બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / દેશમાં સમોસા-વડાપાવને લઇ બદલાયો આ નિયમ, ભૂલ કરી તો જેલ!

ઝટકો / દેશમાં સમોસા-વડાપાવને લઇ બદલાયો આ નિયમ, ભૂલ કરી તો જેલ!

Nirav Kumar

Last Updated: 05:09 PM, 6 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણે જોઈએ છીએ કે, સ્ટ્રીટ વેન્ડર દાબેલી, સમોસા, વડાપાંવ જેવી વસ્તુ અખબારમાં લપેટીને વેચતા હોય છે, પણ હવેથી આવું કરવા પર તેમને જેલની સજા કરવામાં આવશે.

ભારતમાં સમોસા, વડાપાંવ કે પકોડા વેચનારાઓ માટે નિયમ આવ્યો છે. જેમાં હવે કોઈપણ વેન્ડર અખબારમાં ફૂડ લપેટીને વેચતો દેખાશે તો તેને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ તાત્કાલિક દેશભરમાં આ ફૂડ માટે અખબારોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિયમોનું ઉલ્લંઘન કરવા પર જેલની સજા પણ થઈ શકે છે.

સમોસા, વડાપાંવ કે પકોડા વેચનારાઓ માટે નિયમ આવ્યો છે. જેમાં હવે કોઈપણ વેન્ડર અખબારમાં ફૂડ લપેટીને વેચતો દેખાશે તો તેને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ તાત્કાલિક દેશભરમાં આ ફૂડ માટે અખબારોના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિયમોનું ઉલ્લંઘન કરવા પર જેલની સજા પણ થઈ શકે છે.

vtv hiring 2

આ નિર્ણય મુંબઈમાં બનેલી તાજેતરની ઘટના બાદ આવ્યો છે. જેમાં એક વડાપાંવ વેન્ડરે ગ્રાહકોને અખબારમાં લપેટીને આવા ફૂડ પીરસતો જોવા મળ્યો હતો. ત્યાર બાદ FSSAI ની પશ્ચિમ ક્ષેત્રની ટીમ અને બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ જોઈન્ટ કાર્યવાહી કરી હતી. આ ઘટનાને ધ્યાનમાં રાખીને હવે બધા રાજ્યો માટે કડક ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે.

જેમાં આ નવા આદેશ અનુસાર આ નિયમ નાના વેન્ડર લઈને મોટી હોટલો, ક્લાઉડ કિચન, કેટરર્સ અને ફેરિયાઓ સુધીના દરેકને લાગુ પડશે. જેમાં કોઈપણ વેન્ડરને ફૂડ લપેટવા માટે અખબારનો ઉપયોગ નહીં કરી શકે. આ સિવાય સમોસા અને પકોડામાંથી એક્સ્ટ્રા ઓઇલ શોષવા કે ખોરાકને ઢાંકવા માટે અખબારનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે.

  • અખબાર હેલ્થ માટે જોખમી?

એસિક્પર્ટ અનુસાર અખબાર છાપવામાં વપરાતી શાહીમાં વિવિધ કેમિકલ અને ભારે ધાતુઓ સામેલ હોઈ શકે છે, જેમાં સીસું પણ હોય છે. આ ગરમ ફૂડના સંપર્કમાં આવવાથી આ તત્વો જે તે ફૂડ પ્રવેશી શકે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે.આ સિવાય અખબાર ઘણીવાર ગંદી સ્થિતિઓમાંથી પણ પસાર થાય છે, જેના કારણે બેક્ટેરિયા અને બીમારી પેદા કરતા જંતુઓ પણ પડી શકે છે.

વધુ વાંચો : લોન્ચ થયું 85% ઈથેનોલવાળું ફ્યુલ, રેગ્યુલર પેટ્રોલથી 20 રુપિયા સસ્તું, જાણો કિંમત

આ અંગે FSSAI એ સ્પષ્ટતા કરી છે કે માત્ર ફૂડ-ગ્રેડ પેકેજિંગ સામગ્રીનો જ ઉપયોગ કરવામાં આવશે. રાજ્યોને આ બાબતનું કડક રીતે મોનીટરીંગ કરવા સૂચના આપવામાં આવી છે જેથી ખાતરી કરી શકાય કે અખબારનો ઉપયોગ ક્યાંય પણ ફૂડ પેક કરવા કે પીરસવા માટે ન થઈ શકે.

ચાલી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

FSSAI Newspaper Wrapped Samosa Selling
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ