બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / ગુજરાત સરકારની નવી ઇન્ડસ્ટ્રીઝ પોલિસી જાહેર, વૈશ્વિક રોકાણકારો માટે ખુલશે નવા દ્વાર
Last Updated: 11:51 PM, 17 June 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ સમગ્ર બાબતે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં રાજ્યના ઔદ્યોગિક વિકાસને વેગ આપતા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. સરકાર દ્વારા નવી ઇન્ડસ્ટ્રીઝ પોલિસીની જાહેરાત કરવામાં આવતા ઉદ્યોગ જગતમાં હકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. નવી પોલિસીના અમલીકરણથી ગુજરાતમાં સ્થાનિક તેમજ વિદેશી રોકાણમાં નોંધપાત્ર વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યને વધુ ઔદ્યોગિક રીતે સમૃદ્ધ બનાવવા માટે વેપારીઓ અને ઉદ્યોગકારોને આ પહેલ સાથે સક્રિય રીતે જોડાવા અપીલ કરવામાં આવી છે.
ADVERTISEMENT
શાળા પ્રવેશોત્સવ અંગે ચર્ચા થઈ
ADVERTISEMENT
ચોમાસા પૂર્વે રાજ્યમાં વ્યાપક વૃક્ષારોપણ અભિયાનને વધુ ગતિ આપવા માટે મુખ્યમંત્રી Bhupendra Patel એ જરૂરી આયોજન અને તૈયારીઓ અંગે સૂચનાઓ આપી હતી. સાથે જ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. ચર્ચા દરમિયાન જણાવાયું કે શાળામાં પ્રથમ વખત પ્રવેશ લેતા બાળકો માટે ઉત્સાહપૂર્ણ અને આવકારદાયક વાતાવરણ ઉભું કરવામાં આવશે. 23થી 25 જૂન દરમિયાન ધારાસભ્યો, સાંસદો તથા વિવિધ વિભાગોના અધિકારીઓ પ્રવેશોત્સવમાં ભાગ લઈને બાળકો અને વાલીઓને પ્રોત્સાહિત કરશે. લોકભાગીદારીના સહયોગથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક ઉપયોગી સામગ્રી અને પ્રોત્સાહક ભેટો પણ આપવામાં આવશે, જેથી શિક્ષણ પ્રત્યે વધુ રસ અને જોડાણ વિકસે.
ADVERTISEMENT
ચોમાસા ઋતુમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવા સૂચન
ચોમાસા ઋતુને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન દ્વારા કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે, જેથી વરસાદી પરિસ્થિતિ દરમિયાન કોઈપણ આપત્તિ કે તાત્કાલિક સ્થિતિમાં ઝડપી પ્રતિસાદ આપી શકાય. બેઠકમાં પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો અને વિવિધ વિભાગોને વૃક્ષારોપણના લક્ષ્યાંકો પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત, વરસાદી પાણીનો અસરકારક ઉપયોગ થાય અને ભૂગર્ભ જળસ્તર સુધરે તે માટે જળ સંચયના વિવિધ ઉપાયો અમલમાં મૂકવા અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હોવાનું જણાવાયું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ CM-DyCMના હસ્તે શાળા પ્રવેશોત્સવનો શુભારંભ, શિક્ષણમાં ગુજરાત અગ્રેસર
રાજ્યની APMC કર્મચારીઓ માટે રાહતભર્યા સમાચાર
ADVERTISEMENT
રાજ્યની 224 કૃષિ ઉપજ બજાર સમિતિઓ (APMC)માં કાર્યરત 3,000થી વધુ કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બજારના નિયમો મુજબ મહેકમ ખર્ચની મર્યાદા 40 ટકા સુધી જાળવનારી APMCઓને તેમના કર્મચારીઓને વધારાનો લાભ આપવાની મંજૂરી મળશે. આ નિર્ણયથી લાયક કર્મચારીઓને મહત્તમ બે મહિનાના પગાર જેટલું બોનસ અથવા રહેમ રાહે ભથ્થું ચૂકવી શકાશે. રાજ્ય સરકારના આ પગલાથી કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેમની આર્થિક સ્થિતિને મજબૂતી મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.