ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / જી. એસ. મલિક ગુજરાતના નવા DGP, ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત

BIG NEWS / જી. એસ. મલિક ગુજરાતના નવા DGP, ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત

Published By: Vishal Khamar

Last Updated: 04:42 PM, 6 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા ગુજરાતના ડીજીપી તરીકે 1993 ની બેંચના IPS અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. કે.એલ.એન. રાવ છેલ્લા 5 મહિનાથી ડીજીપી તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.

ADVERTISEMENT

ગુજરાતના નવા પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) તરીકે G. S. Malikની કાયમી નિમણૂક કરવામાં આવી છે. આ પહેલાં 1 જાન્યુઆરીથી K. L. N. Rao ઇન્ચાર્જ ડીજીપી તરીકે ફરજ બજાવી રહ્યા હતા. લગભગ પાંચ મહિના સુધી ચાર્જ સંભાળ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા કાયમી ડીજીપી તરીકે જી. એસ. મલિકની પસંદગી કરવામાં આવી છે. 1993 બેચના આઈપીએસ અધિકારી જી. એસ. મલિક રાજ્ય પોલીસ દળના સર્વોચ્ચ પદની જવાબદારી સંભાળશે. હવે અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે કોની નિમણૂંક કરવામાં આવે તે જોવું રહ્યું.

ગુજરાત સરકારના ગૃહ વિભાગે રાજ્યના પોલીસ તંત્રમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર જાહેર કરતાં અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અને 1993 બેચના વરિષ્ઠ IPS અધિકારી જ્ઞાનેન્દ્રસિંહ (જી. એસ.) મલિકને ગુજરાતના નવા ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (IGP) તરીકે નિયુક્ત કર્યા છે. તેમની નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવી છે.

રાજ્યમાં 1 જાન્યુઆરી, 2026થી વરિષ્ઠ IPS અધિકારી કે. એલ. એન. રાવ ઇન્ચાર્જ ડીજીપી તરીકે ફરજ બજાવી રહ્યા હતા. લગભગ પાંચ મહિનાના સમયગાળા બાદ રાજ્ય સરકાર દ્વારા કાયમી ડીજીપીની નિમણૂક કરવામાં આવતા પોલીસ બેડામાં ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે.

ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માના હસ્તાક્ષર સાથે 6 જૂન, 2026ના રોજ સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જાહેરનામા મુજબ, અમદાવાદ પોલીસ કમિશનર તરીકે સેવા આપી રહેલા જી. એસ. મલિકને રાજ્યના સર્વોચ્ચ પોલીસ પદે બઢતી સાથે નિયુક્ત કરવામાં આવ્યા છે.

જી. એસ. મલિક 1993 બેચના ગુજરાત કેડરના અનુભવી IPS અધિકારી છે. તેમણે રાજ્યના વિવિધ મહત્વપૂર્ણ હોદ્દાઓ પર કામગીરી સંભાળી છે અને વહીવટી ક્ષમતા, કાયદો-વ્યવસ્થા જાળવવાની કુશળતા તેમજ નેતૃત્વ માટે ઓળખ ધરાવે છે. અમદાવાદ પોલીસ કમિશનર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન શહેરમાં કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવવા અને આધુનિક પોલીસિંગને પ્રોત્સાહન આપવા માટેના અનેક પગલાં લેવામાં આવ્યા હતા.

નોટિફિકેશન અનુસાર, તેમની નિમણૂક પે-મેટ્રિક્સના એપેક્સ સ્કેલ લેવલ-17 હેઠળ રૂ. 2.25 લાખના નિશ્ચિત માસિક વેતન સાથે કરવામાં આવી છે. આ આદેશ રાજ્યપાલના નામે અને તેમના આદેશથી જારી કરવામાં આવ્યો છે.

ગૃહ વિભાગે આ નિમણૂકની માહિતી મુખ્યમંત્રી કચેરી, રાજ્યના વિવિધ વિભાગો, કેન્દ્રીય ગૃહ મંત્રાલય, યુપીએસસી તથા ગુજરાત કેડરના તમામ IPS અધિકારીઓને મોકલી આપી છે.

આ પણ વાંચોઃ GSRTCમાં ડ્રાઈવર કંડકટરની ભરતી જાહેર, જાણો કેટલી જગ્યાઓ અને અરજી કેવી રીતે કરવી?

જી. એસ. મલિક હવે ગુજરાત પોલીસના વડા તરીકે રાજ્યની આંતરિક સુરક્ષા, કાયદો-વ્યવસ્થા, ગુનાખોરી નિયંત્રણ અને પોલીસ આધુનિકીકરણ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર નેતૃત્વ સંભાળશે. તેમની નિમણૂકને રાજ્યના પોલીસ તંત્ર માટે એક મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય તરીકે જોવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

dgp-g-s-malik- BIG BREAKING Gandhinagar News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ