બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દિયોદરમાંથી શિક્ષણ વિભાગને શર્મસાર કરતી ઘટના, બાળકોના પુસ્તકો ભંગારમાં વેચાયા
Last Updated: 02:47 PM, 18 June 2026
Deodar Book Disposal Video : વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાની એક સરકારી પ્રાથમિક શાળા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. વાસ્તવમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોએ શિક્ષણ વિભાગની કામગીરી અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. વીડિયોમાં શાળાના એક શિક્ષક કથિત રીતે ભંગારના વેપારી પાસે જૂના પુસ્તકો અને અન્ય પસ્તીનો નિકાલ કરતા જોવા મળતા સ્થાનિક સ્તરે ચર્ચાઓ તેજ બની છે. જોકે આ વાયરલ વીડિયોનું VTV કોઈપણ પ્રકારે પુષ્ટિ કરતું નથી.
ADVERTISEMENT
શું છે સમગ્ર ઘટના ?
દિયોદર તાલુકાની નવા પ્રાથમિક શાળામાં હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. વિગતો મુજબ એક જાગૃત નાગરિકે ભંગારના વાડે શાળાના શિક્ષકને કથિત રીતે પસ્તી વેચતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. વીડિયોમાં દેખાતી પસ્તીમાં સરકારી પુસ્તકો હોવાનો દાવો થઈ રહ્યો છે. એક તરફ સરકાર બાળકોને મફત પુસ્તકો આપવાના દાવા કરે છે, તો બીજી તરફ પુસ્તકો ભંગારમાં વેચાતા હોવાથી શિક્ષણ વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
ADVERTISEMENT
દિયોદરમાંથી શિક્ષણ વિભાગને શર્મસાર કરતી ઘટના, બાળકોના પુસ્તકો ભંગારમાં વેચાયા #Deodar #Education #Books #Scam #Gujarat #VTVDigital pic.twitter.com/PBseDAqEjC
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 18, 2026
જોકે સ્થાનિકોમાં ચર્ચા છે કે, જો પસ્તી જૂની હતી તો પણ તેનો નિકાલ કરવાની પ્રક્રિયા પારદર્શક હોવી જોઈએ. વીડિયોમાં શિક્ષક એકલા પસ્તી વેચવા આવ્યા હોવાથી શંકા ઉભી થઈ છે. વાયરલ વીડિયો મૂળ દિયોદર નવા પ્રાથમિક શાળાનો જ હોવાનું સામે આવ્યું છે. હવે સવાલ એ છે કે શાળાએ ખરેખર ઠરાવ કર્યો હતો કે પછી વીડિયો વાયરલ થયા બાદ બચાવ માટેનું રટણ શરૂ કરાયું છે?
ADVERTISEMENT

શું કહ્યું નવા પ્રા. શાળાના આચાર્યએ ?
ADVERTISEMENT
નવા પ્રા. શાળાના આચાર્ય વર્ષાબેન વ્યાસે જણાવ્યું કે, "આ પસ્તી ઘણા સમયથી અહીં પડી હતી. તેમાં કોઈ નવા પુસ્તકો નથી. અમે SMCના અધ્યક્ષ અને સભ્યોની હાજરીમાં ઠરાવ કરીને જૂના, ફાટેલા અને બિનઉપયોગી પુસ્તકોની પસ્તીનો નિકાલ કર્યો છે. આ નિયમ મુજબની પ્રક્રિયા છે."

ADVERTISEMENT
શું કહ્યું એસએમસી અધ્યક્ષ દિલીપભાઈ ચૌધરીએ ?
આ તરફ એસએમસી અધ્યક્ષ દિલીપભાઈ ચૌધરીએ કહ્યું કે, એ ભાઈને તો અમે ઓળખતા નથી, પણ એ ભાઈ દારૂ પીધેલો હતો. એ ભાઈએ કીધું કે, તમે આ છાનું વેચવા આવ્યા છો તો શિક્ષકે કીધું કે, હું છાનું વેચવા આવ્યો નથી મને કમિટી સભ્યોએ મોકલ્યો છે અને હું વેચવા આવ્યો છું. એટલે એ દારૂડિયાએ એમની પાસે પૈસાની માંગણી કરી, અને આ ભાઈએ ના પાડી એટલે એણે વીડિયો ઉતાર્યો.
ADVERTISEMENT

આ પણ વાંચો : ટ્રમ્પને કારણે ગુજરાતમાં રોડ બનવાના કામ પૂરા નહીં થાય, ચોમાસા પહેલા નવો પ્રોબ્લેમ!
વીડિયો વાયરલ થતાં શિક્ષણ વિભાગ દોડતું થયું
દિયોદરની આ નવા પ્રાથમિક શાળામાં પુસ્તકોની પસ્તી વેચવાનો વીડિયો વાયરલ થયા બાદ શિક્ષણ વિભાગ દોડતું થયું છે. શાળા તંત્ર ભલે નિયમ મુજબ નિકાલનો દાવો કરતું હોય, પણ સવાલ એ છે કે, શું જૂની પસ્તીના નિકાલની કોઈ જાણ BRC કે CRCને કરાઈ હતી? શું સ્ટોક રજિસ્ટરમાં તેની નોંધ છે? જો આ પ્રક્રિયા પારદર્શક હોય તો શિક્ષકે છૂપાઈને પસ્તી કેમ વેચવી પડી? આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસ થાય તો જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તો દિયોદરમાં પુસ્તકોની પસ્તીનો નિકાલ બેદરકારી છે કે, નિયમ મુજબની પ્રક્રિયા એ તપાસનો વિષય છે. પરંતુ આ ઘટનાએ શિક્ષણ વિભાગની કામગીરી પર ફરી એકવાર સવાલો ઉભા કરી દીધા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.