બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'સમય આવશે ત્યારે ખબર પડી જશે' સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર પોતાના જ પક્ષના નેતાઓને અડફેટે લીધાં

રાજનીતિ / 'સમય આવશે ત્યારે ખબર પડી જશે' સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર પોતાના જ પક્ષના નેતાઓને અડફેટે લીધાં

Priykant Shrimali

Last Updated: 02:05 PM, 15 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MP Mansukh Vasava Viral Video : ડેડિયાપાડાની બેઠકમાં સાંસદ મનસુખ વસાવાના આકરા સંકેત, પોતાના જ પક્ષના કેટલાક કાર્યકરો સામે નારાજગી વ્યક્ત

MP Mansukh Vasava Viral Video : ભરૂચના સાંસદ ફરી એકવાર પોતાના બેબાક નિવેદનને કારણે ચર્ચામાં આવ્યા છે. વાસ્તવમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં યોજાયેલી એક બેઠક દરમિયાન ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પોતાના જ પક્ષના કેટલાક લોકોના વર્તન અને કાર્યશૈલી અંગે ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કર્યો હતો. બેઠક દરમિયાન તેમના નિવેદનોએ રાજકીય વર્તુળોમાં ફરી ચર્ચા જગાવી છે.

વાસ્તવમાં જાનકી આશ્રમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન દરમિયાન મનસુખ વસાવાએ જણાવ્યું કે, બહારના વિરોધીઓ કરતાં ઘણી વખત પોતાના જ વર્તુળમાંથી ઊભા થતા અવરોધો વધુ પડકારરૂપ બનતા હોય છે. તેમણે કેટલાક લોકો તરફથી પૂરતો સહકાર ન મળતો હોવાનો પણ સંકેત આપ્યો હતો.

સાંસદે પોતાના સંબોધનમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને તેના સાથે જોડાયેલા લોકો અંગે પણ કડક વલણ દર્શાવ્યું હતું. તેમણે જણાવ્યું કે સમાજહિતના નામે કાર્ય કરવાની વાત કરનારાઓ જો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હશે તો યોગ્ય સમયે આવા લોકોની હકીકત સામે લાવવામાં આવશે.

આ પણ વાંચો : અમદાવાદથી ગાંધીનગર સુધી ટ્રેક્ટરો સાથે ખેડૂતોની રેલી, સરકારની નીતિઓ સામે કોંગ્રેસનો મોરચો, મુખ્ય 5 માંગણીઓ

મનસુખ વસાવાએ કહ્યું કે, તેઓ કોઈપણ પ્રકારના દબાણ કે વિરોધથી પ્રભાવિત થવાના નથી અને જાહેર જીવનમાં પારદર્શિતા અને જવાબદારી જરૂરી છે. તેમણે એવો પણ સંદેશ આપ્યો કે પક્ષ કે હોદ્દા કરતાં સમાજ અને જનહિતને પ્રાથમિકતા આપવી જોઈએ. તેમના નિવેદનોને રાજકીય સંદેશ તરીકે પણ જોવામાં આવી રહ્યા છે, કારણ કે તેમણે સીધા નામ લીધા વિના પક્ષની અંદર જ કેટલાક લોકોના વર્તન પર સવાલ ઉઠાવ્યા હતા. બેઠક દરમિયાન આપેલા સંકેતો આગામી સમયમાં સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓને જન્મ આપી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mansukh Vasava BJP Internal Politics Bharuch MP
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ