બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / અન્ય જિલ્લા / આખરે ચોમાસાએ પકડી રફ્તાર, આજેય અનેક રાજ્યોમાં આંધી-તોફાન સાથે વરસાદનું એલર્ટ

photo-story

6 ફોટો ગેલેરી

હવામાન આગાહી / આખરે ચોમાસાએ પકડી રફ્તાર, આજેય અનેક રાજ્યોમાં આંધી-તોફાન સાથે વરસાદનું એલર્ટ

Last Updated: 09:36 AM, 10 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Gujarat Weather : હવામાન વિભાગ મુજબ 14 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહી શકે, જાણો તમારે ત્યાં ક્યારે થશે વરસાદની એન્ટ્રી ?

1/6

photoStories-logo

1. આખરે ચોમાસાએ પકડી રફ્તાર

દેશના વિવિધ વિસ્તારોમાં ચોમાસાએ હવે ધીમે ધીમે પોતાની સંપૂર્ણ અસર દેખાડવાની શરૂઆત કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી પ્રવૃત્તિમાં વધારો નોંધાઈ રહ્યો છે અને હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ અનેક રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને તેજ પવનની સંભાવના વ્યક્ત કરી છે. ચોમાસાની ગતિ વધતાં એક તરફ લોકોને ઉનાળાની કાળઝાળ ગરમીમાંથી રાહત મળી રહી છે, તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં સાવચેતી રાખવાની જરૂરિયાત પણ ઉભી થઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. ગુજરાતમાં ક્યાં પડશે વરસાદ?

હવામાન વિભાગ મુજબ 14 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહી શકે છે. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુરમાં વરસાદની સંભાવના. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં પણ વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે. આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગરમીમાંથી રાહત મળવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. દક્ષિણ ભારતમાં જામ્યું ચોમાસું

દક્ષિણ ભારત હાલમાં ચોમાસાના સૌથી વધુ પ્રભાવ હેઠળ છે. કેરળ, કર્ણાટકના દરિયાકાંઠા વિસ્તારો, કોંકણ-ગોવા અને આસપાસના પ્રદેશોમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને વાહન વ્યવહાર પર અસર થવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં વરસાદી સિસ્ટમ સક્રિય

આ તરફ ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. આસામ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સતત વરસતા વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં વધારો થઈ શકે છે, જેના કારણે સ્થાનિક તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. પૂર્વ અને મધ્ય ભારતના હવામાનમાં ફેરફાર

પૂર્વ અને મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં પણ હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે. બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ તેમજ તેલંગાણા અને આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજની સ્થિતિ સર્જાઈ શકે છે. કેટલીક જગ્યાએ અચાનક પવનની ગતિ વધવાની પણ શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. આજે અનેક રાજ્યોમાં વરસાદની આગાહી

ઉત્તર ભારત માટે આજનો દિવસ ખાસ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને હરિયાણાના કેટલાંક વિસ્તારોમાં ધૂળની આંધી, વાવાઝોડા અને તેજ પવનની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને ખુલ્લા વિસ્તારોમાં સાવચેત રહેવા અને વીજળી પડવાની શક્યતા દરમિયાન સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ આપી છે. બીજી તરફ ઉત્તર કોંકણ-ગોવા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીર જેવા વિસ્તારોમાં હળવા વરસાદથી તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે છે. જોકે રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ગરમીના મોજાંની અસર યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon IMD Forecast Gujarat Weather
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ