બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / દાણાપીઠ કચેરીથી લઇને CM કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી હડકંપ, લેવાયો આ નિર્ણય
Last Updated: 01:25 PM, 10 June 2026
Ahmedabad-Gandhinagar Threat Email : રાજ્યમાં ફરી એકવાર સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી મળી હોવાનું સામે આવ્યું છે. વાસ્તવમાં આજે એટલે કે, બુધવારે અમદાવાદ-ગાંધીનગરમાં સુરક્ષા તંત્ર માટે ચિંતાજનક સ્થિતિ સર્જાઈ હતી. વિગતો મુજબ અમદાવાદની AMC દાણાપીઠ કચેરી તેમજ ગાંધીનગર સ્થિત રાજ્ય સચિવાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાના અહેવાલો સામે આવ્યા છે. જોકે બંને સ્થળોએ ધમકીભર્યા ઈ-મેઇલ મળતા પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી.
ADVERTISEMENT
અમદાવાદ AMC દાણાપીઠ કચેરીને મળી ધમકી
વિગતો મુજબ આજે અમદાવાદમાં AMC દાણાપીઠ કચેરીને મળેલી ધમકી બાદ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી. કોઈપણ સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને કચેરીનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો અને સમગ્ર પરિસરની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ દ્વારા દરેક ખૂણાની તપાસ કરવામાં આવી હતી જેથી કોઈ શંકાસ્પદ વસ્તુ હોય તો તેને તાત્કાલિક શોધી શકાય.
ADVERTISEMENT

આ પણ વાંચો : ગુજરાત સરકારના કર્મીઓ માટે નાણા વિભાગનો નવો પરિપત્ર જાહેર, લેવાયો મોટો નિર્ણય
ADVERTISEMENT
ગાંધીનગર સચિવાલયને ફરી મળી ધમકી
આ તરફ ગાંધીનગર સ્થિત સચિવાલયને પણ ફરી એકવાર બોમ્બ ધમકી મળી હતી. મુખ્યમંત્રી કાર્યાલયને ધમકીભર્યો ઈ-મેઇલ મળતા સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ હતી. પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને અન્ય તપાસ એજન્સીઓએ સચિવાલય પરિસરમાં ચેકિંગ શરૂ કર્યું હતું. પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હોવાનું જાણવા મળ્યું છે, છતાં સુરક્ષા દળો દ્વારા સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.