બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / હાર્દિક પંડ્યા ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાંથી બહાર, કોહલીનો થશે ફિટનેસ ટેસ્ટ

ક્રિકેટ / હાર્દિક પંડ્યા ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાંથી બહાર, કોહલીનો થશે ફિટનેસ ટેસ્ટ

Ajitsinh Jadeja

Last Updated: 01:42 PM, 20 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian Cricket Team: ભારતીય ટીમ હાલમાં અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમી રહી છે, અને હાર્દિક અને કોહલી આ શ્રેણી માટે ટીમ ઇન્ડિયાનો હિસ્સો નથી.

ભારતીય ટીમ હાલમાં અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમી રહી છે. ત્યારબાદ ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ જશે. ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી માટે ભારતીય ટીમની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી. જોકે આ પ્રવાસ અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પંડ્યા ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે, જ્યારે વિરાટ કોહલીનો ફિટનેસ ટેસ્ટ થશે, અને તેના આધારે આગળના નિર્ણયો લેવામાં આવશે.

ભારત અને ઇંગ્લેન્ડ 1 જુલાઈથી શરૂ થતી પાંચ મેચની ટી20 આંતરરાષ્ટ્રીય શ્રેણી રમશે, ત્યારબાદ બંને દેશો વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે. વનડે શ્રેણી 14 જુલાઈથી બર્મિંગહામમાં શરૂ થશે, શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ લોર્ડ્સ ખાતે રમાશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આ સિઝનમાં સતત બીજી વખત આઇપીએલ ટાઇટલ જીત્યું. કોહલીએ આમાં મુખ્ય ભૂમિકા ભજવી, ફાઇનલમાં અડધી સદી ફટકારી. ત્યારથી કોહલી રમતથી બહાર છે. કોહલીને હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી અને તે અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણીમાં રમી શક્યો ન હતો. કોહલી 26 જૂને ઇંગ્લેન્ડમાં ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થશે, અને જો તે પાસ થશે, તો તેને શ્રેણી માટે પસંદ કરવામાં આવશે. જોકે હાર્દિક પંડ્યાની પસંદગી નહીં થાય તે નિશ્ચિત છે.

સારી બાજુ એ છે કે, કેપ્ટન રોહિત શર્માને અફઘાનિસ્તાન સામેની પ્રથમ બે વનડે મેચ રમ્યા બાદ ઇંગ્લેન્ડ શ્રેણી માટે પસંદ કરવામાં આવે તેવી શક્યતા છે. તે ત્રીજી વનડેમાં પણ રમે તેવી અપેક્ષા છે. અગાઉ BCCI સચિવ દેવજીત સૈકિયાએ સમાચાર એજન્સી સાથે એક ઇંટરવ્યૂં જણાવ્યું હતું કે 2027 વર્લ્ડ કપ માટે ભારતના રોડમેપ પર ચર્ચા "જાહેર જનતા માટે નથી", અને વ્યક્તિગત ખેલાડીઓ અને ટીમમાં તેમના ભવિષ્ય વિશે કોઈપણ ચર્ચામાં સામેલ થવાનો ઇનકાર કર્યો હતો.

VTV ADD

આ પણ વાંચોઃ ક્રિકેટ / 'સિક્સર કિંગ' યુવરાજ સિંહની IPLમાં થશે વાપસી, આ ટીમમાં મળી શકે છે મોટી ભૂમિકા

જ્યારે પણ ભારતીય ટીમના 2027 વર્લ્ડ કપ અભિયાન વિશે વાત થાય છે, ત્યારે અનુભવી રોહિત શર્મા અને વિરાટ કોહલી ચર્ચાના કેન્દ્રમાં હોય છે. જોકે સૈકિયા કહે છે કે "બોર્ડરૂમની અંદર વ્યૂહાત્મક ચર્ચાઓ" અંદર રાખવી સારી છે. કોહલી અને રોહિત વનડે વર્લ્ડ કપમાં રમવા માટે પ્રતિબદ્ધ છે પરંતુ પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકર અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આ બંને અનુભવી ખેલાડીઓને ટીમમાં સ્થાન મળશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટ પ્રતિભાવ આપ્યો નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hardik Pandya Virat Kohli ODI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ