બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / કોટામાં રાહુલ ગાંધીની રૉકસ્ટાર જેવી એન્ટ્રી: કૉલર માઈક અને ટાઈટ શર્ટમાં જોવા મળ્યો અનોખો અંદાજ
Last Updated: 12:03 AM, 18 June 2026
રાજસ્થાનના કોચિંગ હબ ગણાતા કોટા શહેરમાંથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો એક અત્યંત અનોખો અને ફિલ્મી અંદાજ સામે આવ્યો છે. જે રીતે ક્રિકેટના મેદાન પર ભારતીય ટીમ પાકિસ્તાન વિરૂદ્ધ આક્રમક બેટિંગ કરીને મેચ પોતાના નામે કરી લે છે, એ જ જોશ અને આત્મવિશ્વાસ સાથે રાહુલ ગાંધીએ કોટાના દશેરા મેદાન પર આયોજિત કાર્યક્રમમાં યુવાનોના દિલ જીતી લીધા છે. કૉલર માઈક, ટાઈટ ફિટિંગવાળી શર્ટ અને રૉકસ્ટાર જેવી શાનદાર બોડી લેંગ્વેજ સાથે જ્યારે રાહુલ ગાંધી સ્ટેજ પર આવ્યા ત્યારે આખું મેદાન 'રાહુલ, રાહુલ' ના નારાઓથી ગૂંજી ઉઠ્યું હતું. સ્ટેજ પર પાર્ટી પૉપર્સ અને ડ્રાય આઈસ ફોગના કારણે આખો માહોલ કોઈ મ્યુઝિકલ કન્સર્ટ જેવો ફિલ્મી બની ગયો હતો.
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ સ્ટેજ પર આવતાની સાથે જ કૉલર માઈકમાં પશ્ચિમી શૈલીમાં કહ્યું, ગુડ ઇવનિંગ, હાઉ ઇઝ એવરીબડી? (Good Evening, How is everybody?). આટલું સાંભળતા જ સામે હાજર હજારો યુવાનો જોશથી ભરાઈ ગયા હતા અને હવામાં હાથ લહેરાવીને તેમને ચિયર્સ કરવા લાગ્યા હતા.
ADVERTISEMENT
भारत की शिक्षा व्यवस्था आज सिर्फ़ एक वसूली तंत्र बन गई है।
— Rahul Gandhi (@RahulGandhi) June 17, 2026
ज़रा सोचिए - देशभर के परिवार जितना पैसा सिर्फ़ NEET की तैयारी पर ख़र्च करते हैं, वो भारत सरकार के पूरे शिक्षा बजट के बराबर है।
आज कोटा से, और देश के हर कोने से, लाखों युवा एक सुर में कह रहे हैं - इस व्यवस्था ने हमारे… pic.twitter.com/06qcSul7ed
યુવાનોના આ જબરદસ્ત પ્રતિસાદને જોઈને રાહુલ ગાંધીએ શરૂઆતમાં જ સ્પષ્ટતા કરતા કહ્યું કે, આ કોઈ રાજકીય મુલાકાત નથી. આ મુલાકાત માત્ર તમારા માટે છે. તે યુવાનો માટે છે જેઓ નોકરી મેળવવા માટે રાત-દિવસ સંઘર્ષ કરી રહ્યા છે. આજે સાંજે હું ભાજપ, કોંગ્રેસ કે રાજનીતિ જેવા કોઈ પણ શબ્દો મારા મોઢેથી કાઢીશ નહીં. સોશિયલ મીડિયા પર યૂઝર્સ તેમની આ સ્ટાઈલને 'રૉકસ્ટાર એન્ટ્રી' અને 'મોટિવેશનલ સ્પીકર સ્ટાઈલ' તરીકે ઓળખાવી રહ્યા છે.
ADVERTISEMENT
કોચિંગ સિટી કોટામાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતી વખતે રાહુલ ગાંધીએ દેશની વર્તમાન શૈક્ષણિક સિસ્ટમ સામે ગંભીર સવાલો ઉભા કર્યા હતા. તેમણે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આજની શિક્ષણ પ્રણાલી બાળકો પર એટલું માનસિક દબાણ લાવે છે કે તેમના સપનાઓ કચડાઈ જાય છે. રાહુલ ગાંધીએ દેશની હાલની શિક્ષણ વ્યવસ્થાને ખુલ્લેઆમ લૂંટની સિસ્ટમ ગણાવ્યું હતું.
ADVERTISEMENT
વધુ વાંચો : 'મોદી શાંત, સંયમિત અને જબરદસ્ત... હું એમના જેવો નહીં' ટ્રમ્પે PMના કર્યાં ભરપૂર વખાણ
ADVERTISEMENT
તેમણે એક ચોંકાવનારો દાવો કરતા કહ્યું કે, દેશમાં આજે પરિસ્થિતિ એવી છે કે દર 100 એન્જિનિયરોમાંથી 80 એન્જિનિયરો બેરોજગાર ફરે છે, જે દેશના ભવિષ્ય માટે બિલકુલ યોગ્ય સંકેત નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે ભારતીય શિક્ષણ વ્યવસ્થા હવે 'સિલેક્ટેડ સિસ્ટમ' નહીં પરંતુ 'રિજેક્ટેડ સિસ્ટમ' બની ગઈ છે અને આ દેશના હોનહાર બાળકોનું ઘોર અપમાન છે. કોટામાં વિદ્યાર્થીઓ વચ્ચેનો રાહુલ ગાંધીનો આ નવો લુક અને અંદાજ હાલમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.