બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સિમ સ્વેપિંગથી જ્વેલર્સના માલિકના એકાઉન્ટમાંથી ₹83.37 લાખની ઉચાપત

ટેક્નોલોજી / સિમ સ્વેપિંગથી જ્વેલર્સના માલિકના એકાઉન્ટમાંથી ₹83.37 લાખની ઉચાપત

Priykant Shrimali

Last Updated: 02:31 PM, 13 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SIM Swap Fraud : સાયબર ગુનેગારો હવે માત્ર લિંક મોકલી કે ઓટીપી પૂછીને જ નહીં, પરંતુ મોબાઇલ સિમકાર્ડ સ્વેપિંગ કરીને પણ લોકોનાં બેન્ક ખાતાં ખાલી કરી રહ્યા છે, જાણો બચવાના ઉપાય

SIM Swap Fraud : તમે બધા સાયબર ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડીના સમાચાર રોજ વાંચતાં જ હશો, પણ હવે માર્કેટમાં સ્કેમ કરવાની એક નવી જ રીત આવી છે. સાયબર ગુનેગારો હવે માત્ર લિંક મોકલી કે ઓટીપી પૂછીને જ નહીં, પરંતુ મોબાઇલ સિમકાર્ડ સ્વેપિંગ કરીને પણ લોકોનાં બેન્ક ખાતાં ખાલી કરી રહ્યા છે. અમદાવાદના ઉસ્માનપુરામાં રહેતા અને સીજી રોડ પર આવેલી જોન્સન જ્વેલર્સના માલિક ભાગ્યેશ સોની સાથે આવો જ ચોંકાવનારો બનાવ બન્યો છે.

શું છે સમગ્ર મામલો ?

અમદાવાદના સીજી રોડ પર આવેલી જોન્સન જ્વેલર્સના માલિક ભાગ્યેશ સોનીનું સિમકાર્ડ અજાણ્યા સાયબર ગઠિયાઓએ બંધ કરાવી દીધું હતું, જેથી તેમના મોબાઇલમાં OTP ન પહોંચી શકે. ત્યાર બાદ ગઠિયાઓએ બે દિવસમાં કુલ 16 અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરીને રૂ. 83.37 લાખ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. સમગ્ર મામલે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પહેલા લાગ્યું નેટવર્કની સમસ્યા હશે પણ...

ઉસ્માનપુરામાં રહેતા ભાગ્યેશ સોની શહેરના જાણીતા જ્વેલર્સ પૈકીના એક છે અને સીજી રોડ પર જોન્સન જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે. ગત.30મેના રોજ તેઓ અયોધ્યાની મુલાકાતે ગયા હતા. તે દરમિયાન તેમના મોબાઇલ ફોનનું નેટવર્ક અચાનક બંધ થઈ ગયું હતું. શરૂઆતમાં તેમને લાગ્યું કે, કદાચ નેટવર્કની સામાન્ય સમસ્યા હશે. તેમણે સિમકાર્ડ કાઢીને ફરી મોબાઇલમાં નાખ્યું હતું, પરંતુ તેમ છતાં નેટવર્ક શરૂ થયું નહોતું. પ્રવાસમાં હોવાથી તેમણે આ બાબતને ગંભીરતાથી લીધી નહોતી.

બેન્ક સ્ટેટમેન્ટ ચેક કર્યું અને...

આ તરફ 1 જૂનના રોજ ભાગ્યેશ સોનીએ બેન્ક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ ચેક કર્યું હતું. આ માટે OTPની જરૂર હતી, પરંતુ મોબાઇલમાં કોઈ મેસેજ આવ્યો નહોતો, જોકે સિમકાર્ડ બંધ હોવાથી તેમણે ફરીથી નેટવર્કની સમસ્યા હોવાનું માની લીધું હતું. 2 જૂનના રોજ અમદાવાદ પરત ફર્યા બાદ તેઓ મોબાઇલ સર્વિસ પ્રોવાઇડરના સ્ટોરમાં પહોંચ્યા હતા, જ્યાં તેમને ચોંકાવનારી માહિતી મળી હતી કે, તેમના નામે સિમકાર્ડ બંધ કરવાની રિક્વેસ્ટ આવી હતી અને તે આધારે તેમનું સિમ ડીએક્ટિવેટ કરી દેવામાં આવ્યું હતું. ભાગ્યેશ સોનીએ નવું સિમકાર્ડ મેળવ્યા બાદ બેન્કમાંથી એકાઉન્ટનું સ્ટેટમેન્ટ મંગાવ્યું હતું. સ્ટેટમેન્ટ જોતાં તેઓ ચોંકી ઊઠ્યા હતા. તેમના ખાતામાંથી નવ અલગ અલગ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂ. 33.39 લાખની રકમ ટ્રાન્સફર થઈ ચૂકી હતી.

આ બનાવની જાણ થતાં જ વેપારીએ પોતાના ખાતામાં રહેલી બાકીની રકમ સુરક્ષિત રાખવા માટે અન્ય ખાતામાં ટ્રાન્સફર કરવાનો પ્રયાસ શરૂ કર્યો હતો, પરંતુ તે પહેલાં જ સાયબર ગઠિયાઓએ વધુ સાત ટ્રાન્ઝેક્શન કરીને રૂ. 49.48 લાખની ઉચાપત કરી લીધી હતી. આમ, માત્ર બે દિવસના સમયગાળામાં કુલ રૂ. 83.37 લાખની રકમ સાયબર ઠગોના ખાતામાં પહોંચી ગઈ હતી. ભાગ્યેશ સોનીએ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો : ગુજરાતવાસીઓએ વરસાદ માટે હજુ રાહ જોવી પડશે, અંબાલાલની આગાહીએ ચોંકાવ્યા

હવે જાણીએ સ્વિમ સ્વેપ ફ્રોડ કેવી રીતે થાય છે?

આ પ્રકારની છેતરપિંડીને સિમ સ્વેપ ફ્રોડ કહેવામાં આવે છે. આમાં ગુનેગારો સૌથી પહેલા ભોગ બનનારની વ્યક્તિગત વિગતો મેળવે છે. ત્યાર બાદ મોબાઇલ કંપનીમાં ગ્રાહક બની સંપર્ક કરીને સિમ ખોવાઈ ગયું હોવાનું અથવા અન્ય કોઈ કારણ દર્શાવી જૂનું સિમ બંધ કરાવી દે છે. ત્યારબાદ ડુપ્લિકેટ સિમ મેળવી OTP પોતાના મોબાઈલમાં આવે તેવું કરી લે છે. એક વાર OTP મળવાનો શરૂ થઈ જાય પછી બેન્કિંગ એપ્લિકેશન, નેટ બેન્કિંગ અને અન્ય નાણાકીય સેવાઓનો ઉપયોગ કરીને ખાતામાંથી રૂપિયા ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.

કેવી રીતે બચશો સિમ સ્વેપ ફ્રોડથી?

  • મોબાઇલમાં અચાનક નેટવર્ક બંધ થાય તો તાત્કાલિક કંપનીનો સંપર્ક કરો
  • બેન્ક એકાઉન્ટમાં નિયમિત સ્ટેટમેન્ટ ચેક કરો
  • મોબાઇલ નંબર સાથે જોડાયેલી બેન્કિંગ સેવાઓ પર નજર રાખો
  • અજાણી વ્યક્તિ સાથે બેન્કિંગ માહિતી શેર ન કરો
  • શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન જણાય તો તરત જ 1930 હેલ્પલાઇન પર સંપર્ક કરો

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad SIM card deactivation SIM Swap Fraud
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ