બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જસદણથી કોઠી ગામ સુધીનો રસ્તો બિસ્માર હાલતમાં, ખેડૂતો છેલ્લા ત્રણ વર્ષથી ભોગવી રહ્યા છે હાલાકી
Last Updated: 01:16 PM, 18 June 2026
આજે ટેક્નોલોજી દરેક ગામ સુધી પહોંચી ગઈ છે અને મોટા ભાગના ગામો વિકાસના માર્ગે આગળ વધી રહ્યા છે. તેમ છતાં આજે પણ અનેક એવા ગામો છે જ્યાં મૂળભૂત સુવિધાઓનો અભાવ જોવા મળે છે. વિકાસની વાતો વચ્ચે કેટલીક જગ્યાએ લોકો આજે પણ રસ્તા જેવી પાયાની સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે. આવી જ એક સ્થિતિ જસદણથી કોઠી ગામ સુધીના રસ્તાની છે, જ્યાં છેલ્લા ત્રણ વર્ષથી લોકો બિસ્માર રસ્તાના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
જસદણથી કોઠી ગામ સુધીનો અંદાજે 6 કિલોમીટર લાંબો રસ્તો અત્યંત ખરાબ હાલતમાં છે. આ રસ્તાનો ઉપયોગ માત્ર એક કે બે ગામના લોકો જ નહીં પરંતુ પોલારપર, કોઠી, શાંતિનગર, ખડવાવડી, કનેસરા, રાજા વડલા, બરવાળા, કુદની, ભાડલા સહિત લગભગ 10 ગામોના લોકો રોજિંદા જીવનમાં માટે આ રસ્તો વાપરે છે. આ તમામ ગામોના લોકો ખરીદી, રોજગાર અને અન્ય જરૂરી કામો માટે જસદણ શહેરમાં આવતા હોય છે.
ADVERTISEMENT
ગામડાઓમાંથી અનેક યુવાનો રોજગારી માટે જસદણ આવે છે. કેટલાક લોકો હીરા ઘસવાના હલર કારખાનાઓમાં કામ કરે છે તો કેટલાક હેન્ડીક્રાફ્ટના કારખાનાઓમાં રોજગારી મેળવે છે. ઉપરાંત મજૂર વર્ગના લોકો પણ રોજિંદી મજૂરી માટે જસદણ શહેરમાં આવે છે. ખેડૂતો પોતાના પાકનું વેચાણ કરવા માટે જસદણ APMC માર્કેટ યાર્ડમાં પહોંચે છે. મગફળી, કપાસ, જાર, બાજરો, ઘઉં અને ચણા જેવા પાક લઈને ખેડૂતો વહેલી સવારે બજારમાં આવે છે. ઉપરાંત જે ખેડૂતો પોતાની વાડીમાં બકાલું ઉગાડે છે તેઓ સવારે ચાર વાગ્યાથી જ બકાલું લઈને જસદણ તરફ રવાના થતા હોય છે.

ADVERTISEMENT
આ રસ્તા પર રોજના અંદાજે 50 થી 60 જેટલા છકડા જસદણ અને ગામડાઓ વચ્ચે અવરજવર કરતા હોય છે. આ વિસ્તારમાં બસ સેવા પૂરતી ઉપલબ્ધ ન હોવાથી લોકો મોટાભાગે છકડા અને રિક્ષાનો સહારો લે છે. રસ્તો ખરાબ હોવાના કારણે લોકો સમયસર પોતાના સ્થળે પહોંચી શકતા નથી. ખડબચડા રસ્તા અને મોટા ખાડાઓને કારણે વાહનોમાં વારંવાર નુકસાન થાય છે. ઘણી વખત ખેડૂતોનો કપાસ અથવા બકાલું રસ્તા પર ઢોળાઈ જવાની ઘટનાઓ પણ બનતી હોય છે. ઉપરાંત અકસ્માતોના બનાવો પણ વારંવાર સામે આવે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સ્થાનિક પાલાભાઇ પરમારનું કહેવું છે કે, આ રસ્તો વર્ષ 2019માં બનાવવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી તેની હાલત સતત ખરાબ થતી ગઈ છે. ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન સ્થિતિ વધુ ગંભીર બની જાય છે. વરસાદ પડતા રસ્તા પર મોટા મોટા ખાડા પડી જાય છે અને તેમાં પાણી ભરાઈ જતા વાહનચાલકો માટે જોખમ ઉભું થાય છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે અકસ્માતની સંભાવના વધી જાય છે અને અનેક વખત લોકો ખાડાના કારણે પડી જવાના બનાવો પણ બન્યા છે.
આ પણ વાંચો : ટ્રમ્પને કારણે ગુજરાતમાં રોડ બનવાના કામ પૂરા નહીં થાય, ચોમાસા પહેલા નવો પ્રોબ્લેમ!
રસ્તા પરથી પસાર થતા ખેડૂતો અને ગામલોકોનું કહેવું છે કે હાલમાં નવો રસ્તો બનાવવો શક્ય ન હોય તો પણ ચોમાસા પહેલા તાત્કાલિક સમારકામ કરવામાં આવે. રસ્તાના મોટા ખાડાઓ પુરવામાં આવે જેથી લોકોને વરસાદી સિઝનમાં ઓછામાં ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે. સ્થાનિક લોકોનું કહેવું છે કે કુંવરજીભાઈ બાવળિયાએ જસદણ અને વિંછીયા તાલુકામાં અનેક વિકાસના કામો કર્યા છે અને ઘણા નવા રોડ-રસ્તાઓ બનાવ્યા છે. તેથી હવે આ વિસ્તારના ખેડૂતો અને ગ્રામજનો વીટીવીના માધ્યમથી કુંવરજીભાઈ બાવળિયાને અપીલ કરી રહ્યા છે કે જસદણથી કોઠી ગામ સુધીના આ બિસ્માર રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે અને ચોમાસા બાદ નવો રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.