બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ગેસ સિલિન્ડરનું રેગ્યુલેટર ઢીલું પડી ગયું હોય તો આ સિમ્પલ ટ્રીકથી કરો ટાઈટ

તમારા કામનું / ગેસ સિલિન્ડરનું રેગ્યુલેટર ઢીલું પડી ગયું હોય તો આ સિમ્પલ ટ્રીકથી કરો ટાઈટ

Nirav Kumar

Last Updated: 08:21 PM, 7 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LPG સિલિન્ડરમાં રેગ્યુલેટર ઢીલું હોય તો તે ખતરનાક સાબિત થઇ શકે છે. તેને ટાઈટ કરવાની ઘરેલું રીત પણ હોય છે. આજે તેના વિષે આપણે જાણીશું.

જો તમારા LPG સિલિન્ડરનો ગેસ ઝડપથી ખતમ થઈ રહ્યો હોય અને તો રેગ્યુલેટરમાં ખામી હોઈ શકે છે. જેમાં ઢીલું રેગ્યુલેટર તમે તેને ચાલુ કરતાની સાથે જ ગેસ ધીમે ધીમે લીક થવાનું કારણ બની શકે છે, તમને ખબર પણ ન પડે પરંતુ આ ખતરનાક બની શકે છે. આથી જો ગેસ ઝડપથી ખતમ થઈ રહ્યો હોય અને તમારું રેગ્યુલેટર ઇન્સ્ટોલ કર્યા બાદ ફરતું રહે તો તેનો મતલબ એ તે ઢીલું છે અને લીક થઈ રહ્યું છે. તેને ટાઈટ કરવા માટે એક હેક છે. જેનો તમારે ટ્રાય કરવો જોઈએ. જો તેનાથી પણ લીક બંધ ન થાય તો તમારે રેગ્યુલેટર બદલવું જોઈએ.

  • ઢીલા રેગ્યુલેટરને ટાઈટ કરવા માટે હેક

જો તમારા ગેસ સિલિન્ડરનું રેગ્યુલેટર ઇન્સ્ટોલ કર્યા બાદ ફરતું રહે છે તો તે ઢીલું છે અને તેને ટાઈટ કરવાની જરૂર છે. ઢીલા રેગ્યુલેટરને ટાઈટ કરવા માટે આ સરળ હેક અજમાવો. જેમાં ઘણીવાર રેગ્યુલેટરના ઇન્ટરલ ભાગો ઘસાઈ જાય છે જેના કારણે તે ઢીલું થઈ જાય છે અને ફરતું રહે છે અને એક જગ્યાએ સ્થિર રહેતું નથી.

vtv hiring
  • ઇલેક્ટ્રોનિક ટેપનો કરો ઉપયોગ

સિલિન્ડરમાંથી રેગ્યુલેટરને દૂર કરો અને પિત્તળના વાલ્વ (જે ભાગ પર રેગ્યુલેટર ફિક્સ થયેલ છે) ની આસપાસ કાળા કે વાદળી ઇલેક્ટ્રોનિક ટેપનો ગોળ લપેટો. જો એક રાઉન્ડ ટેપ પૂરતો ન હોય તો તેને જાડું બનાવવા માટે બે કે ત્રણ રાઉન્ડ લપેટી લો અને રેગ્યુલેટરને ફીટ થાય ત્યારે તેને ટાઈટ પકડી રાખો. આ હેક તમારા ઢીલા રેગ્યુલેટરને એક મિનિટ કરતા પણ ઓછા સમયમાં ટાઈટ બનાવશે અને તમારા ગેસ લીકને બંધ કરશે. ઇલેક્ટ્રોનિક ટેપ સિવાય તમે ટેફલોન ટેપનો પણ ઉપયોગ કરી શકો છો. જેનો ઉપયોગ પ્લમ્બર કરે છે, જેમાં તેની ગ્રીપ વધુ મજબૂત હોય છે અને તે સરળતાથી નીકળતી નથી.

વધુ વાંચો : વોશિંગ મશીન બની શકે ખતરો! જો-જો ભૂલથી પણ આ સંકેતોને નજરઅંદાજ ન કરતા

  • ઢીલા રેગ્યુલેટરને ચેક કરવાની રીત

ગેસ રેગ્યુલેટર ઢીલું છે કે નહીં તે ચેક કરવાની એક સરળ રીત છે. જેમાં રેગ્યુલેટર હંમેશા સિલિન્ડર સાથે જોડાયેલ હોવું જોઈએ. જો ઇન્સ્ટોલેશન બાદ તે ફરતું રહે તો તેનો અર્થ એ છે કે તે ઢીલું છે અને તેને ઠીક કરવાની જરૂર છે. જો આ હેક બાદ પણ સમસ્યા ચાલુ રહે તો તાત્કાલિક રેગ્યુલેટરને બદલી કાઢો અને ગેસ એજન્સી કે ટેકનિશિયનને બોલાવો. ગેસ લીક ​​ખૂબ જોખમી સાબિત થઇ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

LPG Cylinder Regulator Tighten Cylinder Regulator
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ