ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / VIDEO : ઈન્ટરનેટ પર થોડી સેકન્ડો માટે હટ્યું 'બ્યુટી ફિલ્ટર', ઝટકે ઓછા થઈ ગયા 1.4 લાખ ફોલોઅર્સ

અજીબ / VIDEO : ઈન્ટરનેટ પર થોડી સેકન્ડો માટે હટ્યું 'બ્યુટી ફિલ્ટર', ઝટકે ઓછા થઈ ગયા 1.4 લાખ ફોલોઅર્સ

Published By: Nirav Kumar

Last Updated: 01:39 AM, 23 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, લાઇવસ્ટ્રીમિંગ દરમિયાન એક મહિલા કન્ટેન્ટ ક્રિએટરનું ફિલ્ટર વર્ક કરવાનું બંધ થઇ જતા તેના એક ઝાટકે 1,40,000 ફોલોઅર્સ ઘટી ગયા હતા.

ADVERTISEMENT

સોશિયલ મીડિયાની દુનિયામાં ફિલ્ટર્સ અને એડિટિંગ કોમન બની ગયા છે. લાખો કન્ટેન્ટ ક્રિએટર્સ ઇન્સ્ટાગ્રામ, ટિકટોક અને લાઇવસ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર તેમના લુકને બેહતર બનાવવા માટે બ્યુટી ફિલ્ટર્સનો ઉપયોગ કરે છે. પરંતુ તાજેતરમાં એક ચાઇનીઝ ઇન્ફ્લુએન્સરનો એક વીડિયો વાયરલ થયો હતો જેનાથી ઓથેન્ટીસીટી વર્સીઝ લુક અંગે ચર્ચા શરૂ થઈ હતી. જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે લાઇવસ્ટ્રીમ દરમિયાન તેનું બ્યુટી ફિલ્ટર અમુક સેકન્ડ માટે બંધ થઈ ગયું હતું જેનાથી તેનો નેચરલ ફેસ દેખાયો હતો. આથી તેને 140,000 ફોલોઅર્સ ગુમાવ્યા હોવાના અહેવાલ છે. આ દાવાની ઓફિશિયલ પુષ્ટિ થઈ નથી, ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

આ વાયરલ ક્લિપમાં એક ચીની ઇન્ફ્લુએન્સર લાઇવસ્ટ્રીમિંગ કરતી દેખાય છે જ્યારે તેનું બ્યુટી ફિલ્ટર અચાનક અમુક સેકન્ડ માટે કામ કરવાનું બંધ થઈ જાય છે. એકવાર ફિલ્ટર દૂર થઈ ગયા બાદ તેનો ઓરીજનલ ફેસ સ્ક્રીન પર દેખાય છે જે મેચ્યોર્ડ સ્કિન અને સામાન્ય કલર દર્શાવે છે. જયારે થોડીવાર બાદ ફિલ્ટર ફરી એક્ટિવ થાય છે અને તેનો ચહેરો તેના પહેલાના ગોરા, સ્મૂથ અને યંગર દેખાવમાં પાછો ફરે છે.

vtv app promotion

આ વીડિયો માત્ર થોડી સેકન્ડનો છે પરંતુ અનેક સોશિયલ મીડિયા યુઝર્સે તેને શેર કર્યો છે અને દાવો કર્યો છે કે ઘટના બાદ ઇન્ફ્લુએન્સરે 1,40,000 ફોલોઅર્સ ગુમાવ્યા છે. પરંતુ આ આંકડાની કોઈ પુષ્ટિ થઈ નથી કે વીડિયો વાસ્તવિક છે કે એડિટેડ છે તે પણ સ્પષ્ટ નથી.

વધુ વાંચો : સર્ચ કરી રહ્યો હતો પોર્ન, વીડિયોમાં ગર્લફ્રેન્ડની સાથે પોતાને જોતા રહી ગયો હેરાન

આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકોની મિક્સ પ્રતિક્રિયાઓ આવી હતી. જેમાં અમુક લોકોએ ઇન્ફ્લુએન્સર પર તેના ફોલોઅર્સને છેતરવાનો આરોપ લગાવ્યો. મોટી સંખ્યામાં યુઝર્સે તેના અનફિલ્ટર લુકની પ્રશંસા પણ કરી હતી. જેમાં અનેક લોકોએ લખ્યું કે, તેનો નેચરલ લુક વધુ સુંદર અને ઓથેન્ટિક દેખાતો હતો. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Social Media Content Creators Filters

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ