ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / હજુ આગામી 7 દિવસ...! ભર ઉનાળે ગુજરાતના આ જિલ્લાઓને મેઘરાજા ઘમરોળશે

photo-story

5 ફોટો ગેલેરી

હવામાન અડપેટ / હજુ આગામી 7 દિવસ...! ભર ઉનાળે ગુજરાતના આ જિલ્લાઓને મેઘરાજા ઘમરોળશે

Last Updated: 03:12 PM, 6 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Gujarat IMD Rain Forecast : ગુજરાતમાં હવામાનમાં પલટો: આગામી 7 દિવસ વાદળછાયું વાતાવરણ, અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા

1/5

photoStories-logo

1. ગુજરાતમાં હવામાનમાં પલટો

ગુજરાતમાં ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે હવે હવામાનમાં ધીમે ધીમે ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં આજે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. ઉપરાંત દમણ અને દાદર નગર હવેલી વિસ્તારમાં પણ વાતાવરણ પલટાઈ શકે છે. બીજી તરફ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ જેમ કે અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર

રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ હજુ યથાવત છે. અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે, જ્યાં મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. હવામાન વિભાગે આજે અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા પણ દર્શાવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. તો આ કારણે હવામાનમાં જોવા મળ્યો છે ફેરફાર

વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી સિસ્ટમ સક્રિય બનતા રાજ્યમાં હવામાનમાં આ ફેરફાર જોવા મળી રહ્યો છે. આ સિસ્ટમોના પ્રભાવને કારણે આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. આ તારીખથી ગુજરાતમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી

ચોમાસાની પ્રગતિ અંગે વાત કરીએ તો દક્ષિણ ભારતના મેંગ્લોર સુધી ચોમાસું આગળ વધી ચૂક્યું છે. જો હાલની સ્થિતિ અનુકૂળ રહે તો ગુજરાતમાં આશરે 15 જૂનની આસપાસ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન થવાની શક્યતા છે. જેના કારણે ખેડૂતો સહિત સામાન્ય લોકોને ગરમીમાંથી રાહત મળવાની આશા છે. હાલ માટે હવામાન વિભાગે લોકોને ગરમીથી બચવા જરૂરી સાવચેતી રાખવા તેમજ વરસાદી સ્થિતિને ધ્યાનમાં રાખીને આયોજન કરવાની સલાહ આપી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon 2026 Gujarat Rain Forecast Gujarat Weather Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ