ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / બેકાબૂ કાર ખીણમાં ખાબકી, મુંડન સમારોહથી પરત ફરતા એક જ ગામના સાત લોકોના મો*ત

દુર્ઘટના / બેકાબૂ કાર ખીણમાં ખાબકી, મુંડન સમારોહથી પરત ફરતા એક જ ગામના સાત લોકોના મો*ત

Published By: Priykant Shrimali

Last Updated: 11:54 AM, 18 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chamba Car Accident : મુંડન સમારોહમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહેલા લોકોની કાર ઊંડી ખીણમાં ખાબકતાં એક જ ગામના સાત લોકોના કરૂણ મો*ત

ADVERTISEMENT

Chamba Car Accident : હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં બનેલી એક દુઃખદ માર્ગ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તાર શોકનો માહોલ વ્યાપી ગયો છે. પરિવાર અને ગામ માટે ખુશીના પ્રસંગ તરીકે શરૂ થયેલો દિવસ થોડા કલાકોમાં જ ગમગીનીમાં ફેરવાઈ ગયો. મુંડન સમારોહમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહેલા લોકોની કાર ઊંડી ખીણમાં ખાબકતાં એક જ ગામના સાત લોકોના કરૂણ મોત થયા હતા.

મધરાતે સર્જાઈ ભયાનક દુર્ઘટના

મળતી માહિતી મુજબ બુધવારે મોડી રાત્રે લગભગ બે વાગ્યાના સમયે મસરુંદ-હમાલ માર્ગ પર એક બોલેરો વાહન અચાનક કાબૂ બહાર થઈ ગયું હતું. પહાડી માર્ગ પર સંતુલન ગુમાવતા બોલેરો સીધી જ ઊંડી ખીણમાં ખાબકી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, વાહનના ભાગે ભાગ થઈ ગયા હતા અને તેમાં સવાર લોકો બચી શક્યા નહોતા. પ્રાથમિક અહેવાલો અનુસાર ઘટનાસ્થળે જ સાત લોકોના મોત થયા હતા. મૃતકોમાં મહિલાઓ અને પુરુષો બંનેનો સમાવેશ થાય છે.

મુંડન સમારોહથી પરત ફરતી વેળાએ બન્યો અકસ્માત

અકસ્માતગ્રસ્ત વાહન કુઠેડ ગ્રામ પંચાયતના મહલ ગામ સાથે સંકળાયેલું હોવાનું સામે આવ્યું છે. ગામના લોકો નજીકના કાકડોથા ગામમાં આયોજિત મુંડન સમારોહમાં હાજરી આપવા ગયા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ લોકો એક જ વાહનમાં પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. જોકે રસ્તામાં જ આ દુર્ઘટના સર્જાતા ખુશીના પ્રસંગે હાજરી આપનાર પરિવારો માટે આ ઘટના જીવનભરનો ઘા બની ગઈ.

આ પણ વાંચો : PM મોદી પર ટિપ્પણી મલ્લિકાર્જુન ખડગેને પડી ભારે: રાજ્યસભામાં વિશેષાધિકાર ભંગની નોટિસ

અંધારામાં ચાલ્યું બચાવ અભિયાન

અકસ્માતની જાણ થતાં જ પોલીસ, સ્થાનિક વહીવટી તંત્ર અને ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ખીણમાં પડેલા વાહન સુધી પહોંચવું અત્યંત મુશ્કેલ હતું. રાત્રિનો સમય, અંધકાર અને પહાડી વિસ્તારની વિકટ પરિસ્થિતિઓને કારણે બચાવ કામગીરીમાં અનેક પડકારો ઉભા થયા હતા. સ્થાનિક લોકો પણ રાહત કામગીરીમાં જોડાયા હતા અને ખીણમાં ઉતરી મૃતદેહોને બહાર કાઢવામાં મદદ કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Himachal Pradesh News Chamba Accident Car Falls Into Gorge

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ