બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:03 PM, 10 June 2026
એક યુવતીનો એક વીડિયો અત્યારે ઓનલાઈન હેડલાઈન્સમાં આવ્યો છે. જેમાં આ મહિલાનો તેના લગ્ન જીવન વિશેનો દાવો સોશિયલ મીડિયા યુઝર્સનું ધ્યાન ખેંચી રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં તે જે રીતે પોતાના વિચારો વ્યક્ત કરે છે તેનાથી નેટીઝન્સ બે ભાગમાં ડિવાઇડ થઇ ગયા છે. વાયરલ વીડિયોમાં મહિલા ઈંટની દિવાલોવાળા રૂમમાં ઉભી જોવા મળે છે અને કાચા લાકડાની છત પણ જોવા મળે છે. વીડિયોની શરૂઆત "આ હોય છે ભાગીને લગ્ન કરવાની સજા" થી થાય છે.
ADVERTISEMENT
भाग कर शादी करने के मजे 😂 pic.twitter.com/fjXfKId1GE
— Naina Singh 🌸 (@RealNainaSingh) June 8, 2026
ત્યાર બાદ તે રૂમની સ્થિતિ બતાવતી વખતે યુવતી કહે છે, "જો તમે ભાગીને લગ્ન કર્યા છેતો તમારે ભોગવવું પડશે." આ દરમિયાન કેમેરાની પાછળથી વીડિયો શૂટ કરી રહેલો પતિ છત તરફ ઈશારો કરે છે અને કહે છે કે તે કોઈપણ સમયે તૂટી શકે છે. જેમાં આ મહિલા ઉદાસ થઈને જવાબ આપે છે, "હવે રિસ્ક લીધું છે તો શું કરી શકીએ, ઘરે પણ ન જઈ શકીએ. તેઓ મારીને કાઢી મુકશે."
ADVERTISEMENT

આ વીડિયોને X (અગાઉ ટ્વિટર) પર @RealNainaSingh નામના હેન્ડલથી શેર મારવામાં આવ્યો છે. જેમાં કટાક્ષમાં લખ્યું છે કે, "ભાગીને લગ્ન કરવાની મજા." આ વીડિયોને 600,000 ની આસપાસ વ્યૂઝ મળ્યા છે અને કોમેન્ટ સેક્શન ઉભરાઈ રહ્યું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
જેમાં એક યુઝરે લખ્યું, "કોઈ વાંધો નહીં પ્રેમથી જીવો, સખત મહેનત કરો અને પોતાના માટે એક સરસ ઘર બનાવો." બીજા યુઝરે લખ્યું, "આ મૂર્ખાઈથી લગ્ન કરવાના પરિણામો છે. જીવન પૈસાથી ચાલે છે, પ્રેમથી નહીં." બીજા યુઝરે લખ્યું કે "આ રિલબાઝ છે, કોઈ તેમની વાતમાં ન આવો, આ વીડિયો બનાવી લોકોને મૂર્ખ બનાવે છે."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.