બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ટીકાકારો પર બગડ્યા રોહિત શર્માના કોચ દિનેશ લાડ, 2027 વર્લ્ડ કપને લઈને કર્યો સૌથી મોટો દાવો
Last Updated: 05:21 PM, 6 June 2026
ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટન અને ઓપનર્સમાં સ્થાન ધરાવતા રોહિત શર્માના ભવિષ્ય અને ફિટનેસને લઈને સોશિયલ મીડિયાથી લઈને ક્રિકેટ જગતમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે. ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરીઝમાં ખરાબ પ્રદર્શન અને આઈપીએલમાં ઘણી મેચો ગુમાવ્યા બાદ પૂર્વ પસંદગીકાર સબા કરીમ સહિત ઘણા નિષ્ણાતોએ રોહિતના ફોર્મ પર સવાલો ઉઠાવ્યા હતા. આ તમામ આલોચનાઓ વચ્ચે રોહિત શર્માના બાળપણના કોચ દિનેશ લાડ પોતાના શિષ્યના બચાવમાં મજબૂતીથી સામે આવ્યા છે. સમાચાર એજન્સી સાથેની ખાસ વાતચીતમાં દિનેશ લાડે સ્પષ્ટ કર્યું છે કે રોહિત શર્મા અત્યારે કોઈની આલોચનાઓ પર ધ્યાન આપી રહ્યો નથી અને તેનો એકમાત્ર હેતુ ભારત માટે વનડે વર્લ્ડ કપ જીતવાનો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
દિનેશ લાડે આલોચકો પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, એક કોચ તરીકે હું માનું છું કે રોહિત શર્માએ હવે કોઈને પણ પોતાની ક્ષમતા સાબિત કરવાની જરૂર નથી. તેની ઉંમરને લઈને મીડિયામાં નકામી વાતો થઈ રહી છે. તે ભારત માટે 2027 નો વનડે વર્લ્ડ કપ જીતવા માંગે છે અને આ લક્ષ્યને લઈને તેના મનમાં કોઈ શંકા નથી. ભારતીય ટીમને ફાઇનલ સુધી પહોંચવા માટે રોહિત જેવા અનુભવી ખેલાડીની સખત જરૂર પડશે. પૂર્વ સિલેક્ટર સબા કરીમના નિવેદન પર પલટવાર કરતા લાડે કહ્યું કે, "ઘણા લોકો કહે છે કે આગામી 6 મહિના રોહિત માટે ખૂબ મહત્વના છે. પરંતુ આ નિયમ માત્ર રોહિત પર જ કેમ લાગુ થાય છે? આગામી સમય દરેક ભારતીય ખેલાડી માટે એટલો જ મહત્વનો છે અને ટીમમાં ટકી રહેવા બધાએ સારું પ્રદર્શન કરવું પડશે. હું 100 ટકા ગેરંટી સાથે કહી શકું છું કે રોહિત 2027 નો વનડે વર્લ્ડ કપ ચોક્કસપણે રમશે."

ADVERTISEMENT
કોચ દિનેશ લાડે એ વાતનો પણ ખુલાસો કર્યો હતો કે અન્ય ફોર્મેટ (ટેસ્ટ અને ટી૨૦) માં ન રમવાનો અર્થ એ નથી કે રોહિત શર્મા ઘરે બેસીને આરામ કરી રહ્યો છે. તેમણે જણાવ્યું કે, "લોકો એવું વિચારે છે કે જો તે મેચો નથી રમી રહ્યો તો નવરો છે, પરંતુ એવું નથી. રોહિત દરરોજ મેદાન પર સખત પ્રેક્ટિસ કરી રહ્યો છે અને નેટ્સમાં કલાકો સુધી પરસેવો પાડી રહ્યો છે. વનડે ક્રિકેટમાં તેની બેટિંગ શૈલી અને શાનદાર ટેકનિક આજે પણ એટલી જ પ્રભાવશાળી છે. આઈપીએલમાં પણ તેણે માત્ર ચોગ્ગા-છગ્ગા નથી માર્યા પરંતુ સિંગલ-ડબલ લઈને જવાબદારીપૂર્વક બેટિંગ કરી છે."
ADVERTISEMENT
આગામી સમયમાં ભારતીય ટીમ અફઘાનિસ્તાન સામે વનડે સીરીઝ રમવા જઈ રહી છે અને આ સીરીઝમાં રોહિત શર્મા મેદાન પર પરત ફરે તેવી પૂરેપૂરી સંભાવના છે. આ સીરીઝની ટીમ પસંદગી પહેલા રોહિત શર્મા ખૂબ જ ટૂંક સમયમાં બેંગલુરુ સ્થિત બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સેલન્સમાં પહોંચશે. અહીં સ્પોર્ટ્સ સાયન્સ ટીમ અને ટ્રેનર્સની દેખરેખ હેઠળ રોહિતનો સત્તાવાર ફિટનેસ ટેસ્ટ લેવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
પોતાના શિષ્યને ગુરુમંત્ર આપતા દિનેશ લાડે અંતમાં કહ્યું કે, "જ્યારે રોહિત ક્રીઝ પર થોડો સમય વિતાવે છે, ત્યારે તે દુનિયાનો સૌથી ખતરનાક બેટ્સમેન બની જાય છે. હું ઈચ્છું છું કે તે વર્ષ 2019 ના વનડે વર્લ્ડ કપ જેવી પોતાની આક્રમક બેટિંગ શૈલી ફરીથી રજૂ કરે. તેના સ્વભાવ, ટેકનિક કે ફિટનેસમાં કોઈ જ ખામી નથી. તે વર્લ્ડ કપ પહેલા સંપૂર્ણ સજ્જ થઈ જશે. તેણે માત્ર બહારની વાતોને નજરઅંદાજ કરીને પોતાની ક્રિકેટ ગેમનો આનંદ લેવો જોઈએ."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT