ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / દૂધની જગ્યાએ તમે ક્યાંક નથી પીતાને ડીટરજન્ટ? જાણો નકલી દૂધ ઓળખવાની રીત

તમારા કામનું / દૂધની જગ્યાએ તમે ક્યાંક નથી પીતાને ડીટરજન્ટ? જાણો નકલી દૂધ ઓળખવાની રીત

Published By: Nirav Kumar

Last Updated: 04:42 PM, 18 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માર્કેટમાં દરેક વસ્તુમાં ભેળસેળ જોવા મળે છે. જેમાંથી દૂધ પણ બાકાત નથી રહ્યું. અમુક લે-ભાગુ તત્વો યુરિયાથી પણ નકલી દૂધ બનાવે છે. ચાલો અસલી દૂધ ઓળખવાની રીતે જાણીએ.

ADVERTISEMENT

આજકાલ લોકો નફા માટે ખાવા પીવાની વસ્તુઓમાં ભેળસેળ કરે છે. જેમાં ફળો અને શાકભાજીને કેમિકલથી પકવવામાં આવે છે. તાજેતરમાં સેંકડો લિટર નકલી દૂધ જપ્ત કરવામાં આવ્યું છે. આ નકલી દૂધ ઓછી કિંમતે પેદા થાય છે અને માર્કેટમાં અસલી ભાવે વેચાય છે, જેનાથી મોટો નફો થાય છે. એવામાં સવાલ થાય છે કે, શું આપણે અસલી દૂધ પી રહ્યા છીએ? ચાલો જાણીએ કે અસલી અને નકલી દૂધ વચ્ચે કેવી રીતે તફાવત કરવો.

  • નકલી દૂધમાં કઈ ભેળસેળ હોય છે?

સામાન્ય રીતે ભેળસેળવાળા દૂધમાં મોટી માત્રામાં પાણી ઉમેરવામાં આવે છે જે તેને પાતળું બનાવે છે. અમુક લોકો દૂધને ઘટ્ટ કરવા માટે સ્ટાર્ચ ઉમેરે છે. બીજા લોકો દૂધમાં ડિટર્જન્ટ પણ ભેળવે છે, જે તેના સ્વાદ અને પોષણ બંનેને અસર કરે છે. ડિટર્જન્ટ કે યુરિયા ધરાવતું દૂધ સ્વાસ્થ્ય માટે સૌથી ખતરનાક માનવામાં આવે છે.

hiring vtv 1
  • લાકડીથી કરો ચેક

લાકડાની કે કાચની બોટલ લો અને તેમાં દૂધનું એક ટીપું નાખો. જો દૂધ ધીમે ધીમે વહે છે અને નિશાન છોડી દે છે તો તે અસલી છે. જો દૂધ ઝડપથી સરકે છે તો તે પાણીમાં મળેલુ છે. અસલી દૂધ હંમેશા ઘટ્ટ હોય છે અને પાણીવાળું દૂધ પાતળું હોય છે. ગાયનું દૂધ પણ પાતળું હોય છે પરંતુ તે ધીમે ધીમે વહે છે.

  • ગ્લાસ ટેસ્ટ

ઘણા લોકો દૂધમાં ડિટર્જન્ટ કે યુરિયા ઉમેરે છે. તેને ઓળખવા માટે એક નાનો ગ્લાસ લો અને તેમાં 5 મિલી દૂધ અને એટલી જ માત્રામાં પાણી ઉમેરો. તેને જોરથી હલાવો. જો દૂધ થોડું ફીણ વળે અને ઝડપથી અદૃશ્ય થઈ જાય તો તે અસલી છે. જો દૂધમાં ફીણ બને છે અને અદૃશ્ય ન થાય તો તે નકલી હોઈ શકે છે.

વધુ વાંચો : મિનિટોમાં સાફ થઈ જશે ગાદલા-રજાઈ, ટ્રાય કરો આ બે ઉપાય

  • મીઠાથી કરો ચેક

જો દૂધમાં સ્ટાર્ચ ભેળવવામાં આવેલુ હોય તો તમે તેને ઓળખવા માટે મીઠાનો ઉપયોગ કરી શકો છો. એના માટે તમારે એક ગ્લાસમાં 5 મિલી દૂધ લેવું અને આયોડાઇઝ્ડ મીઠુંના 2-3 ટીપાં ઉમેરવા.. જો દૂધ વાદળી થઈ જાય તો તેમાં સ્ટાર્ચ હોય છે. યુરિયા ધરાવતા દૂધને ઓળખવા માટે તુવેરનો પાવડર ઉમેરો અને 5 મિનિટ માટે હલાવો. હવે લાલ લિટમસ પેપર ઉમેરીને ચેક કરો. જો કાગળનો રંગ વાદળી થઈ જાય તો તે નકલી હોઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Adulteration Urea Fake Milk

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ