બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વીજ કંપનીની મનમાની સામે જેતપર ગામના ખેડૂતો આરપારના મૂડમાં, પહોંચ્યા કલેક્ટર પાસે

વિરોધના સૂર / વીજ કંપનીની મનમાની સામે જેતપર ગામના ખેડૂતો આરપારના મૂડમાં, પહોંચ્યા કલેક્ટર પાસે

Priykant Shrimali

Last Updated: 03:04 PM, 10 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Morbi News : મોરબીમાં વીજ કંપની વિરુદ્ધ ખેડૂતોનો ઉગ્ર વિરોધ, ટ્રેક્ટર રેલી દ્વારા વળતરની માંગ તેજ, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

Morbi News : મોરબી જિલ્લામાં વીજ કંપની અને ખેડૂતો વચ્ચેનો વિવાદ વધુ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં જેતપર ગામના ખેડૂતો અને ગ્રામજનોએ પોતાની માંગણીઓને લઈને સતત બીજા દિવસે પણ આંદોલન ચાલુ રાખ્યું હતું. વીજ કંપની દ્વારા ખેડૂતોના હિતોને અવગણવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કરતા ખેડૂતો હવે આરપારની લડત લડવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.

શું છે સમગ્ર મામલો ?

વિગતો મુજબ ખેડૂતોનો આરોપ છે કે વીજ કંપનીની કામગીરીના કારણે તેમને નુકસાન થયું છે, પરંતુ યોગ્ય વળતર આપવામાં આવ્યું નથી. આથી ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે જ્યાં સુધી વળતર અંગેનો પ્રશ્ન ઉકેલાશે નહીં ત્યાં સુધી કંપનીને કોઈપણ પ્રકારની કામગીરી કરવા દેવામાં આવશે નહીં. ગઈકાલે કચ્છ-અમદાવાદ હાઈવે પર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવનાર ખેડૂતો આજે ટ્રેક્ટર રેલી સાથે રસ્તા પર ઉતર્યા હતા.

જેતપર ગામથી શરૂ થયેલી આ રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ટ્રેક્ટરો સાથે જોડાયા હતા. રેલી દરમિયાન ખેડૂતો દ્વારા વળતર ચૂકવવાની માંગને લઈને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આંદોલનના ભાગરૂપે ખેડૂતો કલેક્ટરને આવેદનપત્ર આપીને પોતાની રજૂઆત પણ કરવા પહોંચ્યા હતા. તેમણે વહીવટી તંત્રને સમગ્ર મામલે હસ્તક્ષેપ કરીને ન્યાય અપાવવાની માંગ કરી હતી.

આ પણ વાંચો : ખેડૂતોને તાર ફેન્સિંગ માટે મળતી સહાયની શરતોમાં ફેરફાર, સુધારેલી માર્ગદર્શિકા જાહેર

અગાઉ થયેલા વિરોધ દરમિયાન કચ્છ-અમદાવાદ હાઈવે પર અણીયારી ટોલનાકા નજીક ચક્કાજામ કરવામાં આવ્યો હતો, જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. વિરોધ દરમિયાન કેટલાક સ્થળોએ પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. પોલીસે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Farmers Protest Morbi Jetpar Village Tractor Rally
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ