બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / 'સિક્સર કિંગ' યુવરાજ સિંહની IPLમાં થશે વાપસી, આ ટીમમાં મળી શકે છે મોટી ભૂમિકા
Last Updated: 09:15 PM, 19 June 2026
IPL: યુવરાજ સિંહે 2011 ના વન ડે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીતમાં પોતાના શાનદાર પ્રદર્શનથી મહત્વની ભૂમિકા ભજવી હતી. યુવીએ 2007 ના ટી20 વર્લ્ડ કપમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. ઈંગ્લેન્ડ સામેની મેચ દરમિયાન યુવરાજે સ્ટુઅર્ટ બ્રોડના ઓવરમાં સતત છ છગ્ગા ફટકાર્યા હતા.
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ હવે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં નવી ભૂમિકા ભજવતા જોવા મળી શકે છે. TOI ના અહેવાલ મુજબ દિલ્હી કેપિટલ્સ આઇપીએલ 2027 દ્વારા યુવરાજને તેના સપોર્ટ સ્ટાફમાં સામેલ કરવાની તૈયારી કરી રહ્યું છે. જો આવું થાય, તો તે યુવરાજની કોચિંગ કારકિર્દીનું પ્રથમ મોટું અને હાઇ-પ્રોફાઇલ અસાઇનમેંટ હશે.
દિલ્હી કેપિટલ્સ શરૂઆતની આઇપીએલ સીઝનથી ટાઇટલની શોધમાં છે, પરંતુ ટીમ સતત અપેક્ષાઓ પર ખરી ઉતરવામાં નિષ્ફળ રહી છે. આવી સ્થિતિમાં દિલ્હી કેપિટલ્સ હવે તેના સપોર્ટ સ્ટાફમાં મોટા ફેરફારો કરવાની યોજના બનાવી રહી છે, અને યુવરાજ સિંહનું નામ સૌથી આગળ છે.
ADVERTISEMENT
આગામી બે વર્ષ માટે દિલ્હી કેપિટલ્સનું સંચાલન ફરીથી JSW ગ્રુપ દ્વારા કરવામાં આવશે. આ સાથે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી ફરી એકવાર દિલ્હી કેપિટલ્સ ખાતે ક્રિકેટ ડિરેક્ટરની ભૂમિકા સંભાળી શકે છે. ગાંગુલી અને યુવરાજ સિંહની જોડી દિલ્હી કેપિટલ્સ માટે એક નવો અધ્યાય લખી શકે છે. એક વરિષ્ઠ ફ્રેન્ચાઇઝ અધિકારીએ એવો પણ સંકેત આપ્યો છે કે યુવરાજને ટીમમાં સમાવવા માટે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ સ્પોર્ટસ / 'કોહલીએ ખુદ પોતાનું ભવિષ્ય નક્કી કરવું જોઈએ', ODI વર્લ્ડ કપને લઇ પૂર્વ સિલેક્ટરનું નિવેદન
અભિષેક અને શુભમનને કરી ચુક્યા છે ટ્રેન
ADVERTISEMENT
યુવરાજ સિંહ ભલે હજુ સુધી કોઈપણ આઇપીએલ ટીમના સત્તાવાર કોચ બન્યા ન હોય, પરંતુ યુવા ખેલાડીઓને નિખારવામાં તેમની ભૂમિકા કોઈ છુપાયેલી નથી. ભારતના યુવા સ્ટાર અભિષેક શર્મા, શુભમન ગિલ અને પ્રભસિમરન સિંહે અનેક વખત સ્વીકાર્યું છે કે યુવરાજે તેમની રમત અને માનસિકતા બહેતર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અભિષેકની કારકિર્દીમાં યુવરાજની ભૂમિકા ખાસ કરીને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ક્રિકેટ જગતમાં યુવરાજને ફક્ત કોચ તરીકે જ નહીં પરંતુ એક માર્ગદર્શક તરીકે જોવામાં આવે છે જે ખેલાડીઓને માત્ર ટેકનિક જ નહીં પરંતુ દબાણને સંભાળવાની અને મોટા મંચ પર પ્રદર્શન કરવાની કળા પણ શીખવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.