બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગાંધીનગરના સમાચાર / "મારા શબ્દોથી કોઈને દુઃખ પહોંચ્યું હોય તો દિલથી માફી માંગું છુ" : કૃષિમંત્રી રમેશ કટારા
Last Updated: 09:58 AM, 15 June 2026
Ramesh Katara Apology : રાજ્યમાં શિક્ષક વર્ગને લઈને કરાયેલા નિવેદન બાદ સર્જાયેલા વિવાદ વચ્ચે કૃષિમંત્રી રમેશ કટારાએ જાહેરમાં શિક્ષક સમાજ સમક્ષ માફી વ્યક્ત કરી છે. તેમણે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, તેમનો હેતુ કોઈપણ રીતે શિક્ષકોનું અપમાન કરવાનો નહોતો અને જો તેમના શબ્દોથી કોઈની લાગણી દુભાઈ હોય તો તે માટે તેઓ દિલથી ક્ષમા માંગે છે.
ADVERTISEMENT
"મારા શબ્દોથી કોઈને દુઃખ પહોંચ્યું હોય તો દિલથી માફી માંગું છુ" : – કૃષિમંત્રી રમેશ કટારા
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 15, 2026
ગોધરાના કાર્યક્રમ દરમિયાન કરાયેલા નિવેદન બાદ સર્જાયેલા વિવાદ વચ્ચે કૃષિમંત્રી રમેશ કટારાએ જાહેરમાં શિક્ષક સમાજની માફી માંગી છે. તેમણે જણાવ્યું કે શિક્ષકો સમાજના ઘડવૈયા છે અને તેમના પ્રત્યે… pic.twitter.com/SOSckycRjt
તાજેતરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન શિક્ષકો અંગે કરાયેલી ટિપ્પણીઓ ચર્ચાનું કેન્દ્ર બની હતી. નિવેદન બાદ રાજ્યના વિવિધ વિસ્તારોમાં શિક્ષક વર્ગ તરફથી નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. વિરોધ વચ્ચે મંત્રીએ પોતાના નિવેદન અંગે સ્પષ્ટતા આપતા જણાવ્યું કે, શિક્ષકો સમાજના ઘડવૈયા છે અને તેમના પ્રત્યે હંમેશા માન અને આદરની ભાવના રહી છે.
ADVERTISEMENT

આ પણ વાંચો : આજે જાહેર થશે ગુજરાતની નવી ઉદ્યોગ નીતિ, ઉદ્યોગને પ્રોત્સાહન આપવા ખાસ જોગવાઈઓ
ADVERTISEMENT
મંત્રીએ અગાઉ શિક્ષક વર્ગના આર્થિક લાભો અને વિરોધ પ્રદર્શનને લઈને પણ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, સમયાંતરે મળેલા લાભો છતાં વિરોધની સ્થિતિ યથાવત રહે છે. સાથે જ વર્ગખંડમાં શિક્ષણની ગુણવત્તા અને શિક્ષકોની કાર્યશૈલી અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. જોકે, વિવાદ વધતા તેમણે હવે જાહેરમાં સ્પષ્ટ કર્યું છે કે, કોઈ વ્યક્તિ કે સમગ્ર શિક્ષક સમાજને નિશાન બનાવવાનો તેમનો ઇરાદો નહોતો. પોતાના નિવેદનથી કોઈને દુઃખ પહોંચ્યું હોય તો તેને વ્યક્તિગત રીતે સ્વીકારી માફી માંગવાની તૈયારી પણ દર્શાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.