બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / ધરણાંથી ગાંધીનગર સુધી પહોંચ્યો નર્મદા ભાજપનો વિવાદ, આખરે મનાવાયાં દર્શનાબેન
Last Updated: 01:37 PM, 20 June 2026
નર્મદા જિલ્લાના રાજકારણમાં ભાજપનો આંતરિક વિવાદ થમી ચૂક્યો છે. નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ આદિવાસી હોવાથી વારંવાર અપમાન થતુ હોવાનુ અનુભવતા ધરણાં પર બેસી ગયાં હતાં. સમગ્ર ઘટનાક્રમને લઈ ધારાસભ્યને ગાંધીનગરથી તેડું આવ્યું હતું.
ADVERTISEMENT
નર્મદાના રાજપીપળા સ્થિત આંબેડકર હોલમાં પ્રબુદ્ધ નાગરિકોના સન્માન માટે ભાજપે એક કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દર્શનાબેન દેશમુખનું પ્રોટોકોલ મુજબ સ્વાગત ન થયું હોવાનો તેમણે દાવો કર્યો હતો. દર્શનાબેને આ ઘટનાક્રમને સમગ્ર આદિવાસી સમાજનું અપમાન ગણાવ્યું હતું. જેથી તેઓ નારાજ થઇ ધરણાં પર બેસી ગયા હતા.
ADVERTISEMENT
ડૉ દર્શનાબેન દેશમુખે જિલ્લા ભાજપ પ્રમુખ પર આદિવાસી સમાજનું અપમાન કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. તો બીજી તરફ પૂર્વ વનમંત્રી અને સાંસદ ગણપત વસાવાએ પણ આ ઘટનાને આદિવાસીઓનું અપમાન ગણાવ્યું હતું. દર્શનાબેને દાવો કર્યો હતો કે તેઓ આદિવાસી સમાજમાંથી આવતા હોવાથી તેમની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ પર સ્વાર્થની રાજનીતિ કરતા હોવાનો આરોપ લગાવતાં દાવો કર્યો હતો કે ગાંધીનગરથી તેમને મોટા મંત્રીનું પીઠબળ હોવાથી આવી મનમાનીઓ કરે છે. સાથે જ તેમણે રાજીનામાંની પણ માંગ ઉઠાવી હતી.
ADVERTISEMENT
નર્મદા જિલ્લામાં ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચતાં દર્શનાબેન દેશમુખને ગાંધીનગરથી તેડું આવ્યું હતું અને તેમને આખરે ભાજપે મનાવી લેતાં સમગ્ર વિવાદ હાલ પૂરતો થમી ગયો છે.
ગાંધીનગર પ્રદેશ મોવળીમંડળ દ્વારા અમને બોલાવ્યા હતા અને અમારી વાત તેમણે સાંભળી છે. અમે અમારી રજૂઆત કરીને ફરીથી રાજપીપળા પરત આવી ગયા. પ્રદેશ મોવળીમંડળ અને કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ સાથે સંકલન કરી અમને બધા સાથે મુલાકાત કરાવાવમાં આવી હતી.
ADVERTISEMENT
આ પણ વાંચો- સંરક્ષણ ક્ષેત્રમાં નવીનતા અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા સરકારની ઉચ્ચ સ્તરીય પરિષદ
જ્યારે દર્શનાબેનને પૂછવામાં આવ્યું કે, મનસુખભાઈ અને દર્શનાબેનનું આ રીતે ઉપવાસ શરૂ કરવાનું પ્રી-પ્લાન હતું અને જાણી જોઈને જ કાવતરું કર્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. જેના જવાબમાં દર્શનાબેને જણાવ્યું, આ સદંતર ખોટી વાત છે. છેલ્લા ઘણા વર્ષોથી મને જે તકલીફ પડી રહી હતી તેના લીધે મેં જાતે જ ધરણાં પર બેસવાનો નિર્ણય લીધો હતો.
ADVERTISEMENT
ડૉ દર્શનાબેન દેશમુખે કહ્યું, "નિલ રાવએ હજી સુધી મારી રૂબરૂ મુલાકાત નથી લીધી અને ફોન પણ નથી કર્યો, મોવળીમંડળને અમારી રજૂઆત કરી દીધી છે અને પાર્ટી શું નિર્ણય લેશે તે પછી આગળ શું કરવું તે હું વિચારીશ."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.