ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'માત્ર ખેડૂતો માટે આગાહી કરૂં છું', જયંત પંડ્યાના આક્ષેપ પર અંબાલાલ પટેલનો વળતો પ્રહાર

ગુજરાત / 'માત્ર ખેડૂતો માટે આગાહી કરૂં છું', જયંત પંડ્યાના આક્ષેપ પર અંબાલાલ પટેલનો વળતો પ્રહાર

Published By: Kalpesh Kandoria

Last Updated: 02:09 PM, 19 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જયંત પંડ્યાએ આપેલા વિવાદાસ્પદ નિવેદન મામલે આગાહીકાર અંબાલાલ પટેલે જડબાતોડ જવાબ આપ્યો છે. તેમણે પોતાના નિવેદનમાં જયંત પંડ્યા પર આકરા પ્રહારો કર્યા.

ADVERTISEMENT

આગાહીકારો પર વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ શરૂ કરાયેલા વિવાદમાં આખરે અંબાલાલ પટેલનું નિવેદન સામે આવ્યું છે. અંબાલાલ પટેલે જયંત પંડ્યાના નિવેદનને પડકાર્યું. સ્પષ્ટ શબ્દોમાં અંબાલાલ પટેલે કહી દીધું કે 'હું કોઈ સંસ્થા માટે આગાહી કરતો નથી, મારી આગાહીને અને કોઈ સંસ્થાને કંઈ લેવા દેવા નથી, હું ખેડૂત પુત્ર છું અને ખેડૂતો માટે આગાહી કરું છું.'

વધુમાં અંબાલાલ પટેલે કહ્યું, 'જો ખેડૂતો કહેશે તો હું આગાહી કરવાનું બંધ કરી દઈશ. વિજ્ઞાન જાથા અને મારી વચ્ચે અગાઉ પણ ડિબેટ થયેલી છે. નડિયાદમાં મેં વિજ્ઞાન જાથા સાથે ડિબેટ કરી હતી અને આ ડિબેટમાં હું સારું પરિણામ લાવ્યો હતો.'

આગળ અંબાલાલ પટેલે કહ્યું કે હું પૈસા કમાવવા માટે આગાહી કરતો નથી, મારે આગાહી કરી વાહ-વાહીના લાડુ નથી ખાવા, હું માત્ર ખેડૂતો માટે આગાહી કરું છું. જો ખેડૂતો કહેશે તો આગાહી બંધ કરી દઈશ, અન્ય કોઈ સંસ્થા સાથે મારે કંઈ લેવા-દેવા નથી.

ઉલ્લેખનીય છે, જયંત પંડ્યાએ ગતરોજ પોતાના નિવેદનમાં અંબાલાલ પટેલ પર બકવાસ કરતા હોવાનો અને બધી જ બાબતોમાં પોતાનો પગ ઘૂસાડવનો પ્રયત્ન કરતા હોવાનો આરોપ લગાવી તેમની બધી આગાહીઓ ખોટી પડતી હોવાનો દાવો કર્યો હતો.

આ પણ વાંચો- જયંત પંડ્યાને પરેશ ગોસ્વામીની ચીમકી, ફરી અંબાલાલ કાકા પર ટિપ્પણી થઇ તો સાંખી નહીં લેવાય

જયંત પંડ્યાના આ નિવેદન બાદ આગાહીકાર પરેશ ગોસ્વામીએ પણ નિવેદન આપ્યું હતું. પરેશ ગોસ્વામીએ જયંત પંડ્યા પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે અંબાલાલ પટેલ અમારા માટે જ્ઞાનરૂપી સાગર છે, તેઓ સમાજની સેવા કરે છે, તેમના માટે જયંત પંડ્યાએ આવા શબ્દો વાપરવા જોઈએ નહિં. જો ભવિષ્યમાં આવી ટિપ્પણી થશે તો અમે વિજ્ઞાન જાથાને ચેલેન્જ ફેંકશું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ambalal Patel Weather Update Jayant Pandya

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ