ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / 13 નવેમ્બર 2026એ દુનિયાનો આવવાનો હતો અંત? 66 વર્ષ પહેલાં વૈજ્ઞાનિકોએ કરી હતી ભયાનક આગાહી, જાણો કેમ ખોટું પડ્યું ગણિત

વિશ્વ / 13 નવેમ્બર 2026એ દુનિયાનો આવવાનો હતો અંત? 66 વર્ષ પહેલાં વૈજ્ઞાનિકોએ કરી હતી ભયાનક આગાહી, જાણો કેમ ખોટું પડ્યું ગણિત

Published By: Nirav Kumar

Last Updated: 12:12 AM, 17 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

66 વર્ષ પહેલાં વૈજ્ઞાનિકોએ આગાહી કરી હતી કે 13 નવેમ્બર 2026ના રોજ વધતી વસ્તીને કારણે દુનિયાનો અંત આવી શકે છે. હવે આ તારીખ પસાર થઈ ગઈ છે ત્યારે ચાલો જાણીએ કે, શું હતી આ ચોંકાવનારી ડૂમ્સડે સ્ટડી.

ADVERTISEMENT

1960ના દાયકામાં વૈજ્ઞાનિકોએ એક એવી આગાહી કરી હતી જે આજે યાદ આવે તો હાસ્યાસ્પદ લાગે છે. ભૌતિકશાસ્ત્રી હેઈન્ઝ વોન ફોર્સ્ટરની આગેવાની હેઠળની ટીમે ‘ડૂમ્સડે સ્ટડી’ નામની રિસર્ચમાં કહ્યું હતું કે 13 નવેમ્બર 2026 સુધીમાં વિશ્વની વસ્તી અનંત સુધી પહોંચી જશે. એટલી બધી વસ્તી હશે કે લોકો એકબીજા નીચે કચડાઈને મૃત્યુ પામશે. ભૂખે નહીં પણ જગ્યાના અભાવે.

આ આગાહી છેલ્લા બે હજાર વર્ષની વસ્તી વૃદ્ધિના ગાણિતિક મોડલ પર આધારિત હતી. તેમને માન્યું કે જો વસ્તી એ જ ઝડપે વધતી રહેશે તો એક દિવસ તે અનંત સુધી પહોંચી જશે. પણ 13 નવેમ્બર 2026 પસાર થઈ ગયું અને કંઈ નથી થયું. આપણે હજુ પણ સુરક્ષિત છીએ.

આ આગાહી ખોટી પડવાનું મુખ્ય કારણ એ છે કે 1960 પછી વિકસિત દેશોમાં જન્મદર ઘટવા લાગ્યો. યુદ્ધ પછીના સમયમાં બાળકોની સંખ્યા ઝડપથી વધી હતી પણ પછી તે ધીમી પડી. સંયુક્ત રાષ્ટ્રના અંદાજ મુજબ વિશ્વની વસ્તી 2085ની આસપાસ પોતાની સર્વોચ્ચ સીમા 10.3 અબજ સુધી પહોંચશે અને ત્યારબાદ સ્થિર થઈ શકે કે ઘટવા લાગે.

વધુ વાંચો : સ્વજનની રાખનો સૂપ પીવે છે આ લોકો, એમેઝોનના જંગલોની સૌથી ચોંકાવનારી પરંપરા

જોકે વસ્તીનો ખતરો ટળી ગયો હોય તો પણ બીજા ગંભીર પડકારો હજુ કાયમ છે. જેમાં કલાઈમેટ ચેન્જ, વૈશ્વિક તાપમાન વૃદ્ધિ, મહામારીઓ અને અણુ હથિયારોનો ભય હજુ પણ વિશ્વને ઘેરી રહ્યો છે. ‘ડૂમ્સડે ક્લોક’ આ ખતરાનું પ્રતીક છે. 2026ની શરૂઆતમાં તેને મીડનાઈટથી માત્ર 85 સેકન્ડ પહેલાં સેટ કરવામાં આવ્યું હતું જે અત્યાર સુધીનું સૌથી ચિંતાજનક સ્તર છે. જૂની આગાહીઓ ખોટી પડી શકે છે પણ વર્તમાન પડકારોને અવગણી શકાય તેમ પણ નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

World Population Growth Doomsday Prediction November Prediction

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ