બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે વરસાદ, હવામાન વિભાગે કરી મોટી આગાહી

photo-story

5 ફોટો ગેલેરી

હવામાન આગાહી / ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે વરસાદ, હવામાન વિભાગે કરી મોટી આગાહી

Last Updated: 03:09 PM, 18 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

IMD Rain Forecast : ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સક્રિય: અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના, જાણો તમારે ત્યાં ક્યારે પડશે વરસાદ ?

1/5

photoStories-logo

1. હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી બદલાતા હવામાન વચ્ચે ફરી એકવાર વરસાદી માહોલ જામવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આજે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે. ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફની અસરને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં અનેક જિલ્લાઓમાં વરસાદની અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. જાણો હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસની આગાહી

હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર આજે કચ્છ, દ્વારકા, પોરબંદર અને પાટણ જિલ્લાઓને બાદ કરતાં રાજ્યના લગભગ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. કેટલીક જગ્યાઓ પર વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી શકે છે, જેથી નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. બે દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. ખેડૂતો માટે આ વરસાદ લાભદાયક બની શકે છે, જ્યારે શહેર વિસ્તારોમાં ગરમી અને ઉકળાટથી લોકોને થોડી રાહત મળવાની આશા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જ વરસાદી પ્રવૃત્તિ

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટી શકે છે અને ત્યારબાદ મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જ વરસાદી પ્રવૃત્તિ વધુ સક્રિય રહેવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. અમદાવાદમાં કેવું રહેશે હવામાન ?

અમદાવાદ શહેરની વાત કરીએ તો આજે દિવસભર વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. શહેરના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અથવા છૂટાછવાયા ઝાપટાં પણ પડી શકે છે. જોકે ગરમીનો અહેસાસ યથાવત રહી શકે છે, કારણ કે મહત્તમ તાપમાન આશરે 39 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Weather Forecast Gujarat Ahmedabad Weather Gujarat Rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ