બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / અમદાવાદથી ગાંધીનગર સુધી ટ્રેક્ટરો સાથે ખેડૂતોની રેલી, સરકારની નીતિઓ સામે કોંગ્રેસનો મોરચો, મુખ્ય 5 માંગણીઓ

આંદોલન / અમદાવાદથી ગાંધીનગર સુધી ટ્રેક્ટરો સાથે ખેડૂતોની રેલી, સરકારની નીતિઓ સામે કોંગ્રેસનો મોરચો, મુખ્ય 5 માંગણીઓ

Priykant Shrimali

Last Updated: 12:57 PM, 15 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Farmer Tractor Rally : આયોજન મુજબ ટ્રેક્ટર રેલી શાંતિપુરાથી આગળ વધીને ગાંધીનગર સુધી પહોંચવાની હતી, જોકે ગાંધીનગર સુધી સીધી મંજૂરી ન મળતા કાર્યક્રમને લઈને રાજકીય ચર્ચા તેજ

Farmer Tractor Rally : ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને આજે કોંગ્રેસ અને વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા વિશાળ સ્તરે ખેડૂત અધિકાર ટ્રેક્ટર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના શાંતિપુરા સર્કલથી શરૂ થયેલી આ યાત્રા ગાંધીનગર તરફ આગળ વધવાની હતી, જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે જોડાયા છે.

કોંગ્રેસે આ યાત્રાને ખેડૂતોના અધિકારો અને તેમની સમસ્યાઓને સરકાર સુધી પહોંચાડવા માટેનું મહત્વપૂર્ણ અભિયાન ગણાવ્યું છે. આંદોલનકારીઓના જણાવ્યા અનુસાર હાલની નીતિઓના કારણે ખેડૂતો આર્થિક અને સામાજિક રીતે મુશ્કેલી અનુભવી રહ્યા છે. સરકારના આયોજન અને જમીન સંબંધિત નિર્ણયો અંગે અસંતોષ વ્યક્ત કરીને ખેડૂત સંગઠનોએ દાવો કર્યો છે કે,ખેડૂતોના હિતોને પૂરતું મહત્વ આપવામાં આવતું નથી.

ટ્રેક્ટર રેલીને ગાંધીનગર સુધી સીધી મંજૂરી ન મળી

કોંગ્રેસ અને કિસાન સંગઠનોના સંયુક્ત નેજા હેઠળ યોજાયેલી આ યાત્રામાં અંદાજે 20થી વધુ ખેડૂત સંગઠનો સહભાગી બન્યા છે. આયોજન મુજબ ટ્રેક્ટર રેલી શાંતિપુરાથી આગળ વધીને ગાંધીનગર સુધી પહોંચવાની હતી, જોકે ગાંધીનગર સુધી સીધી મંજૂરી ન મળતા કાર્યક્રમને લઈને રાજકીય ચર્ચા તેજ બની છે.

ખેડૂતોની આ છે પાંચ માગણી

  • જમીન માપણીના દોષ નિવારવા અને સસ્તા ભાવે થતું અધિગ્રહણ અટકાવવું
  • ખેડૂતો અને પશુપાલકોના દેવા માફ કરવા
  • ખેત ઉત્પાદન અને દૂધ પેદાશોની MSP નક્કી કરી, ગેરન્ટી આપવી
  • ખાતર-દવા અને બિયારણ વાજબી ભાવે ઉપલબ્ધ કરાવવા
  • 8 કલાક સળંગ વીજળી આપવી અને મીટર પ્રથા બંધ બંધ કરવી

ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ રજૂ કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. તેમાં કૃષિ દેવા અંગે રાહત, ખેતી માટે વીજળી સંબંધિત મુદ્દાઓ, જમીન અધિગ્રહણ પ્રક્રિયામાં પારદર્શિતા તેમજ ખેતી ઉત્પાદનને યોગ્ય ટેકાના ભાવે ખરીદી જેવા મુદ્દાઓ મુખ્ય ગણાવવામાં આવ્યા છે. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે જો આ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં વધુ વ્યાપક આંદોલન થઈ શકે છે.

યાત્રા દરમિયાન અનેક વિસ્તારોમાંથી ખેડૂતો પોતાના પ્રતીકાત્મક સંદેશા સાથે પહોંચ્યા હતા. મોરબીથી આવેલા એક ખેડૂત હળ સાથે યાત્રામાં જોડાયા હતા અને તેમના વાહન પર ખેડૂતોના સશક્તિકરણને દર્શાવતા સંદેશાઓ પણ પ્રદર્શિત કરાયા હતા, જે લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા હતા.

આંદોલન દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ સરકાર પર ખેડૂતોની સમસ્યાઓ પ્રત્યે ગંભીરતા ન દાખવવાનો આરોપ લગાવ્યો હતો. નેતાઓએ જણાવ્યું હતું કે, ખેડૂતોને પોતાની વાત રજૂ કરવાનો બંધારણીય અધિકાર છે અને શાંતિપૂર્ણ રીતે માંગણીઓ રજૂ કરવી લોકશાહી પ્રક્રિયાનો ભાગ છે.

આ પણ વાંચો : 'ટેલિગ્રામ પર પેપર વેચતા', NEET પેપર કૌભાંડમાં વધુ 3 આરોપીની ધરપકડ

વિપક્ષી રાજકીય સમર્થન પણ આ યાત્રાને મળ્યું છે. આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓએ ખેડૂતોના પ્રશ્નોને લઈને સમર્થન જાહેર કર્યું છે અને ખેડૂતોની માંગણીઓના નિરાકરણ સુધી સાથે રહેવાનો સંદેશ આપ્યો છે. રેલી દરમિયાન સરકાર અને ખેડૂત પ્રતિનિધિઓ વચ્ચે ચર્ચાની શક્યતાઓ અંગે પણ સંકેતો આપવામાં આવ્યા હતા. ખેડૂત આગેવાનોનું કહેવું છે કે, તેઓ સરકાર સાથે સંવાદ માટે તૈયાર છે પરંતુ ખેડૂતોના હિતોના મુદ્દે સમાધાન નહીં કરવામાં આવે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Farmer Protest Farmer Rights Rally Tractor Rally Gujarat
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ