બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કંડક્ટર ભરતીના ઉમેદવારો માટે મોટી રાહત, ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે રજૂ કરવું પડશે બેઝ લાયસન્સ
Last Updated: 11:47 PM, 17 June 2026
કંડક્ટરની ભરતીમાં જરૂરી બેઝ લાયસન્સને લઈ જીએસઆરટીસી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કંડક્ટર બેઝ લાયસન્સ અરજી કરવાની તારીખ બાદ પણ મેળવી શકશે. વેલિડ કંડક્ટર બેઝ અથવા લાયસન્સ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે આપવું પડશે. GSRTC દ્વારા ઉમેદવારો માટે રાહતની જાહેરાત કરવામાં આવી છે.
ADVERTISEMENT
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત કુલ 8,917 જગ્યાઓ ભરવામાં આવશે.
ADVERTISEMENT

4 હજાર 318 કંડક્ટરની ભરતીની જાહેરાત
ADVERTISEMENT
જાહેર થયેલી વિગતો મુજબ, 4,318 કંડક્ટર અને 4,599 ડ્રાઈવરની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. લાંબા સમય બાદ આટલા મોટા પાયે ભરતી જાહેર થતાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આવતીકાલથી ફોર્મ ભરવાની થશે શરૂઆત
ADVERTISEMENT
GSRTC દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા આવતીકાલથી શરૂ થશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો 5 જુલાઈ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
ADVERTISEMENT
5 જુલાઈ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે
ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા ભરતી સંબંધિત સત્તાવાર જાહેરાત અને લાયકાતની વિગતો ધ્યાનપૂર્વક વાંચી લેવી. ભરતી સંબંધિત વધુ માહિતી GSRTCની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ માત્ર 25 ડબ્બાથી શરૂ કરેલો ધંધો, આજે 3000 કરોડને પાર! માંગરોળના આ ગુજરાતી પરિવારે દુનિયાભરમાં વગાડ્યો ડંકો
આ ભરતી રાજ્યના હજારો યુવાઓ માટે સરકારી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાની મહત્વપૂર્ણ તક સાબિત થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.