ન્યૂઝ અપડેટ્સ
VTV / અજબ ગજબ / 2 કરોડનું પેકેજ છોડી 25 વર્ષના જુનૈદ ખાને શરૂ કર્યું AI સ્ટાર્ટઅપ, માઇક્રોસોફ્ટની આરામદાયક નોકરીને કહ્યું અલવિદા
Last Updated: 11:23 PM, 12 October 2026
ADVERTISEMENT
માત્ર ૨૫ વર્ષની ઉંમરે જુનૈદ ખાને માઇક્રોસોફ્ટમાં 2 કરોડ રૂપિયાની ફુલ-ટાઇમ નોકરી છોડી દીધી છે. કોલેજ પછીની આ તેમની પહેલી જ નોકરી હતી પણ બે વર્ષમાં જ તેમને રાજીનામું આપી દીધું. કારણ સાદું હતું કે નોકરીમાં હવે પહેલા જેટલી મજા નહોતી આવતી. હવે તેઓ પોતાનું AI સ્ટાર્ટઅપ ચલાવી રહ્યા છે જેમાં હજુ વધુ કમાણી નથી થતી પણ નોકરી દરમિયાન બચાવેલા પૈસાથી ખર્ચ ચલાવી રહ્યા છે.
ADVERTISEMENT
જુનૈદ યુકેમાં જન્મ્યો હતો. 2019માં અભ્યાસ માટે અમેરિકા ગયા અને યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનાથી કમ્પ્યુટર સાયન્સમાં બેચલર ડિગ્રી મેળવી. 2026માં માઇક્રોસોફ્ટમાં નોકરી મળી. 2024 સુધીમાં સ્ટોક અને બોનસ મળીને તેમની વાર્ષિક કમાણી 2 લાખ ડોલર (લગભગ 2 કરોડ રૂપિયા)થી વધુ થઈ ગઈ હતી. તે સમયે AIનો બુમ ચાલી રહ્યો હતો અને તેઓ માઇક્રોસોફ્ટના ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સમાં પણ સામેલ હતા.
પણ થોડા સમય પછી તેને લાગ્યું કે નોકરીમાં રસ ઓછો થઈ રહ્યો છે. ત્યારે તેને પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવાનું ગંભીરતાથી વિચારવાનું શરૂ કર્યું. અમેરિકામાં અભ્યાસ દરમિયાન જ તેમને આઈડિયા આવ્યો હતો કે ‘Treasury’ નામનું AI મની કોચ. તેને વિચાર્યું કે સામાન્ય લોકો માટે એવું ફાઇનાન્શિયલ એડવાઇઝર ટૂલ બનાવી શકાય જે સસ્તું અને સરળ હોય જેમને મોંઘા સલાહકાર નથી જોઈતા.
ADVERTISEMENT
બે વર્ષ સુધી જુનૈદ દિવસે માઇક્રોસોફ્ટમાં નોકરી કરતો અને રાત્રે તથા વીકેન્ડે પોતાના સ્ટાર્ટઅપ પર કામ કરતા. તેમને Y Combinator સહિત અમુક એક્સલરેટરમાં અપ્લાય પણ કર્યું હતું. જો સિલેક્શન થાત તો નોકરી છોડીને ફુલ-ટાઇમ સ્ટાર્ટઅપ પર ધ્યાન આપત પણ તેમ થયું નહીં. પછી તેમનેનક્કી કર્યું કે હવે કોઈની મંજૂરીની રાહ નહીં જોવી. માઇક્રોસોફ્ટમાંથી મળેલા પૈસાને પોતાની સીડ ફંડિંગ માનીને ગયા ઓગસ્ટમાં રાજીનામું આપ્યું અને બે મહિના પછી કંપની રીતે શરૂ કરી.
ADVERTISEMENT
હાલમાં Treasury પાસે પૈસા ચૂકવતા ગ્રાહકો છે અને તેણે 6000 ડોલરથી વધુની કમાણી કરી છે. આ હજુ શરૂઆતી તબક્કો છે. જુનૈદ પોતાને કોઈ પગાર નથી આપતા. બિઝનેસની કમાણી કંપનીમાં જ રહે છે અને તેઓ પોતાની બચત પર નિર્ભર છે. તેમને કહ્યું કે નોકરી છોડતી વખતે મેં પોતાને એક વર્ષનો સમય આપ્યો છે પછી જોઈશ કે પરિસ્થિતિ કેવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો