બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / તો દર મહિને બચશે હજારોનું પેટ્રોલ! જો તમારા પણ ફોનમાં છુપાયેલ છે આ સિક્રેટ ટ્રિક!
5 ફોટો ગેલેરી
Last Updated: 04:45 PM, 6 June 2026
1/5
આજના સમયમાં સ્માર્ટફોન વાપરતો દરેક વ્યક્તિ રસ્તો શોધવા માટે ગુગલ મેપ્સનો ઉપયોગ ચોક્કસપણે કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ગુગલ મેપ્સ માત્ર રસ્તો જ નથી બતાવતું, પરંતુ તમારા વાહનનું પેટ્રોલ અને ડીઝલ પણ બચાવી શકે છે? જી હા, સામાન્ય રીતે લોકો ગૂગલ મેપ્સ ઓપન કરીને બીજા કોઈ પણ વિકલ્પો જોયા વિના સીધો જ 'સૌથી ઝડપી રસ્તો' પસંદ કરી લે છે. પરંતુ ગૂગલ મેપ્સનું એક ખાસ ઇંધણ કાર્યક્ષમ ફીચર તમને લાંબા ગાળે હજારો રૂપિયાની બચત કરાવી શકે છે.
2/5
ગૂગલ મેપ્સ કોઈ પણ બેસ્ટ અને ઇંધણ બચાવતો રસ્તો સૂચવતા પહેલા AI ના આધારે ઘણા મહત્વપૂર્ણ પરિબળોની ઊંડી તપાસ કરે છે. જેમાં રસ્તા પરના ટ્રાફિકનો ફ્લો કેવો છે, રસ્તા પર કોઈ ઉભી ચઢાણ છે કે નહીં, રૂટ પર વાહનને વારંવાર રોકાવું અને ચાલવું પડે છે કે નહીં, ગાડીની સ્પીડ એકસરખી જળવાઈ રહેશે કે વારંવાર બ્રેક મારવી પડશે આ તમામ બાબતોનું કેલ્ક્યુલેશન કરીને ગૂગલ મેપ્સ એક એવો રસ્તો સજેસ્ટ કરે છે જે કદાચ સૌથી ઝડપી રસ્તા કરતા થોડી મિનિટો ધીમો હોઈ શકે છે, પરંતુ તે તમારા વાહનના ફ્યુઅલ ટેન્ક અને ખિસ્સા પરનો બોજ ઘણો ઓછો કરી દે છે.
3/5
ગૂગલના સત્તાવાર નિવેદન અનુસાર, આ ફીચરની ચોકસાઈ એ વાત પર આધાર રાખે છે કે તમે કયા પ્રકારનું વાહન ચલાવો છો. કારણ કે હાઇવે પર ડીઝલ કાર વધુ સારું પર્ફોર્મન્સ અને માઇલેજ આપે છે, જ્યારે હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનો ઘણીવાર શહેરના ટ્રાફિકમાં રીજેનરેટિવ બ્રેકિંગ સિસ્ટમના કારણે વધુ કાર્યક્ષમ સાબિત થાય છે. જો યુઝર્સ એપ્લિકેશનમાં પોતાના વાહનનું એન્જિન ટાઇપ જાતે પસંદ નહીં કરે, તો ગૂગલ મેપ્સ 'પેટ્રોલ'ને ડિફોલ્ટ સેટિંગ તરીકે ગણીને જ રસ્તો બતાવશે.
4/5
આ શાનદાર ફીચરને તમારા ફોનમાં એક્ટિવેટ કરવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો. જેમાં સૌથી પહેલા તમારા ફોનમાં Google Maps ઓપન કરો. ઉપર જમણી બાજુએ આપેલી તમારી Profile Photo પર ટેપ કરો. ત્યારબાદ Settings ના ઓપ્શન પર જાઓ. સેટિંગ્સમાં ગયા પછી Navigation પર ટેપ કરો. હવે નીચેની તરફ સ્ક્રોલ કરીને Route Options સુધી જાઓ. અહીં તમને 'Prefer fuel-efficient routes' નો ઓપ્શન દેખાશે, તેને ઓન (Toggle On) કરી દો. રૂટની ચોકસાઈ વધારવા માટે તમે તમારા વાહનનો એન્જિન પ્રકાર (પેટ્રોલ, ડીઝલ, હાઇબ્રિડ કે ઇલેક્ટ્રિક) પણ સિલેક્ટ કરી શકો છો. એકવાર આ સેટિંગ ઓન થઈ ગયા પછી, ગૂગલ મેપ્સ ઓટોમેટિકલી તમને નકશા પર એક નાનકડા લીલા પાંદડા (Green Leaf Icon) ની નિશાની સાથેનો રસ્તો બતાવશે. આ આઇકોન દર્શાવે છે કે આ રસ્તો સૌથી ઝડપી વિકલ્પની તુલનામાં ઓછું ઇંધણ વાપરે છે.
5/5
આ સવાલનો જવાબ તમારા રૂટ અને ડ્રાઇવિંગ કરવાની શૈલી પર નિર્ભર કરે છે. ગૂગલનું કહેવું છે કે આ ફીચરનો મુખ્ય હેતુ ભારે ટ્રાફિક, ઉભી ચઢાણવાળા રસ્તાઓ અને વારંવાર બ્રેક લગાવવાની સ્થિતિથી બચાવીને ઇંધણનો બગાડ અટકાવવાનો છે. લાંબી ડ્રાઇવ અથવા રોજિંદા ઓફિસના આવા-જવાના રૂટ પર આ નાનકડી બચત પણ અઠવાડિયા કે મહિનાના અંતે મોટી રકમમાં ફેરવાઈ જાય છે. આ કોઈ જાદુઈ ચમત્કાર નથી, પરંતુ બેકગ્રાઉન્ડમાં રહીને ડિજિટલી તમારી બચત કરાવતી એક સ્માર્ટ ટ્રીક છે. પેટ્રોલના વધતા ભાવથી પરેશાન લોકોએ આ ફ્રી ટ્રીક એકવાર ચોક્કસ ટ્રાય કરવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.