બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / 'ટેલિગ્રામ પર પેપર વેચતા', NEET પેપર કૌભાંડમાં વધુ 3 આરોપીની ધરપકડ
Last Updated: 12:09 PM, 15 June 2026
NEET Paper Leak : NEET પેપર કૌભાંડને લઈ સૌથી મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા NEET પરીક્ષા સંબંધિત કૌભાંડ વચ્ચે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. અલગ-અલગ રાજ્યોમાં સંકલિત ઓપરેશન ચલાવી કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં બે આરોપીઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ મારફતે NEETના પ્રશ્નપત્ર વેચવાના નામે લોકોને ભ્રમિત કરતા હતા, જ્યારે એક આરોપી પરીક્ષા ફી રિફંડના બહાને વિદ્યાર્થીઓ સાથે ઓનલાઇન છેતરપિંડી કરતો હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
જાણો કઇ રીતે કરાઇ કાર્યવાહી ?
વિગતો મુજબ સાયબર ક્રાઇમ વિભાગને મળેલી ગુપ્ત માહિતીના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો કે, કેટલાક લોકો NEET પરીક્ષા અંગે દેશભરમાં ચાલી રહેલી ચર્ચાનો લાભ લઈ વિદ્યાર્થીઓ અને વાલીઓને નિશાન બનાવી રહ્યા હતા. આ આરોપીઓ ટેલિગ્રામ પર વિવિધ ચેનલો બનાવી પરીક્ષાના પેપર અને જવાબોની કથિત ઉપલબ્ધિ અંગે જાહેરાતો કરતા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, રાજસ્થાનથી ઝડપાયેલા બંને આરોપીઓ પરીક્ષા પહેલાં પ્રશ્નપત્ર મેળવવાનો દાવો કરતા હતા અને તેના બદલામાં મોટી રકમ વસૂલતા હતા. જોકે અનેક કિસ્સામાં તેઓ જૂના અથવા ખોટા દસ્તાવેજો આપીને લોકોને છેતરતા હોવાનું પણ બહાર આવ્યું છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : "મારા શબ્દોથી કોઈને દુઃખ પહોંચ્યું હોય તો દિલથી માફી માંગું છુ" : કૃષિમંત્રી રમેશ કટારા
ADVERTISEMENT
આ ઉપરાંત સાયબર ક્રાઇમે બિહારમાંથી એક અન્ય આરોપીની ધરપકડ કરી છે, જે પરીક્ષા ફી રિફંડના નામે વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરતો હતો. આરોપી વિદ્યાર્થીઓના એકાઉન્ટ સંબંધિત વિગતોનો ગેરઉપયોગ કરીને ઓનલાઈન ઠગાઈ કરતો હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. NEET પરીક્ષા સંબંધિત ગેરરીતિઓને લઈને અગાઉથી જ તપાસ ચાલી રહી છે અને આ મામલો કેન્દ્રિય એજન્સીઓ સુધી પહોંચ્યો છે. આ કેસમાં અત્યાર સુધી અનેક લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.