બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / ટ્રમ્પને કારણે ગુજરાતમાં રોડ બનવાના કામ પૂરા નહીં થાય, ચોમાસા પહેલા નવો પ્રોબ્લેમ!
Last Updated: 01:04 PM, 18 June 2026
Gujarat Bitumen Shortage : ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચોમાસાની શરૂઆત હવે નજીક આવી રહી છે, પરંતુ આ વખતે રસ્તા નિર્માણ અને મરામતના કામો માટે એક નવી મુશ્કેલી ઊભી થઈ છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભૂરાજકીય તણાવ અને યુદ્ધના કારણે ડામરની સપ્લાય પર ગંભીર અસર પડી છે. પરિણામે વડોદરા સહિત અનેક શહેરોમાં રોડ કન્સ્ટ્રક્શનના કામો અટકી ગયા છે અને વિકાસ યોજનાઓની ગતિ ધીમી પડી ગઈ છે.
ADVERTISEMENT
વૈશ્વિક સંકટની સ્થાનિક અસર
ભારતમાં માર્ગ નિર્માણ માટે વપરાતા ડામરનો મોટો હિસ્સો ક્રૂડ ઓઇલ આધારિત હોય છે. ખાસ કરીને કેટલીક ગુણવત્તાવાળી ડામર સામગ્રી માટે ઈરાનના ક્રૂડ પર નિર્ભરતા વધુ જોવા મળે છે. હાલ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે, જેના સીધા પરિણામો ભારતીય બજારમાં જોવા મળી રહ્યા છે. ડામરની ઉપલબ્ધતા ઘટતાં રોડ નિર્માણ ક્ષેત્રમાં અનિશ્ચિતતા વધી છે અને અનેક પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ થવાની શક્યતા ઓછી બની છે.
ADVERTISEMENT
વડોદરામાં 80 ટકા સુધીની અછત
માહિતી મુજબ વડોદરા સહિતના વિસ્તારોમાં ડામરની લગભગ 80 ટકા જેટલી અછત સર્જાઈ છે. જે રોડ અને માર્ગ મરામતના કામો ચોમાસા પહેલા પૂર્ણ થવાના હતા તે હવે અધૂરા રહી જવાની ભીતિ ઊભી થઈ છે. કોન્ટ્રાક્ટરોનું કહેવું છે કે અગાઉ આપવામાં આવેલા ઓર્ડરો સામે પણ સમયસર સપ્લાય મળી રહી નથી, જેના કારણે પ્રોજેક્ટ્સ અટવાઈ રહ્યા છે.
ADVERTISEMENT

VG-30 અને VG-40 ગ્રેડની સૌથી વધુ માંગ
ADVERTISEMENT
ડામરના વેપારી જયેન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું કે, રોડ નિર્માણમાં સામાન્ય રીતે VG-10, VG-30 અને VG-40 ગ્રેડના ડામરનો ઉપયોગ થાય છે. તાજેતરમાં ગુજરાત સરકારે વધુ મજબૂત અને ટકાઉ માર્ગો માટે VG-40 ગ્રેડના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં VG-30 અને VG-40 બંને ગ્રેડની ભારે અછત જોવા મળી રહી છે. અનેક સપ્લાયરો પાસે ઓર્ડર હોવા છતાં પૂરતો માલ ઉપલબ્ધ નથી, જેના કારણે માર્ગ નિર્માણની કામગીરી અસરગ્રસ્ત બની છે.
હોટ મિક્સ પ્લાન્ટો પર તાળા
ADVERTISEMENT
ડામરની અછતનો સૌથી મોટો ફટકો હોટ મિક્સ પ્લાન્ટોને પડ્યો છે. વડોદરા શહેર અને જિલ્લામાં અંદાજે 20થી વધુ હોટ મિક્સ પ્લાન્ટોની કામગીરી પ્રભાવિત થઈ છે. પ્લાન્ટો બંધ અથવા મર્યાદિત ક્ષમતાથી ચાલતા હોવાથી હજારો મજૂરો અને સંબંધિત કામદારોના રોજગાર પર પણ અસર પડી રહી છે. વિકાસ કાર્યોની ગતિ ધીમી પડતાં સમગ્ર ક્ષેત્રમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

ADVERTISEMENT
ભાવોમાં થયો જબરદસ્ત ઉછાળો
ડામરની અછત સાથે તેના ભાવોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. થોડા સમય પહેલાં જે ડામર નિશ્ચિત દરે ઉપલબ્ધ હતો તે હવે લગભગ બમણા ભાવે મળી રહ્યો છે. આ ભાવવધારાના કારણે કોન્ટ્રાક્ટરો માટે જૂના ટેન્ડર અને કરાર મુજબ કામ કરવું આર્થિક રીતે મુશ્કેલ બની ગયું છે. પરિણામે અનેક પ્રોજેક્ટ્સમાં વિલંબ જોવા મળી રહ્યો છે.

કોન્ટ્રાક્ટરોની વધતી ચિંતાઓ
કોન્ટ્રાક્ટર એસોસિયેશન પ્રમુખ યતીનભાઈ શાહે કહ્યું કે,હાલના વધેલા બજારભાવ અને સામગ્રીની અછત વચ્ચે જૂના દરે કામ પૂર્ણ કરવું વ્યવહારુ નથી. જો પરિસ્થિતિમાં ઝડપથી સુધારો નહીં આવે તો આગામી મહિનાઓમાં વધુ પ્રોજેક્ટ્સ પર અસર પડી શકે છે. આ પરિસ્થિતિમાં સરકાર તરફથી રાહત પેકેજ, ભાવ સમીક્ષા અથવા વૈકલ્પિક સપ્લાય વ્યવસ્થા અંગે નિર્ણય લેવાય તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વિકાસ યોજનાઓ સામે મોટો પડકાર
ડામરની અછત અને વધેલા ખર્ચને કારણે રાજ્ય અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ દ્વારા હાથ ધરાયેલા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ પણ અસરગ્રસ્ત બન્યા છે. રસ્તા, ફ્લાયઓવર અને અન્ય માળખાકીય સુવિધાઓના કામોમાં વિલંબ થવાની શક્યતા વધી રહી છે. ચોમાસા દરમિયાન ખરાબ રસ્તાઓને કારણે સામાન્ય નાગરિકોને પણ મુસાફરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.