બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ફલેટના છઠ્ઠા માળેથી વિદ્યાર્થીએ લગાવી છલાંગ, NEETની પરીક્ષાની તૈયારી કરતો હતો

દુખદ / અમદાવાદમાં ફલેટના છઠ્ઠા માળેથી વિદ્યાર્થીએ લગાવી છલાંગ, NEETની પરીક્ષાની તૈયારી કરતો હતો

Priykant Shrimali

Last Updated: 01:02 PM, 18 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad NEET Exam Student Dies : અમદાવાદમાં NEETની તૈયારી કરતો વિદ્યાર્થી મોતને ભેટ્યો, ઘટનાએ અનેક પ્રશ્નો ઉભા કર્યા

Ahmedabad NEET Exam Student Dies : NEETની પરીક્ષા પહેલા અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. અવાસ્તવમાં મેડિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે NEET જેવી મહત્વપૂર્ણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા 17 વર્ષીય વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. પરીક્ષાના ગણતરીના દિવસો બાકી હતા ત્યારે બનેલી આ ઘટના અનેક સવાલો ઉભા કરી રહી છે.

મોડી રાત્રે બની ઘટના

પ્રાથમિક વિગતો મુજબ ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલા એક રહેણાંક ફ્લેટમાં રહેતો વિદ્યાર્થી મોડી રાત્રે પોતાના રૂમમાંથી બહાર નીકળ્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ તેણે બેડરૂમની બાલ્કની પાસે આવેલી સુરક્ષા જાળી કાપી અનેે ત્યારબાદ ત્યાંથી નીચે કૂદીને આપઘાત કરી લીધો. ઘટનાની જાણ સૌથી પહેલા બિલ્ડિંગના સુરક્ષા કર્મચારીને થઈ હતી. ત્યારબાદ સ્થાનિક લોકો અને પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. ગંભીર ઈજાઓને કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે.

NEET પરીક્ષાની તૈયારી કરતો હતો

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, મૃતક વિદ્યાર્થી મેડિકલ પ્રવેશ માટે યોજાતી NEET પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. અભ્યાસને લઈને તે નિયમિત રીતે મહેનત કરતો હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે આ દુઃખદ પગલું ભરવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. તપાસ એજન્સીઓ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે અને પરિવારજનોના નિવેદનો સહિત અન્ય પાસાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : સુરતના પોશ અડાજણ વિસ્તારમાં ભીષણ આગ,ફાયર વિભાગની ભારે જહેમત બાદ કાબૂ

પોલીસ દ્વારા તપાસ શરૂ

ઘટનાની જાણ મળતાં જ સ્થાનિક પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી. જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓ તેમજ અન્ય માહિતીના આધારે સમગ્ર મામલાની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NEET Exam Student Incident Ahmedabad News
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ