્ચિમ બંગાળના રાજકારણમાં પક્ષ પલટા અને આંતરિક વિવાદોની વચ્ચે એક મોટી હિંસક ઘટના સામે આવી છે. તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ અભિષેક બેનર્જી દિલ્હીથી કોલકાતા પહોંચે તે પહેલાં જ કોલકાતા એરપોર્ટ રણમેદાનમાં ફેરવાઈ ગયું હતું. એરપોર્ટના અરાઈવલ ગેટની બહાર ટીએમસી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે જોરદાર હંગામો અને મારામારી થઈ હતી. બંને પક્ષના સમર્થકો વચ્ચે વિવાદ એટલો વધી ગયો કે વાત લાત-ધૂસા પર પહોંચી ગઈ હતી. એરપોર્ટ જેવા હાઈ-સિક્યોરિટી ઝોનમાં અચાનક વધેલી અફરાતફરીને નિયંત્રણમાં લેવા માટે ભારે પોલીસ કાફલાને તાત્કાલિક ઘટનાસ્થળે દોડવું પડ્યું હતું.
ADVERTISEMENT
#WATCH | West Bengal | Chaos erupts at Kolkata Airport as Abhishek Banerjee is reportedly expected to arrive here from Delhi pic.twitter.com/8e1aOxGeT0
— ANI (@ANI) June 19, 2026
ADVERTISEMENT
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ટીએમસી નેતા અભિષેક બેનર્જી દિલ્હીની મહત્વની બેઠક પૂર્ણ કરીને ફ્લાઈટ દ્વારા કોલકાતા આવવાના હતા. તેમના સ્વાગત માટે મોટી સંખ્યામાં ટીએમસીના કાર્યકરો એક્ઝિટ ગેટ પાસે એકઠા થયા હતા. આ જ સમયે ભાજપના કાર્યકરો પણ ત્યાં પહોંચતા વાતાવરણ તંગ બન્યું હતું.
ટીએમસી સમર્થકોએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે ભાજપના કાર્યકરો એરપોર્ટ પર કોઈ વ્યાજબી કારણ વગર ભેગા થયા હતા અને તેમનો મુખ્ય ઈરાદો અભિષેક બેનર્જી બહાર આવે ત્યારે તેમના પર ઈંડા ફેંકવાનો હતો. આ બાબતને લઈને બંને જૂથના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા. શરૂઆતમાં સામાન્ય બોલાચાલી અને ધક્કામુક્કી થયા બાદ બંને પક્ષો વચ્ચે ઉગ્ર મારામારી શરૂ થઈ ગઈ હતી. અંતે પોલીસે દરમિયાનગીરી કરીને બંને જૂથોને અલગ કર્યા હતા અને ભારે જહેમત બાદ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા સામાન્ય બનાવી હતી.
ADVERTISEMENT
#WATCH | Kolkata | A supporter of Abhishek Banerjee says, "We have come here to receive Abhishek Banerjee, when a person from BJP came here, followed by some boys with eggs in their hands. We requested them not to initiate this culture, they said we taught them this... They… https://t.co/Rz210OpMPj pic.twitter.com/co0EPDNJKf
— ANI (@ANI) June 19, 2026
ADVERTISEMENT
હાલના દિવસોમાં તૃણમૂલ કોંગ્રેસની અંદર આંતરિક મોરચે મોટો રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. આ જ ગંભીર મુદ્દાના ઉકેલ માટે અભિષેક બેનર્જી ખાસ દિલ્હીના પ્રવાસે ગયા હતા, જ્યાં તેમણે લોકસભાના સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરી હતી. અભિષેક બેનર્જીની માંગ છે કે જે સાંસદો પક્ષની વિચારધારા અને નિયમોની વિરુદ્ધ જઈને નવો પક્ષ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અથવા તો અન્ય પક્ષમાં જોડાવાની પેરવીમાં છે, તેમની સંસદ સભ્યતા તાત્કાલિક રદ કરવામાં આવે. આ સંદર્ભમાં તેમણે સ્પીકર ઓમ બિરલાને પક્ષના આવા 20 બળવાખોર સાંસદો વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ પત્ર પણ સોંપ્યો છે.
આ પણ વાંચો- રાજુલાના કોવાયા ગામમાં યુવકના શિકાર બાદ પગ મળ્યો, કૂતરું મોઢામાં પકડી કંપની તરફ લઈ ગયું
ADVERTISEMENT
એરપોર્ટ પર ઉતરીને પત્રકારો અને કાર્યકરો સાથે વાતચીત કરતી વખતે અભિષેક બેનર્જીએ પક્ષ પલટો કરનારા કે બળવો કરનારા નેતાઓને આકરા શબ્દોમાં ખરીખોટી સંભળાવી હતી. તેમણે અત્યંત કડક વલણ અપનાવતા કહ્યું કે, રાજકારણમાં હાર અને જીત તો ચાલતી જ રહે છે, તે લોકશાહીનો હિસ્સો છે. પરંતુ જો કોઈ નેતા કેન્દ્રીય એજન્સીઓથી ડરીને અથવા કરોડો રૂપિયાના લાલચમાં આવીને એમ કહે કે તે ચૂંટણી લડશે નહીં, ઘરમાં બેસી જશે અથવા ભાજપ સાથે હાથ મિલાવી લેશે, તો આવા કરોડરજ્જુ વગરના લોકો માટે પશ્ચિમ બંગાળની ધરતી પર કોઈ સ્થાન નથી. તેમણે બળવાખોરોને પડકાર ફેંકતા વધુમાં ઉમેર્યું કે, જો પક્ષના કોઈ સાંસદ કે નેતાને તેમની આ કડક વાતોથી ખોટું લાગ્યું હોય અથવા દુઃખ થયું હોય, તો તેઓ મારી સામે અદાલતમાં કેસ કરવા માટે સ્વતંત્ર છે. હું કોર્ટમાં કાયદાકીય રીતે સાબિત કરી આપીશ કે કોણ સાચું છે અને કોણ પક્ષદ્રોહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.