બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કર્મચારીઓને મળશે 93 લાખનું એરિયર? સમજો 8મા પગાર પંચનું આ ગણિત
Last Updated: 04:50 PM, 18 June 2026
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આગામી સમય આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો સાબિત થવા જઈ રહ્યો છે. સામાન્ય રીતે સરકારી કર્મચારીઓમાં પગાર પંચ લાગુ થવામાં થતી મોડાઈને લઈને ચિંતા હોય છે, પરંતુ આ વખતે 8મા પગાર પંચના કિસ્સામાં આ વિલંબ જ કર્મચારીઓ માટે મોટી કમાણીનું સાધન બની શકે છે. 8મું પગાર પંચ હાલમાં અલગ-અલગ કર્મચારી સંગઠનો અને પેન્શનર્સ એસોસિએશનો સાથે બેઠકો કરીને તેમના સૂચનો લઈ રહ્યું છે. એક્સપર્ટ્સના મતે, જો નવું વેતનમાળખું 1 જાન્યુઆરી 2026 થી પ્રભાવી માનવામાં આવે અને તેને લાગુ કરવામાં 20 મહિના જેટલો સમય નીકળી જાય, તો ઉચ્ચ સ્તરના અધિકારીઓને લાખો રૂપિયાનું એરિયર એકસાથે મળશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
7મા પગાર પંચના પે-મેટ્રિક્સ અનુસાર, લેવલ-15 થી લેવલ-18 હેઠળ આવતા અધિકારીઓ કેન્દ્ર સરકારના વહીવટી તંત્રના સર્વોચ્ચ શિખર પર હોય છે. આ પદો પર સામાન્ય રીતે 30 થી 35 વર્ષનો બહોળો વહીવટી અનુભવ ધરાવતા દેશની પ્રતિષ્ઠિત સેવાઓ જેવી કે IAS, IPS, IFS અને સંરક્ષણ સેવાઓ (Defence Services) ના વરિષ્ઠ પ્રશાસકો તૈનાત હોય છે.

ADVERTISEMENT
લેવલ 15 (ન્યૂનતમ બેઝિક ₹1,82,200): ભારત સરકારના એડિશનલ સેક્રેટરી (Additional Secretary), CBDT/CBIC ના પ્રિન્સિપલ ચીફ કમિશનર, પ્રિન્સિપલ જનરલ ઓડિટર અને ઓર્ગેનાઇઝ્ડ ગ્રુપ-A સેવાઓના વરિષ્ઠ અધિકારીઓ.
ADVERTISEMENT
લેવલ 16 (ન્યૂનતમ બેઝિક ₹2,05,400): ભારત સરકારના સ્પેશિયલ સેક્રેટરી, કેટલાક મુખ્ય વિભાગોના ડાયરેક્ટર જનરલ (DG), વરિષ્ઠ પોલીસ અને સંરક્ષણ અધિકારીઓ.
લેવલ 17 - એપેક્સ સ્કેલ (ન્યૂનતમ બેઝિક ₹2,25,000): ભારત સરકારના સેક્રેટરી (સચિવ), રાજ્યોના મુખ્ય સચિવ (Chief Secretary), આર્મી કમાન્ડર, થલ/નૌ/વાયુસેનાના ડેપ્યુટી ચીફ, અને મોટા રાજ્યોના DGP.
ADVERTISEMENT
લેવલ 18 - કેબિનેટ સેક્રેટરી સ્કેલ (ન્યૂનતમ બેઝિક ₹2,50,000): દેશનું સર્વોચ્ચ વહીવટી પદ એટલે કે કેબિનેટ સેક્રેટરી (Cabinet Secretary) અને સશસ્ત્ર દળોના સર્વોચ્ચ સેવા પ્રમુખો (ચીફ).

ADVERTISEMENT
પગાર પંચમાં વેતન કેટલું વધશે તેનો આખરી આધાર 'ફિટમેન્ટ ફેક્ટર' (Fitment Factor) પર હોય છે. આ એક એવો આંકડો છે જેને વર્તમાન બેઝિક પગાર સાથે ગુણીને નવો સુધારેલો બેઝિક પગાર નક્કી કરવામાં આવે છે. હાલમાં એક્સપર્ટ્સ દ્વારા 2.0, 2.15, 2.28, 2.57 અને 2.86 જેવા સંભવિત ફિટમેન્ટ ફેક્ટરના આધારે ગણતરીઓ માંડવામાં આવી રહી છે. ફિટમેન્ટ ફેક્ટર જેટલું ઊંચું રહેશે, કર્મચારીઓનો પગાર અને તેમનું એરિયર એટલું જ પ્રચંડ બનશે.
જો સરકાર કર્મચારીઓની માંગ સ્વીકારીને 2.86 નું ફિટમેન્ટ ફેક્ટર મંજૂર કરે છે, તો 20 મહિનાનું એરિયર રેકોર્ડ તોડી નાખશે:
લેવલ 15: વર્તમાન બેઝિક ₹1,82,200 થી વધીને સુધારેલો બેઝિક ₹5,21,092 થશે. એટલે કે દર મહિને ₹3,38,892 નો વધારો થશે, જે 20 મહિનામાં કુલ ₹67,77,840 નું એરિયર બનશે.
લેવલ 16: વર્તમાન બેઝિક ₹2,05,400 થી વધીને સુધારેલો બેઝિક ₹5,87,444 થશે. માસિક વધારો ₹3,82,044 અને 20 મહિનાનું કુલ એરિયર ₹76,40,880 થશે.
લેવલ 17: વર્તમાન બેઝિક ₹2,25,000 થી વધીને સુધારેલો બેઝિક ₹6,43,500 થશે. માસિક વધારો ₹4,18,500 અને 20 મહિનાનું કુલ એરિયર ₹83,70,000 થશે.
લેવલ 18: વર્તમાન બેઝિક ₹2,50,000 થી વધીને સુધારેલો બેઝિક ₹7,15,000 થશે. માસિક વધારો ₹4,65,000 અને 20 મહિનાનું કુલ એરિયર સીધું ₹93,00,000 (93 લાખ) પર પહોંચશે.

જો સૌથી નીચું એટલે કે 2.0 નું ફિટમેન્ટ ફેક્ટર રાખવામાં આવે તો પણ એરિયરની રકમ લાખોમાં રહેશે:
લેવલ 15: સુધારેલો બેઝિક ₹3,64,400 (વધારો ₹1,82,200) -> 20 મહિનાનું એરિયર ₹36,44,000
લેવલ 16: સુધારેલો બેઝિક ₹4,10,800 (વધારો ₹2,05,400) -> 20 મહિનાનું એરિયર ₹41,08,000
લેવલ 17: સુધારેલો બેઝિક ₹4,50,000 (વધારો ₹2,25,000) -> 20 મહિનાનું એરિયર ₹45,00,000
લેવલ 18: સુધારેલો બેઝિક ₹5,00,000 (વધારો ₹2,50,000) -> 20 મહિનાનું એરિયર ₹50,00,000
તેવી જ રીતે જો 2.15 ફિટમેન્ટ ફેક્ટર રહે તો એરિયર ₹42 લાખથી ₹57 લાખ સુધી અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર આ રકમ ₹80 લાખની આસપાસ પહોંચી શકે છે.
આ પણ વાંચોઃ બેકાબૂ કાર ખીણમાં ખાબકી, મુંડન સમારોહથી પરત ફરતા એક જ ગામના સાત લોકોના મો*ત
અત્રે નોંધવું જરૂરી છે કે આ તમામ આંકડાઓ નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલી સંભવિત કેલ્ક્યુલેશન પર આધારિત છે. 8મું પગાર પંચ અત્યારે ભલામણો તૈયાર કરવાની પ્રક્રિયામાં છે. પંચનો આખરી અહેવાલ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે સરકાર કયા ફિટમેન્ટ ફેક્ટરને મંજૂરી આપે છે અને કઈ તારીખથી તેને લાગુ કરવામાં આવે છે. પરંતુ એક વાત નક્કી છે કે જો આ પ્રક્રિયા લાંબી ચાલશે, તો દેશના ટોચના વહીવટી અધિકારીઓને નિવૃત્તિ કાળ દરમિયાન એક બહુ મોટું આર્થિક ભથ્થું (એરિયર) મળવાનું નિશ્ચિત છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.