બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / સસ્તી થવાની છે કાર, 15 જુલાઈથી લાગુ થશે નિયમ, 10 ટકા થઈ જશે ટેરિફ
Last Updated: 04:40 PM, 18 June 2026
ભારત-યુકે ફ્રી ટ્રેડ ડીલ 15 જુલાઈથી અમલમાં આવશે. આ FTAમાં ભારત અને યુકે વચ્ચે અનેકે વસ્તુઓ પર ટેરિફ ઘટાડવામાં આવશે કે ઝીરો કરવામાં આવશે. આ ફ્રી ટ્રેડ ડીલ ઓટોમોબાઈલ જગત માટે પણ મહત્વનું છે. આ FTA બાદ ભારતમાં ઘણી પ્રીમિયમ કાર પર ટેરિફ ઘટાડવામાં આવશે. મતલબ કે,ભારતમાં પ્રીમિયમ કાર સસ્તી થશે. યુનાઇટેડ કિંગડમના ડિપાર્ટમેન્ટ ઓફ બિઝનેસ એન્ડ ટ્રેડ અનુસાર, બ્રિટિશ ઓટોમોબાઈલ કંપનીઓને ભારતમાં સરળતાથી પ્રવેશ મળશે. આ કાર પરનો ક્વોટા ટેરિફ 100% થી ઘટાડીને 10% કરવામાં આવશે.
ADVERTISEMENT
આ ડીલ બ્રિટિશ કાર કંપનીઓને ભારતમાં વધુ સારી ઍક્સેસ આપશે. તે જ સમયે અનેક ભારતીય કંપનીઓ માટે યુકેમાં મોટા મોકા ખુલશે. ભારતીય કંપનીઓને ટેક્સ્ટાઇલ, લેધર , ફૂટવેર, ઇલેક્ટ્રોનિક્સ, ફાર્માસ્યુટિકલ્સ અને બીજા ક્ષેત્રોમાં મોટું માર્કેટ મળશે.
ADVERTISEMENT
ફ્રી ટ્રેડ ડીલના અમલની જાહેરાત 17 જૂને કરવામાં આવી હતી અને વ્યવસાયોને તૈયારી કરવા તેમની સિસ્ટમ સેટ કરવા અને જરૂરી રજીસ્ટ્રેશન પૂરૂ કરવા માટે 28 દિવસનો સમય આપવામાં આવ્યો છે. યુકે સરકાર આને ભારતનો અત્યાર સુધીનો મોટો વ્યાપક વેપાર ડીલ જણાવી રહી છે.

ADVERTISEMENT
યુકે સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઓટોમોબાઈલ ટેરિફ ક્વોટા 100% થી ઘટાડીને 10% કરવામાં આવશે. પણ આ ક્વોટાની લિમિટ વિશે ડીટેલ આપવામાં આવી નથી. મતલબ કે આ ટેરિફ ઘટાડાથી બ્રિટિશ કંપનીઓ વાર્ષિક કેટલા વાહનો ભારતમાં આયાત કરી શકશે? આ ભારત-યુકે ડીલની અસર પહેલાથી જ દેખાઈ રહી છે. જેમાં કંપનીઓએ તેમના વાહનોના ભાવ ઘટાડવાનું શરૂ કરી દીધું છે. જેમાં 5 મેના રોજ જગુઆર લેન્ડ રોવર (JLR) એ યુકેથી આયાત કરાયેલા બે રેન્જ રોવર મોડેલ પર ભાવ ઘટાડાની જાહેરાત કરી હતી.
ADVERTISEMENT
કંપનીએ રેન્જ રોવર SV ની કિંમત 75 લાખ ઘટાડીને 3.50 કરોડ રૂપિયા કરી છે. અગાઉ આ કારની કિંમત 4.25 કરોડ રૂપિયા હતી. રેન્જ રોવર સ્પોર્ટ SV ની કિંમત 40 લાખ ઘટાડીને 2.75 કરોડથી ઘટાડીને 2.35 કરોડ રૂપિયા કરી છે.
આ સિવાય બ્રિટિશ સુપરકાર ઉત્પાદક મેકલેરેન પણ તેની કારની કિંમતમાં 38% સુધીનો ઘટાડો કરવાની તૈયારી કરી રહી છે. મેકલેરેન 750S કૂપની પહેલા કિંમત 5.91 કરોડ રૂપિયા હતી, જે ઘટાડીને લગભગ 3.9 કરોડ રૂપિયા થઈ શકે છે. આ સિવાય 750S સ્પાઇડરની કિંમતઘટાડીને 5.46 કરોડ રૂપિયા થઈ શકે છે. બીજી કંપનીઓએ હજુ સુધી કિંમત ઘટાડાની જાહેરાત કરી નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT
FTA માં 3000cc થી ઉપરના એન્જિનવાળી પેટ્રોલ કાર અને 2500cc થી ઉપરની ડીઝલ કાર પરનો ટેરિફ પ્રથમ વર્ષમાં 110% થી ઘટાડીને 30% કરવામાં આવશે. આ દર 10,000 વાહનો પર લાગુ થશે. આ દરમિયાન 1500ccથી 3000cc સુધીના એન્જિનવાળી પેટ્રોલ કાર અને 2500cc સુધીના એન્જિનવાળી ડીઝલ કાર પરનો ટેરિફ 66% થી ઘટાડીને 50% કરવામાં આવશે. એના માટે 5000 કારનો ક્વોટા રહેશે. જેમાં 1500cc સુધીના એન્જિનવાળી કાર પર પણ પ્રથમ વર્ષમાં 50% ટેરિફ લાગશે. આ 5000 કારના ક્વોટા પર પણ લાગુ પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.